રસીકરણમાં અમદાવાદની સિદ્ધી, શહેરમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ

Vaccination in Ahmedabad : અમદાવાદ શહેરમાં વધુમાં વધુ લોકો રસી લે તે માટે AMC દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.

AHMEDABAD : દેશમાં કોરોના રસીકરણ અભિયાનમાં 100 કરોડ ડોઝ પૂર્ણ કરવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ કરવામાં કોર્પોરેશનને સફળતા મળી છે. જાન્યુઆરી 2021માં રસીકરણ શરૂ થયું હતું. 9 મહિનામાં શહેરમાં પેહલા ડોઝનું 100% વેકસીનેશન કરવામાં આવ્યું છે.100 ટકા રસીકરણ થતા હેલ્થ વર્કરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ હેલ્થ વર્કરોને અભિનંદન આપ્યા હતા.

અમદાવાદ શહેરના લોકો રસી લે તે માટે AMC દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. AMC દ્વારા દિવ્યાંગો માટે રસીકરણની અલગ વ્યવસ્થા કરી કોરોના વેક્સિન આપવામાં આવી. તો રસીકરણ સ્થળ સુધી પહોચી શકવા અસક્ષમ સિનિયર સીટીઝન તેમજ 18થી વધુ વર્ષ વાળા દિવ્યાંગો AMCએ રસીકરણ મારે ઘર સેવા પણ શરૂ કરવામાં આવી હતી, જેમાં આવા નાગરિકોને ઘરે જઈને રસી મુકવામાં આવી હતી. જે લોકોનું રસીકરણ બાકી છે તેમના માટે મહાનગરપાલિકા હેઠળના પરિસરોમાં રસીકરણ સર્ટિફિકેટ વિના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આખા દેશમાં વ્યાપક પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું જેમાં ગુજરાત પણ પાછળ નથી રહ્યું. ગુજરાતમાં 4 જિલ્લા એવા છે કે જ્યાં 100 ટકા રસીકરણ થયું છે. તો બીજી તરફ એવા જિલ્લાની સંખ્યા પણ વધુ છે કે જ્યાં 90 ટકાથી વધુ રસીકરણ થયું છે.

ગુજરાતમાં આજ સુધી રસી લેવા પાત્ર 90 ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે લગભગ 47 ટકા એટલે કે 2.32 કરોડને લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે લોકોને રસી લેવા માટે આગળ આવવાની વિનંતી કરી છે, જેથી સમગ્ર રાજ્યમાં 100 ટકા લોકોને પ્રથમ ડોઝના રસીકરણનો લક્ષ્યાંક સિધ્ધ કરી શકાય. તેમણે ઉમેર્યું કે સુરત, જૂનાગઢ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનોએ પ્રથમ ડોઝનું 100 ટકા કવરેજ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત, ગુજરાતના લગભગ 15,500 ગામોમાં રસી લેવા પાત્ર 100 ટકા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલ અને ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ વચ્ચે મુલાકાત, મુખ્યપ્રધાને વાયબ્રન્ટ સમિટનું નિમંત્રણ પાઠવ્યું

આ પણ વાંચો : Ahmedabad : પોલીસ કંટ્રોલમાં આવ્યો એક નનામો કોલ, તપાસના અંતે ફેક કોલ હોવાનું ખુલતા પોલીસે લીધો રાહતનો શ્વાસ

Click on your DTH Provider to Add TV9 Gujarati