જો તમે 10મું ધોરણ પાસ છો તો સરકાર આપી રહી છે તમારા વિસ્તારમાં જ નોકરી, જાણો તમામ વિગત

જો તમે 10મું ધોરણ પાસ છો તો સરકાર આપી રહી છે તમારા વિસ્તારમાં જ નોકરી, જાણો તમામ વિગત

મોદી સરકાર સત્તામાં તો આવી ગયી પરંતું સરકારી આંકડાઓ જ આ સરકારને ઊંઘ નથી આવવા દેતા આથી સરકારે આ વખતે નોકરીને લઈને ખાસ ધ્યાન રાખવાનું નક્કી કર્યું છે. જે લોકોએ ધો 10 પાસ કર્યું છે તેના માટે એક સારો અવસર સરકાર લઈને આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશની સરકારી ઓઈલ કંપનીઓ નવા વર્ષ સુધીમાં 5000 નવા ગેસ ડ્રિસ્ટ્રીબ્યૂટર્સ નિયુક્ત કરવાની તૈયારીમાં છે. આ બાબતે સરકારે હાલમાં જ 200 નવા લાયસન્સ બહાર પાડ્યા છે. જો તમારે પણ સરકારની ઓઈલ કંપનીઓ જેવી કે ઈન્ડિયન ઓઈલ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ સાથે કામ કરીને ગેસ એજન્સી ખોલવાની ઈચ્છા હોય તો આ અવસર તમારા માટે જ છે.

આ પણ વાંચો:  આગામી 24 કલાકમાં વરસાદની આગાહી સાથે 65 વર્ષમાં આવી ઘટના બીજી વખત બની રહી છે

વિવિધ કંપનીઓ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી રહી છે અને તેમાં નવા ડિલર માટે આમંત્રણ આપવામાં આવે છે. આ સિવાય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક વધારવામાં જાહેરાતની સાથે વિસ્તારનું નામ પણ જણાવવામાં આવે છે. આ એપ્લીકેશનમાં જો તમારા વિસ્તારનું નામ હોય તો તમે અરજી કરી શકો છો.

 

 

અરજીમાં તમારા અભ્યાસ સહિતની વિગતો માગવામાં આવશે. આ અરજી બાદ ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે અને પછી પરિણામ જાહેર કરવામાં આવે છે. ઈન્ટરવ્યૂ બાદ જમીનને લઈને વેરિફિકેશન કરવામાં આવે છે અને વિવિધ મુદ્દાઓની ખરાઈ કરવામાં આવે છે. જરુરી મુદ્દાઓની વાત કરીએ તો જમીન, ગોદામ અને સ્થાયી જગ્યા હોવી જરુરી છે.

સરકારી જગ્યાઓ હોવાથી આ ભરતીમાં રિઝર્વેશનના નિયમો ફોલો કરવામાં આવશે અને તેના આધારે જ જગ્યાની ફાળવણી કરાશે. સ્થાયી જમીન, 10 ધોરણ સુધી અભ્યાસ, ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોય અને તમારી પાસે સરકારે આપેલી મર્યાદામાં જો એજન્સી ચાલુ કરવાની તૈયારી હોય તો આ ગેસ એજન્સી તમે મેળવી શકો છો. અમુક રકમ ડિપોઝીટ પેટે પણ આપવાની હોય છે જેને જમા કરાવવી જરુરી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati