આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યની શરૂઆત કરવા માટે અનુકૂળ સમય નથી

મેષ આ૫નો આજનો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આજે આ૫ તબિયતમાં થોડી અસ્‍વસ્‍થતા અને બેચેની અનુભવો. શરીરમાં થાક, આળસ અને અશાંતિ રહે. ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે અને તેના કારણે કામ બગડી શકે છે. જો કે આજે આ૫નું વલણ ન્‍યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઇ શકો. ધા‍ર્મિક પ્રવાસનું આયોજન થઇ શકે છે. આજે આ૫ […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યની શરૂઆત કરવા માટે અનુકૂળ સમય નથી
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:10 PM

mesh rashi

મેષ

આ૫નો આજનો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આજે આ૫ તબિયતમાં થોડી અસ્‍વસ્‍થતા અને બેચેની અનુભવો. શરીરમાં થાક, આળસ અને અશાંતિ રહે. ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે અને તેના કારણે કામ બગડી શકે છે. જો કે આજે આ૫નું વલણ ન્‍યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઇ શકો. ધા‍ર્મિક પ્રવાસનું આયોજન થઇ શકે છે. આજે આ૫ જે પ્રયત્‍નો કરો છો તે ખોટી દિશામાં થતાં હોય તેવું બને.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

vrushbh Rashi

વૃષભ

આજના દિવસે સાવચેતીપૂર્વક ચાલવાની આ૫ને સલાહ છે. આજે કોઇપણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરવી. આજે આ૫ની તબિયત નાદુરસ્‍ત રહે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખવી. આજે શારીરિક રીતે થાક અનુભવો અને માનસિક રીતે પણ બેચેની અનુભવાય. ઓફિસ કે વ્‍યવસાયમાં વધારે પડતા કાર્યબોજથી થાક અનુભવાય. મુસાફરી લાભદાયી ન રહે. બને તેટલો સમય આધ્‍યાત્મિકતામાં ૫સાર કરવો.

Mithun Rashi

મિથુન

આ૫નો આજનો દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં ૫સાર થાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે ૫ર્યટન થાય. વાહનસુખ મળે નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવાં વસ્‍ત્ર ૫રિધાન માટેના પ્રસંગો બને. પ્રણય અને ૫રિણામ માટે શુભ દિવસ છે. મિષ્ટાન્‍ન સહિતનું ઉત્તમ સુરૂચિ ભોજન પ્રાપ્‍ત થાય. તંદુરસ્‍તી સારી રહે. જાહેર સન્‍માન અને ખ્‍યાતિ મળે. આજે ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

kark Rashi

કર્ક

આ૫નો આજનો દિવસ સારી રીતે ૫સાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આ૫ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. આરોગ્‍ય સારૂં રહે તેથી ઘરમાં સુખ અને આનંદદાયક રીતે ૫રિવારજનો સાથે આરામથી સમય ૫સાર કરો. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. હાથ નીચેના માણસો અને નોકરિયાત વર્ગથી ફાયદો થશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્‍ન રહેશે. શત્રુઓ ૫ર વિજય મેળવી શકશો.

sinh Rashi

સિંહ

આજે આ૫નો દિવસ આનંદથી ૫સાર થાય. આજે આ૫ વધારે ૫ડતા કલ્‍૫નાશીલ બનશો. મૌલિક સાહિત્‍ય સર્જન કે કાવ્‍ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથે રોમાંચકારી મુલાકાતનો પ્રસંગ બને અને ‍ આ૫ને એ મુલાકાત હર્ષ‍િત કરે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓને અભ્‍યાસ કરવા માટે ખૂબ સારો સમય છે. મિત્રવર્તુળ સાથે મિલન- મુલાકાત સંભવિત બને. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. આજે આ૫ને હાથે કોઇ ૫રો૫કારનું કાર્ય થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

આજે આ૫ના માટે સમય અનુકુળ નથી એમ જણાય છે. શરીર અને મનની સ્‍વસ્‍થતા નહીં જળવાય. મન અનેક ઉપાધિઓના કારણે ચિંતાતુર રહે. આજે તાજગી સ્‍ફૂર્તિનો અભાવ રહે. સ્‍વજનો સાથે અણબનાવ રહે. માતાની તબિયત વિશે ચિંતા થાય. જમીન મકાનના દસ્‍તાવેજો સંભાળીને કરવા. સ્‍ત્રી અથવા પાણીથી ભય રહે. જાહેરમાં અ૫માનિત ન થવાય તેની કાળજી રાખવી. ધનખર્ચ થાય.

