Microplastics પહોંચાડી રહ્યું છે નુકસાન ! સિગારેટથી લઈને કોસ્મેટિક સુધી આ વસ્તુઓમાં હોય છે હાજર
યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વસ્તુઓના સતત ઉપયોગથી પૃથ્વી પર પ્લાસ્ટિક વધી રહ્યું છે, કારણ કે તેમાં માઇક્રો પ્લાસ્ટિક જોવા મળે છે.
લગભગ દરેક વ્યક્તિ જાણે છે કે પ્લાસ્ટિક આપણા પર્યાવરણ માટે કેટલું જોખમી છે. પરંતુ, શું તમે માઇક્રો પ્લાસ્ટિક (Microplastics) વિશે જાણો છો? હા, માઇક્રો પ્લાસ્ટિક. તમને જાણીને નવાઈ લાગશે કે કપડા, સિગારેટ, સૌંદર્ય પ્રસાધનો વગેરેમાં માઇક્રો પ્લાસ્ટિક જોવા મળે છે, જે તમારા સ્વાસ્થ્ય અને પૃથ્વી બંને માટે ખૂબ જ જોખમી છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વસ્તુઓના સતત ઉપયોગથી પૃથ્વી પર પ્લાસ્ટિકના ઢગલા વધી રહ્યા છે, કારણ કે તેમાં માઇક્રો પ્લાસ્ટિક જોવા મળે છે.
આ પણ વાંચો: Rahul Gandhi in White House: પહેલા ઈમરાનની સરકાર પાડી હવે રાહુલ ગાંધી સાથે મુલાકાત, વાંચો કોણ છે ડોનાલ્ડ લુ?
માઇક્રોપ્લાસ્ટિક ચેન
પ્લાસ્ટિકના નાના કણો એટલે કે માઇક્રોપ્લાસ્ટિક્સ ફેક્ટરીઓ દ્વારા દરિયામાં ફેંકવામાં આવે છે. પછી માછલીઓ અથવા દરિયાઈ જીવો તેને ગળી જાય છે. આ કારણે દરિયાઈ જીવોને ભૂખ ઓછી લાગે છે. આ કારણે તેમના વર્તન અને ડીએનએમાં પણ ફેરફાર જોવા મળે છે. ઘણા જીવોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હવે જો કોઈ વ્યક્તિ સી-ફૂડ ખાય છે, તો આ માઇક્રો પ્લાસ્ટિક તેના શરીરમાં પણ પ્રવેશ કરે છે. જેના કારણે શરીરમાં ઘણા ખતરનાક ફેરફારો જોવા મળે છે.
UNEPની મરીન અને ફ્રેશવોટર બ્રાન્ચના વડા લેટિસિયા કાર્વાલ્હોના જણાવ્યા અનુસાર, માઇક્રોપ્લાસ્ટિકના કારણે દરિયાઇ જીવોની સાથે મનુષ્યો પર ખતરો તો હમણાં જ શરૂ થયો છે. તેને વધતા અટકાવી શકાય છે. તેમના મતે આ દિશામાં કામ કરીને મનુષ્ય અને પ્રાણીઓના સ્વાસ્થ્યમાં વધારો કરી શકાય છે.
માઇક્રોપ્લાસ્ટિકનું ડેઈલી યુઝ સાથે કનેક્શન
- 1. દરિયા કિનારે સિગારેટમાંથી બનાવેલ માઇક્રો પ્લાસ્ટિકનો ઘણો કચરો જોવા મળે છે. ઘણા લોકો આ વાતથી અજાણ હોય છે, પરંતુ સિગારેટના ફિલ્ટરમાં પ્લાસ્ટિક હોય છે, જેને સેલ્યુલોઝ એસિટેટ ફાઈબર તરીકે પણ ઓળખવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે 100 કરોડ લોકો દર વર્ષે 6 લાખ કરોડ સિગારેટ પીવે છે. આ લોકો ભયંકર રીતે તેમના જીવનની સાથે સાથે અન્ય લોકોના જીવનને પણ જોખમમાં મૂકી રહ્યા છે.
- 2. કપડાંમાંથી પણ માઈક્રો પ્લાસ્ટિક નીકળે છે. તે પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક કાપડમાં જોવા મળે છે. કપડાના કિસ્સામાં, માઇક્રોપ્લાસ્ટિક્સને માઇક્રોફાઇબર પણ કહેવામાં આવે છે. પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિકના કપડા ધોતી વખતે આ માઇક્રો પ્લાસ્ટિક બહાર આવે છે અને દરિયામાં ભળી જાય છે.
- 3. શું તમે જાણો છો કે તમે જે સાબુ, ટૂથપેસ્ટ, ડિઓડરન્ટ વગેરેનો ઉપયોગ કરો છો, તેને ટેક્સચર આપવા માટે માઇક્રોપ્લાસ્ટિક્સ સાથે મિશ્ર કરવામાં આવે છે. આ ઉત્પાદનોમાં મિશ્રણ કરવા માટે ખાસ માઇક્રોપ્લાસ્ટિક તૈયાર કરવામાં આવે છે. આ ઉત્પાદનોનો ઉપયોગ કરીને, માઇક્રો પ્લાસ્ટિક સીધી આપણી ત્વચામાં જાય છે.
લિપસ્ટિક અને લિપબામ્સમાં પણ માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા છે, જે સીધા તમારા આંતરડામાં જાય છે. ત્વચા પર ઉપયોગમાં લેવાતા ઉત્પાદનોમાં જોવા મળતું માઇક્રો પ્લાસ્ટિક ત્વચા પર રહે છે, જે સ્નાન કર્યા પછી સમુદ્રમાં જાય છે.