
નવેમ્બર 1946, એટલે કે આઝાદી મળવાના લગભગ એક વર્ષ પહેલા. મેરઠમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન ચાલી રહ્યું હતું. જેમાં સરદાર પટેલે પાકિસ્તાનની વાત કરનારાઓને લલકાર્યા હતા. પટેલે કહ્યું, આપ જે પણ કરો, પ્રેમ અને શાંતિના માર્ગ પર કરો. બની શકે કે આપ સફળ પણ થઇ જાઓ. પરંતુ એક વાત યાદ રાખજો. તલવારનો જવાબ તલવારથી જ આપવામાં આવશે. સરદારે કોને કહ્યુ તલવારનો જવાબ તલવારથી અપાશે? સરદાર પટેલના આ શબ્દો ‘તલવારનો જવાબ તલવારથી જ આપવામાં આવશે’, આગની જેમ સમગ્ર અધિવેશનમાં ફેલાઈ ગયો. હવે જવાહરલાલ નેહરુથી રહેવાયું નહીં, નરમપંથી જો હતા. તેમણે જાહેરાત કરી દીધી કે વચગાળાની સરકારમાંથી કોંગ્રેસના તમામ મંત્રીઓ રાજીનામું આપી શકે છે. પરંતુ પટેલે પોતાનું રાજીનામું મોકલ્યું નહીં, એને તેની જ સામે મુંબઈમાં ફરીથી એક ભાષણ આપ્યું. આ ભાષણમાં પટેલે કહ્યું કે મારો વચગાળાની સરકારમાંથી રાજીનામું આપવાનો કોઈ ઈરાદો નથી. ભલે મારા સાથી (નેહરુ) રાજીનામું આપી દે, હું મારા પદ પર બની રહીશ. પટેલનું આ ભાષણ નેહરુની સાથે એક પ્રકારનું એલાન-એ-જંગ હતું. આ...
Published On - 8:36 pm, Fri, 31 October 25