
જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ જાણકારી તમારા માટે કામની છે. ટ્રેનમાં સામાન રહી જવો એક સામાન્ય વાત છે પણ ઘણી વખત બેગમાં કિમતી સામાન પણ હોય છે, ત્યારે સામાન પરત લાવવા માટે કેટલીક જગ્યાએ સર્ચ કરતા રહીએ છીએ પણ નિરાશા હાથ લાગે છે પણ તમારી સાથે આવુ ના થાય એટલે અમે તમને એક એવી વેબસાઈટ વિશે જણાવીશું, જેમાં તમને ખોવાયેલો સામાન પરત મળી જશે. ભારતીય રેલવે પોતાના મુસાફરોની સુવિધા માટે Mission Amanat ચલાવી રહ્યું છે. જેમાં મુસાફરોના રહી ગયેલા સામાનનો ફોટો પાડીને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે. તેનાથી મુસાફર આ વેબસાઈટ પર જઈ પોતાના સામાન માટે ક્લેમ કરી શકે છે.
આ ઓપરેશન હેઠળ રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરોને પોતાના ભૂલી ગયેલા કે ટ્રેનમાં રહી ગયેલા સામાનની ચિંતા નહીં રહે. જો કોઈ પેસેન્જરનો સામાન રહી જાય છે તો રેલવેના વેરહાઉસમાં મોકલી દેવામાં આવતો હતો પણ હવે આ સામાનનો ફોટો પાડીને Mission Amanat નામની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે. જે પણ મુસાફરનો સામાન ખોવાઈ જાય છે કે ભૂલી જાય છે તો આ વેબસાઈટ પર જઈને ચેક કરી શકે છે. પોલીસ પોતાના રેલવે ઝોનની ઓફિશિયલ વેબસાઈટ પર ફોટો શેયર કરી દે છે. તમે સામાનને વેરિફાઈ કરાવીને મેળવી શકો છો.
જો કોઈ સામાન રેલવે સ્ટેશન પર ભૂલી જાય છે તો તેની જાણકારી માટે તમે વેસ્ટર્ન રેલવે ઓફિશિયલ પર જઈને ચેક કરી શકો છો. અહીં તમને Passenger and freight servicesનો એક ઓપ્શન મળશે, તેની પર ક્લિક કરો. ત્યારબાદ તમને તમારા સામાનની ડિટેલ અને કોન્ટેક્ટ કરવાનો નંબર મળી જશે. આ વેબસાઈટ પર જઈ તમે સામાનની જાણકારી લઈ શકો છો.
અહીં માત્ર ખોવાયેલા સામાન કે ભૂલી ગયેલા સામાનની જાણકારી મેળવી શકાય છે. જો તમારો સામાન ચોરી થઈ જાય છે તો તમારે તેની ફરિયાદ અલગથી કરવી પડશે.