Dry ice : ડ્રાય આઈસ શું છે ? જે ખાવાથી થઈ શકે છે લોહીની ઉલટી
ડ્રાય આઈસ એ કાર્બન ડાયોક્સાઇડનું જ એક સ્વરૂપ છે. જે ઘન સ્વરૂપે હોય છે. ડ્રાય આઈસનો ઉપયોગ આજકાલ એટલો વધી રહ્યો છે કે તે રેસ્ટોરાંમાં સરળતાથી મળી જાય છે. સામાન્ય બરફ જેવો દેખાતો આ ડ્રાય આઈસ ભીનો થતો નથી અને જ્યારે તે પીગળે છે ત્યારે તે પાણી બનતું નથી.
ગુરુગ્રામમાં એક રેસ્ટોરન્ટમાં જમ્યા પછી પાંચ લોકોની તબિયત લથડી હતી. તેમને એકાએક ઉલટીઓ થવા લાગી. એટલું જ નહીં જીભ પર કાપા પડી ગયા અને તેમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું. આ બધું ભોજન બાદ તેમણે ખાધેલા માઉથ ફ્રેશનરના કારણે થયું હતું.
સમગ્ર ઘટનામાં પીડિતોએ રેસ્ટોરન્ટ માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી સાથે જ ડૉક્ટરને માઉથ ફ્રેશનરનું પેકેટ પણ દેખાડ્યું. જેને જોતાં જ ડોક્ટરે કહ્યું હતું કે આ કોઈ માઉથ ફ્રેશનર નહીં, પણ ડ્રાય આઈસ છે. આ ડ્રાય આઈસ ખાવાથી જ પીડિતોના મોંઢામાંથી લોહી નીકળ્યું હતું. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ ડ્રાય આઈસ શું છે, તે કેવી રીતે બને છે અને તે મનુષ્ય માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.
ડ્રાય આઈસ શું છે ?
ડ્રાય આઈસ એ કાર્બન ડાયોક્સાઇડનું જ એક સ્વરૂપ છે. જે ઘન સ્વરૂપે હોય છે. ડ્રાય આઈસનો ઉપયોગ આજકાલ એટલો વધી રહ્યો છે કે તે રેસ્ટોરાંમાં સરળતાથી મળી જાય છે. સામાન્ય બરફ જેવો દેખાતો આ ડ્રાય આઈસ ભીનો થતો નથી અને જ્યારે તે પીગળે છે ત્યારે તે પાણી બનતું નથી. તે સામાન્ય બરફ કરતાં અનેક ગણો વધારે ઠંડો હોય છે, તેનું તાપમાન -80 ડિગ્રી સુધી હોય છે. તો સામાન્ય બરફનું તાપમાન માત્ર -4 ડિગ્રી હોય છે.
ડ્રાય આઈસ કેવી રીતે બનાવાય છે ?
ડ્રાય આઈસ બનાવવા માટે સૌપ્રથમ કાર્બન ડાયોક્સાઇડને 109 ડિગ્રી ફેરનહીટ પર ઠંડુ કરીને સંકુચિત કરવામાં આવે છે, જેના કારણે આ ગેસ બરફનું રૂપ ધારણ કરે છે. આ પછી તેને આઇસ ક્યુબનો આકાર આપવામાં આવે છે. તે અત્યંત જોખમી છે, તેથી તેને સ્પર્શ કરવો પણ પ્રતિબંધિત છે. ગરમ વાતાવરણમાં આવ્યા પછી, તે પાણીના સ્વરૂપમાં ઓગળતું નથી, પરંતુ વાયુ તરીકે બાષ્પીભવન થાય છે. ડ્રાય આઈસ મોંમાં જતાં જ ગરમીથી પીગળીને કાર્બન ડાયોક્સાઈડ વાયુમાં પરિવર્તિત થઈ જાય છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ડ્રાય આઈસ કાર્બન ડાયોક્સાઈડ વાયુ આસપાસની કોશિકાઓને નુકસાન પહોંચાડવા લાગે છે. આ સંજોગોમાં વ્યક્તિ બેભાન થઈ શકે છે અથવા મોતને પણ ભેટી શકે છે. ડ્રાય આઈસને ખાવાથી જ નહીં પણ સ્પર્શવાથી પણ ત્વચાને નુકસાન પહોંચી શકે છે. કારણ કે તે ચામડીના સંપર્કમાં આવતા જ રક્તસ્ત્રાવનું કારણ બની શકે છે અને મોંઢામાંથી લોહી નીકળી શકે છે.