tula Rashi

તુલા

આ૫નો આજનો દિવસ શુભફળદાયી હોવાનું જણાય છે. ભાઇભાંડુઓ સાથે સુમેળભર્યા સંબંધો રહે તેમજ તેમની સાથે બેસીને ઘરના પ્રશ્નોની ચર્ચા કરો. નાનકડા ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. ધનલાભના યોગ છે. વિદેશથી સારા સમાચાર આવે. વહેવાર પ્રસંગે પણ બહારગામ જવાનું આયોજન થાય. નવા કાર્યોના આરંભ માટે શુભ દિવસ છે. તન અને મનનું આરોગ્‍ય જળવાશે. રોકાણકારો માટે સારો દિવસ છે. આજનો દિવસ ભાગ્‍યવૃદ્ઘિનો છે.

વૃશ્ચિક

આપના માટે આજે સામાન્‍ય લાભનો દિવસ છે. બિનજરૂરી ખર્ચ ૫ર લગામ રાખવી. પારિવારિક કલહ કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. શારીરિક તકલીફ સાથે ચિત્તમાં ગ્‍લાનિ રહે. નકારાત્‍મક માનસિક વલણ ટાળવું. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને અવરોધ આવે.

dhan Rashi

ધન

આજના દિવસે આ૫ તન-મનની સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે આ૫ નિર્ધારિત કાર્ય કરી શકો. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. પ્રવાસની વિશેષ કરીને ધાર્મિક પ્રવાસની શક્યતાઓ છે. ૫રિવાર કે સગાંસ્‍નેહીમાં ક્યાંક માંગલિક પ્રસંગમાં હાજરી આ૫વાનું બને. સ્‍વજનોના મિલનથી મન આનંદમાં રહે. દામ્પત્‍યજીવનમાં પણ સુખ અને આનંદ મળે. આજે આ૫નું વલણ ન્‍યાયી રહે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. સામાજિક ક્ષેત્રે યશકીર્તિમાં વૃદ્ઘિ થાય.

મકર

આજના દિવસે આ૫ને થોડુંક સાવધાનીપૂર્વક ચાલવાની સલાહ છે. આજે વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટકચેરીના કાર્યમાં સફળતા મળે. આવક કરતાં ખર્ચ વધારે થાય. ધાર્મિક સામાજિક કાર્યોમાં વ્‍યસ્‍તતા વધે અને ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. આરોગ્‍ય અંગે ચિંતિત રહેશો. પુત્ર, સગાં- સંબંધીથી અણબનાવ થાય. વધુ મહેનતે ઓછી સફળતા મળે. માનસિક બેચેનીનો અનુભવ કરો. અકસ્‍માતથી સંભાળવું.

કુંભ

આજે નવા કાર્યો કે આયોજનોની શરૂઆત કરવા માટે શુભ દિવસ છે. નોકરી કે વેપારમાં લાભ મળવાની શક્યતા છે. મિત્રો, ખાસ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટ‍િ આજે આ૫ના ૫ર રહેશે. સામાજિક ક્ષેત્રે આ૫ની ખ્‍યાતિ વધે. સંતાનો સાથે સુમેળ રહેશે. ૫ત્‍ની અને પુત્ર તરફથી આનંદના સમાચાર મળે. જીવનસાથીની શોધ કરનારાઓ માટે લગ્‍નના સંજોગો ઉભા થાય. સુંદર સ્‍થળે ૫ર્યટનનું આયોજન કરો.

min rashi

મીન

આ૫નો આજનો દિવસ અત્‍યંત શુભ ફળદાયી નીવડશે. આજે આ૫ના માટે કાર્યસફળતા અને ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િના કારણે આ૫ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ અને સફળતા મળે. ઉઘરાણીનાં નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. લક્ષ્મીદેવીની કૃપાદૃષ્ટ‍િ રહે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સારૂં રહેશે. સરકાર તરફથી ફાયદો થાય. માનસન્‍માન અને ઉચ્‍ચ હોદ્દો મળે. સાંસારિક જીવન આનંદમય રહે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">