11 મિત્રોએ ભેગા મળીને છેડ્યું અનોખુ અભિયાન, માત્ર 10 રૂપિયામાં જ પેટભરીને જમાડે છે લોકોને

શ્રીગંગાનગરની જિલ્લા હોસ્પિટલમાં આ અનોખા રસોડાને શરૂ કરનાર 11 મિત્રોની ટીમમાં વેપારી, દુકાનદાર, સરકારી કર્મચારીથી લઈને ફોટોગ્રાફર સામેલ છે.  આ કહાની રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરની છે. જ્યાં 11 મિત્રોએ મળીને અનોખુ અભિયાન ઉપાડ્યું છે અને એવી રસોઈ બનાવે છે કે રોજના આશરે 1 હજાર લોકોને પેટભરીને જમાડે છે. મોંઘવારીમાં અહીં ફક્ત 10 રૂપિયામાં તમે પેટ ભરીને […]

11 મિત્રોએ ભેગા મળીને છેડ્યું અનોખુ અભિયાન, માત્ર 10 રૂપિયામાં જ પેટભરીને જમાડે છે લોકોને
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:28 PM

શ્રીગંગાનગરની જિલ્લા હોસ્પિટલમાં આ અનોખા રસોડાને શરૂ કરનાર 11 મિત્રોની ટીમમાં વેપારી, દુકાનદાર, સરકારી કર્મચારીથી લઈને ફોટોગ્રાફર સામેલ છે.  આ કહાની રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરની છે. જ્યાં 11 મિત્રોએ મળીને અનોખુ અભિયાન ઉપાડ્યું છે અને એવી રસોઈ બનાવે છે કે રોજના આશરે 1 હજાર લોકોને પેટભરીને જમાડે છે. મોંઘવારીમાં અહીં ફક્ત 10 રૂપિયામાં તમે પેટ ભરીને જમી શકો છો. આ અનોખા રસોડાનું નામ છે. ‘મા અન્નપૂર્ણા રસોઈઘર’ આ અનોખા રસોડાને શરૂ કરનાર 11 મિત્રોની ટીમમાં વ્યાપારી, દુકાનદાર, સરકારી કર્મચારીથી લઈને ફોટોગ્રાફર સામેલ છે.

 11 mitro e bhega mali ne chedyu anokhu abhiyan matra 10 rupiya ma j pet bhari ne jamade che loko ne

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી હોસ્પિટલના કંપાઉન્ડર મહેશ ગોયલ, દાળ મિલના માલિક રામાવતાર લીલા, મુનીમ રાજકુમાર સરાવગી, કપડાના વેપારી રાજેન્દ્ર અગ્રવાલ, સાડી વિક્રેતા અનિલ સરાવગી, વ્યવસાયીક રાહુલ છાબડા, કાપડના વેપારી પવન સિંઘલ, ફોટોગ્રાફર વિનોદ વર્મા, વ્યવસારી ભૂપ સહારણ, વિજળી વિભાગના કર્મચારી દિપક બંસલ તથા ચાના વિક્રેતા શંભૂ સિંગલ આ બધાના કામધંધા ભલે અલગ છે પણ બધા સમાજ માટે કંઈક કરવા માંગે છે. શ્રીગંગાનગરની એક સંસ્થા છે, જયકો લંગર સેવા સમિતી. આ સંસ્થાની શરૂઆત લગભગ 35 વર્ષ પહેલા સાલાસર ધામમાં પહોંચનાર શ્રદ્ધાળુઓ માટે લંગરના ઉદ્દેશથી થયું હતું. બાદમાં આ સંસ્થા શહેરના ધાર્મિક કાર્યક્રમોમાં પણ લંગર લગાવવા લાગી. લંગર આયોજનોના કારણે આ સંસ્થા વિશે દરેક લોકો જાણતા હતાં પણ તેની ઓળખ બની 2012માં.

જાણો શા માટે અલગ છે આ રસોડુ?

તમને ચોક્કસ થતું હસે કે એવું તો શું છે આ રસોડામાં તો તેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ રસોડાની સ્થાપનાનો ઉદ્દેશ શ્રીગંગાનગર જિલ્લા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઈલાજ માટે આવે છે. જેમાં મોટાભાગના લોકો ગરીબ હોય છે. 11 મિત્રોની મંડળીએ જ્યારે આ ગરીબ અને અસહાય લોકોના દર્દને અનુભવ્યું. ત્યારે તેમને મદદ કરવાનો વિચાર આવ્યો. બધા મિત્રો બેઠા અને ફેંસલો કર્યો “મા અન્નપૂર્ણા રસોઇઘર”ની સ્થાપનાનો. ફેંસલો તો થઈ ગયો પણ સવાલ હતો કે આ માટે પૈસા ક્યાંથી આવશે પણ કહેવાય છે ને કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી રહે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાણો તેની વિશેષતાઓ

શહેરના હજારો લોકો “માં અન્નપૂર્ણા રસોઈઘર”માં સહયોગ કરે છે. કોઈ રોકડા આપે છે તો કોઈ દાળ, ચોખા કે ઘઉં પહોંચાડે છે. કોઈ મસાલા, ચા અને ખાંડ આપી જાય છે તો કોઈ દેશી ઘીના ટીન પણ મુકી જાય છે. સહયોગકર્તાઓની સંખ્યા હવે અહીં વધી રહી છે. વર્તમાન સમયમાં 500 લોકો 200 રૂ.થી લઈને 5 હજાર રૂપિયા સુધીની માસિક સહાય આ રસોડાના સંચાલન માટે કરે છે.  સાફ સુથરા વાતાવરણ સાથે રસોડાની શરૂઆત ચા સાથે થાય છે. જેની કિંમત ફક્ત 3 રૂપિયા લેવાય છે. તેમજ 5 રૂપિયામાં દૂધનો ગ્લાસ પણ મળી જાય છે. ચા-દૂધના સ્ટોલ સવારથી સાંજ સુધી ચાલે છે. દર્દીઓ માટે અને તેના પરિજનો માટે અહીં ફક્ત 10 રૂપિયામાં દાળ, શાક, રોટી મળી જાય છે. નિરાશ્રીતો, વૃદ્ધો માટે અહીં દૂધ, ચા અને જમવાનું તદ્દન ફ્રીમાં મળે છે. સવારે 11 થી 2 અને સાંજે 7 થી 9 વાગ્યા સુધી અહીં ભોજન પીરસાય છે. આ રસોડાની જેમ જ બીજા રસોડા રાયસીંહનગર અને રાવતસર જેવા વિસ્તારોમાં પણ શરૂ કરાયા છે. અહીં પણ મોટી સંખ્યામાં લોકો જમીને ખુશ થાય છે. સાચે જ “મા અન્નપૂર્ણા રસોઇઘર” આપણ બધા માટે પ્રેરણા સમાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">