જમાઈઓથી ભરેલુ છે આ ગામ, આ ગામની વાર્તા સાંભળીને દંગ રહી ગયા લોકો !

|

Aug 22, 2022 | 5:19 PM

ઉત્તરપ્રદેશના કાનપુરના (UP Kanpur Village) આ ગામની પણ એક આવી જ ખાસિયત છે, જેને કારણે આ ગામને જમાઈઓનું ગામ કહેવામાં આવે છે. આ ગામનું નામ છે દામાદનપુરવા (Damadanpurwa).

જમાઈઓથી ભરેલુ છે આ ગામ, આ ગામની વાર્તા સાંભળીને દંગ રહી ગયા લોકો !
UP Kanpur Village Damadanpurwa
Image Credit source: tv9 gfx

Follow us on

આપણો દેશ વિવિધતાઓથી ભરેલો દેશ છે. અલગ ઘર્મો, જાતિ, રંગ, ભાષા અને પરંપરાઓમાં માનનારા લોકો ભારતમાં રહે છે. ભારતની આ વિવિધતામાં જ તેની ખરી સુંદરતા છે. ભારતમાં અનેક મહાપુરુષોની જન્મભૂમિ છે. ભારત સતત વિકાસના રાહ પર આગળ વધી રહ્યુ છે. મહામારીના સમયે પણ ભારતે વિશ્વના અનેક દેશોને મદદ કરીને વિશ્વગુરુની ફરજ નીભાવી હતી. ભારતના લોકોના આઈડિયા અને કામો હમેશા આ વિશ્વને ચોંકાવતા રહ્યા છે. ભારતના એક ગામની વાત પણ કઈક આવી જ આશ્ચર્યમાં મુકે તેવી છે. ભારત ગામડાઓનો દેશ છે. ભલે શહેરો વધ્યા પણ, આજે પણ અનેક લોકો ગામોમાં શાંતિ અને સુખીથી રહે છે. દરેક ગામની પોતાની એક ખાસિયત છે. ઉત્તરપ્રદેશના કાનપુરના (UP Kanpur Village) આ ગામની પણ એક આવી જ ખાસિયત છે, જેને કારણે આ ગામને જમાઈઓનું ગામ કહેવામાં આવે છે. આ ગામનું નામ છે દામાદનપુરવા (Damadanpurwa).

કાનપુરના આ ગામમાં લગભગ 500 જેટલા લોકો રહે છે. તેમાં લગભગ 70 ઘરો છે. અને તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં 70માંથી 40 ઘરો ગામના જમાઈઓના છે. આ પરંપરા લગભગ 40-50 વર્ષ પહેલા શરુ થઈ હતી. ત્યાના વડીલોના કહેવા પ્રમાણે વર્ષ 1970માં આ ગામમાં રાજરાની નામની કન્યાના લગ્ન થયા બાદ તેના પતિ સાંવેર કઠેરિયા તેના સાસરીયામાં જ રહેવા લાગ્યા હતા.

આજ સુધી ચાલુ છે આ પરંપરા

સાંવરે કઠેરિયા પાસે જ્યારે રહેવા માટે જમીન ઓછી પડી ત્યારે ગામ પાસેની એક જમીન તેને આપી દેવામાં આવી. તે ત્યા જ તેની પત્ની સાથે ઘરજમાઈ બનીને રહેવા લાગ્યો. રાજરાનીના પતિ સાંવરે કઠેરિયા પછી અનેક કન્યાઓના લગ્ન બાદ જમાઈઓ આ ગામમાં જ જમીન લઈને રહેવા લાગ્યા. અહીંના સૌથી ઉંમરવાળા ઘર જમાઈની ઉંમર 78 વર્ષ છે.

આજનું રાશિફળ તારીખ : 27-09-2024
ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video
IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ ટીમે સૌથી વધુ કોચ બદલ્યા
તમાકુના વ્યસનથી છૂટકારો નથી મળતો? તો અપનાવો પ્રેમાનંદજી મહારાજનો આ ઉપાય

તમને જાણીને નવાઈ લાગશે કે ઉત્તર પ્રદેશના આ ગામમાં આ પરંપરા આજે પણ ચાલુ છે. ત્રીજી પેઢીના જમાઈઓ પણ આજે આ ગામમાં પહેવા લાગ્યા છે.  આ ગામમાં દીકરી, ઘરજમાઈ અને પુરો પરિવાર ખુશીથી જીવન જીવે છે. લોકોનું કહેવુ છે કે જમાઈને ગામમાં મફતમાં જમીન મળે છે તેથી તેઓ આ ગામમાં ઘરજમાઈ બનીને જીવન સુખીથી જીવે છે.આ ગામ ઉત્તર પ્રદેશમાં ઘણુ પ્રખ્યાત છે. લોકો આ ગામની વાર્તા સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ જાય છે.

Next Article