આપણી ધરતી પર છે 200 લાખ કરોડ કીડીઓ, આ રીતે કરવામાં આવી કીડીઓની વસ્તી ગણતરી

આ કીડી પર તમે બાળપણમાં અનેક વાર્તાઓ સાંભળી હશે. આ કીડીઓને તમે ઘરમાં રસોડોમાં, ઘરમાં, ઓફિસમાં વગેરે જગ્યાએ જોઈ હશે. પણ ક્યારેક વિચાર આવ્યો તમને કે આખી દુનિયામાં કેટલી કીડીઓ (Ants) હશે. એક અભ્યાસ પરથી આ વાતનો ખુલાસો થયો છે.

આપણી ધરતી પર છે 200 લાખ કરોડ કીડીઓ, આ રીતે કરવામાં આવી કીડીઓની વસ્તી ગણતરી
200 lakh crore ants
Image Credit source: TV9 gfx
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 21, 2022 | 6:51 PM

Viral News : આ વિશાળ ધરતી ફક્ત માનવજાતિની નથી, અહીં અનેક પ્રકારના જીવ-જંતુ, પ્રાણીઓ, પક્ષીઓ, દરિયાઈ જીવો રહે છે. દુનિયાભરના કુદરતી શ્રોત પર માનવજાતિ સહિત આ તમામનો અધિકાર હોય છે. સૌ સાથે મળીને કુદરત પાસેથી ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરે છે અને તેનું સન્માન પણ કરે છે. પણ જ્યારે તેનો અનાદર થાય છે ત્યારે તેનો પ્રકોપ તમામ જીવોને સહન કરવો પડે છે. તમારી આસપાસ અનેક જીવો તમે જોયા હશે. તેમાંની જ એક છે કીડી. આ કીડી પર તમે બાળપણમાં અનેક વાર્તાઓ સાંભળી હશે. આ કીડીઓને તમે ઘરમાં રસોડોમાં, ઘરમાં, ઓફિસમાં વગેરે જગ્યાએ જોઈ હશે. પણ ક્યારેક વિચાર આવ્યો તમને કે આખી દુનિયામાં કેટલી કીડી(Ants) હશે. એક અભ્યાસ પરથી આ વાતનો ખુલાસો થયો છે.

આપણે જાણીએ છે કે ઘરમાં કે કોઈપણ જગ્યાએ થોડી પર ખાવાની વસ્તુ પડી હોય, તો ત્યાં થોડા સમયમાં કીડીઓનું ઝુંડ આવી જ જાય છે. આપણામાંથી મોટોભાગના લોકો લાલા અને કાળી આમ બે પ્રકારની કીડીઓ વિશે જાણીએ છે પણ તેની બીજી ઘણી પ્રજાતિઓ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘરતી પર માણસો કરતા વધારે કીડીઓ છે. અને કદાચ આ ધરતી પર કોઈપણ જીવ કરતા વધારે જન સંખ્યા આ કીડીઓની છે.

આપણી ધરતી પર છે આટલી કીડીઓ

વૈજ્ઞાનિકોની એક ટીમના અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે કે આખી દુનિયામાં 20 Quadrillion એટલે કે 200 લાખ કરોડ કીડીઓ છે. આપણી વિશાળ ધરતી પર નાનું કદ ધરાવતી 20,000,000,000,000,000 કીડીઓ છે. તમને જણાવી દઈએ કે આ તમામ કીડીઓ મળીને ધરતી પર 1.20 કરોડ ટન ડ્રાય કાર્બન બનાવે છે. ધરતી પરના અન્ય પશુ-પક્ષીઓ મળીને પણ આટલો કાર્બન નહીં બનાવી શકે. આ ડ્રાય કાર્બનનું વજન પૃથ્વી પરના માણસોના વજનના પાંચમાં ભાગનું છે.

ધરતી માટે કીડીઓ ભજવે છે મહત્વનો ભાગ

કીડીઓ પ્રકૃતિનો મહત્વનો ભાગ છે. તે ધરતીની માટીમાં હવાનું સ્તર બનાવી રાખે છે. તે ફૂડ ચેઈનનો મહત્વનો ભાગ છે. તે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તે બીજા જીવો માટે રહેવા લાયક સ્થળ બનાવે છે. 200 લાખ કરોડ કીડીઓ આ કામ રોજ કરે છે. એક પ્રસિદ્વ બાયોલોજિસ્ટ એડવર્વ ઓ વિલ્સનને કીડીઓ માટે કહ્યુ હતુ કે, આ નાના જીવો જ આખી દુનિયાને સંચાલિત કરે છે.

આ રીતે થઈ કીડીઓની વસ્તી ગણતરી

દુનિયાની કીડીઓની વસ્તી ગણતરી કરવીએ માણસોની વસ્તી ગણતરી કરવા કરતા પણ લાખ ગણી મુશ્કેલ વસ્તુ છે. એક એક કીડીઓની ગણતરી કરતા કદાચ હજાર વર્ષ લાગી જાય એમ છે. જણાવી દઈએ કે વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવેલો આ આંકડો ભૂતકાળમાં થયેલા 498 કીડીઓના અભ્યાસ પરથી જાહેર કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ અલગ અલગ ભાષાના કીડીઓના અભ્યાસ આવીને આ કીડીઓની ગણતરી કરી છે. આ અભ્યાસ ફ્રેન્ચ, જર્મન, રુસી , મેંડેરિન જેવી અનેક ભાષાઓમાં હતા.

ધરતી પર છે કીડીની 15,700 પ્રજાતિ

આપણી ધરતી પર કીડીની 15,700 પ્રજાતિઓ અને ઉપ-પ્રજાતિઓ છે. તેમાની ઘણી પ્રજાતિના તો નામ હજુ સુધી આપી શકાયા નથી. આ કીડી પાસેથી માનવજાતે સામાજિક સંરચના, શિસ્ત અને એકબીજા સાથેના તાલમેલના પાઠ શીખવા જોઈએ. કીડીઓની સંખ્યા અને તેમના દ્વારા નીકાળવામાં આવેલા ડ્રાય કાર્બનની તપાસ પરથી જાણી શકાય છે ધરતી પર કેટલું જળવાયુ પરિવર્તન થઈ રહ્યુ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati