પુરૂષોની પ્રજનન ક્ષમતામાં થઈ રહ્યો છે ઘટાડો, જાણો વંધ્યત્વના કારણો

બદલતી લાઈફસ્ટાઈલ , ખરાબ ખાનપાન, અનિયમિતતા અને કેટલીક કુટેવોને કારણે દુનિયામાં અનેક લોકો સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો સામનો કરતા હોય છે. તેમાની જ એક સમસ્યા છે વંધ્યત્વની સમસ્યા (infertility problem).

પુરૂષોની પ્રજનન ક્ષમતામાં થઈ રહ્યો છે ઘટાડો, જાણો વંધ્યત્વના કારણો
Knowledge News
Image Credit source: pixabay
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 01, 2022 | 7:28 PM

બદલાતી લાઈફસ્ટાઈલ  ખરાબ ખાનપાન, અનિયમિતતા અને કેટલીક કુટેવોને કારણે દુનિયામાં અનેક લોકો સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો સામનો કરતા હોય છે. તેમાંની જ એક સમસ્યા છે વંધ્યત્વની સમસ્યા (infertility problem). વંધ્યત્વના તમામ કેસોમાં 50 ટકા પુરૂષ સંબંધિત સમસ્યાઓ જવાબદાર છે. વંધ્યત્વને ઘણીવાર સ્ત્રીઓની સમસ્યા તરીકે જોવામાં આવે છે અને સ્ત્રીઓને નિઃસંતાન (infertility) હોવાના બોજનો સામનો કરવો પડે છે. ભારતમાં વંધ્યત્વની સ્થિતિ અંગેના WTOના નવા મૂલ્યાંકન મુજબ તમામ વંધ્યત્વના અડધાથી વધુ કેસો પુરુષો સાથે સંબંધિત છે, જે પુરૂષની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવાને કારણે થાય છે.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડોકટરો અનુસાર ભારતમાં દર વર્ષે લગભગ 1.2 કરોડ યુગલો વંધ્યત્વની તપાસ કરાવે છે. તેમને જાણવા મળ્યું કે ત્રણ દાયકા પહેલા સામાન્ય ભારતીય યુવાનોના શુક્રાણુઓની સંખ્યા 60 મિલિયન પ્રતિ ML હતી, તે હવે લગભગ 20 મિલિયન છે.

સ્ત્રીઓમાં જોવા મળતી વય સાથે વંધ્યત્વનું જોખમ પણ વધે છે. નિષ્ણાતો અનુસાર પુરૂષ પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. નબળી જીવનશૈલી, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, વધુ તણાવપૂર્ણ કાર્યશૈલી, ખરાબ આહાર, પ્રદુષણ અને ધૂમ્રપાનને કારણે પણ પુરૂષ વંધ્યત્વ દરમાં વધારો થયો છે. તમાકુનો ઉપયોગ શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો અને શુક્રાણુ ઉત્પન્ન કરવાની ક્ષમતા પર તેની અસર સાથે પણ સંકળાયેલ છે. ધૂમ્રપાન અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી પુરુષના શુક્રાણુ પર નકારાત્મક અસર કરે છે.

પુરુષોમાં વંધ્યત્વના કારણો

જીવનશૈલી: ઓછી શારીરિક પ્રવૃત્તિ સાથે બેઠાડુ જીવનશૈલી શુક્રાણુઓની ગુણવત્તા અને જથ્થા તેમજ રોગપ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર કરે છે.

તણાવ: તણાવની ભાવનાત્મક અને શારીરિક અસરો હોય છે, જ્યારે તે જાતીય અસરો પણ કરી શકે છે. તાણ કોકોર્ટિકોઈડ્સ અથવા સ્ટીરોઈડ હોર્મોન્સના ઉત્પાદનને વેગ આપે છે, જે કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન પાચનની પ્રક્રિયાને અસર કરે છે, ટેસ્ટોસ્ટેરોનનું સ્તર અને શુક્રાણુના ઉત્પાદનમાં ઘટાડો કરે છે.

ડ્રગ: સ્ટેરોઈડ્સ, પેઈનકિલર્સ,ગાંજાથી દૂર રહેવુ જોઈએ. સ્ટેરોઇડ્સનો ઉપયોગ કેટલાક લોકો શરીર બનાવવા અને તેમની ફિટનેસ દિનચર્યા અથવા એથલેટિક ક્ષમતાઓને સુધારવા માટે કરે છે, જેનાથી હોર્મોનલ પ્રક્રિયાઓમાં ફેરફાર થાય છે અને શુક્રાણુ ઉત્પાદનનું નિયમન થાય છે. નાર્કોટિક્સ શુક્રાણુઓના ઉત્પાદનને અસર કરી શકે છે અને તેમની ગુણવત્તા ઘટાડી શકે છે.

તંબાકુ, દારુ અને બિનઆરોગ્યપ્રદ આહાર : ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યુ છે કે દારુ, તંબાકુ અને બિનઆરોગ્યપ્રદ આહાર જેમ કે જંક ફુડ પુરુષના શુક્રાણુ પર અસર કરે છે. જેથી તેનું સેવન સમજી વિચારીને કરવુ.

વંધ્યત્વથી બચવાના ઉપાયો

વંધ્યત્વથી બચવા માટે પ્રદૂષણથી દૂર રહેવું, આલ્કોહોલનું સેવન અને ધૂમ્રપાન ઓછું કરવું, ભેળસેળવાળો ખોરાક ટાળવો, કેમિકલયુક્ત ખોરાક ટાળવો તેમજ અંડકોષને વધુ ગરમી આપતી પ્રવૃત્તિઓથી દૂર રહેવું, જેથી શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાની સમસ્યા ન રહે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati