Whiskeyમાં ભારતીયો શા માટે પાણી કે સોડા ઉમેરે છે? જાણો સાચી હકીકત

|

Aug 22, 2022 | 6:51 PM

Whiskey With Water : ભારતમાં અનેક લોકો દારુ પીવાના શોખીન હોય છે. તેઓ દારુમાં પાણી, સોડા, કોક જેવા પીણા ઉમેરીને જ દારુ પીવાનું પસંદ કરે છે. ચાલો જાણીએ તેના પાછળનું કારણ.

Whiskeyમાં ભારતીયો શા માટે પાણી કે સોડા ઉમેરે છે? જાણો સાચી હકીકત
Image Credit source: tv9 gfx

Follow us on

વિશ્વમાં અનેક જગ્યાએ લોકો ખુશી વ્યક્ત કરવા, સફળતા કે કોઈ સારા પ્રશંગે દારુની પાર્ટી કરવાનું પસંદ કરતા હોય છે. પશ્ચિમની સંસ્કૃતિમાં તેને ઉજવણીનો એક ભાગ માનવામાં આવ છે. કેટલાક લોકો તો નિષ્ફળતામાં કે દુખમાં પોતાના ગમને ભૂલાવવા માટે પણ દારુ પીવે છે. ભારતમાં પણ અનેક લોકો દારુ પીવાના શોખીન હોય છે. ગુજરાત અને બિહારમાં દારુ પર પ્રતિબંધ છે, છતા આ જગ્યાએ દારુ બને છે, વેંચાઈ છે, ખરીદાઈ છે અને પીવાઈ પણ છે. આ વાતની સાક્ષી ભૂતકાળમાં બનેલી અનેક લંઠ્ઠા કાંડ, દારુ પાર્ટી પર રેડ, નશામાં ધૂત રસ્તા પર પડેલા લોકો અને રસ્તા પર ક્યાકને ક્યાક જોવા મળતી દારુની તૂટેલી બોટલો આપે છે. ભારતામાં એક રીતે દારુને ખરાબ જ માનવામાં આવે છે. ભારતીયોનું (Indians) માનવુ છે કે તેનાથી યુવાનોનું ભવિષ્ય બગડે છે, ઝગડાઓ થાય છે અને પરિવારો વેરવિખેર થાય છે. ભારતમાં અનેક લોકો દારુ પીવાના શોખીન હોય છે. તેઓ દારુમાં પાણી (Whiskey with Water), કોક જેવા પીણા ઉમેરીને જ દારુ પીવાનું પસંદ કરે છે.

ભારતીય ફિલ્મોમાં અનેક અભિનેતાઓ દારુની બોટલને મોંઢે લગાવી આખી બોટલ પૂરી કરી નાંખે છે. પણ હકીકતમાં કોઈ ભારતીય આવું કરવા જાય તો તેની હાલત ખરાબ થઈ જાય છે. ચાલો જાણીએ કે કેમ ભારતીયો દારુ પીતા પહેલા તેમાં પાણી કે સોડા જેવા પીણાનો ઉપયોગ કરે છે.

આ કારણથી દારુમાં ઉમેરવામાં આવે છે પાણી

ભારતમાં દારુ બનાવતી કંપનીઓ દારુ તૈયાર કરવા માટે Molassesનો ઉપયોગ કર છે. તે શેરડીમાંથી ખાંડ તૈયાર કરતી વખતે એક ડાર્ક રંગના બાય-પ્રોડેક્ટ તરીકે મળે છે. જો ભારતીયો આવો દારુ સીધો પી લે તો તે સીધો શરીરના અંદરના અંગોને ચીરીને નીચે ઉતરે છે તેવુ લાગશે. ભારતીયો તેને પચાવી નથી શકતા અને કેટલાક પાછા પીવા લાયક નથી રહેતા. તેથી જ તેમાં પાણી ઉમેરીને તેના કડવાપણાને બેલેન્સ કરવામાં આવે છે. તેથી જ મોંઘા મોંઘા દારુને સીધુ પી લેવી એ મુશ્કેલ કામ છે. ભારતીયો દારુ સાથે ચકણાનો પણ ઉપયોગ કરે છે.

ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video
IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ ટીમે સૌથી વધુ કોચ બદલ્યા
તમાકુના વ્યસનથી છૂટકારો નથી મળતો? તો અપનાવો પ્રેમાનંદજી મહારાજનો આ ઉપાય
કથાકાર દેવી ચિત્રલેખા ખાય છે આ ખાસ રોટલી, જાણો બનાવવાની અદભૂત રીત અને ફાયદા

વિદેશી લોકો દારુમાં પાણી નથી ઉમેરતા

વિદેશીઓ માને છે કે દારુમાં પાણી કે બીજુ કઈક ઉમેરવાથી તેનો મૂળ સ્વાદ બગડી જાય છે. આજકાલ ભારતીયો માટે દારુમાં પાણી ઉમેરવા માટે પ્રીમિયમ મિનરલ પાણી પણ વેંચાવા લાગ્યુ છે. આવા પ્રીમિયમ મિનરલ પાણી પણ દારુનો સ્વાદ બગાડી નાંખે છે. તેથી જ વિદેશીઓ પાણી કે કઈક પણ ઉમેર્યા વગર દારુના સ્વભાવિક સ્વાદનો આનંદ લે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article