
રેશનકાર્ડ એક એવો ઉપયોગી દસ્તાવેજ છે. જેના દ્વારા દરેક જરૂરિયાતમંદ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે. સરકાર જરૂરિયાતમંદો માટે નવી નવી યોજનાઓ લાવે છે. આ તમામ યોજનાઓનો લાભ ત્યારે જ મળી શકે છે, જ્યારે તમારી પાસે રેશન કાર્ડ હોય. ત્યારે જે લોકોનું રેશનકાર્ડ હજી સુધી નથી બન્યું અને જરૂરિયાતમંદ છે. તેઓ પોતાના માટે રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. આ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.
રેશકાર્ડ ઓનલાઈન બનાવવા માટે તમારા એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ/મતદાર આઈડી કાર્ડ, વીજળી બિલ અથવા યુટિલિટી બિલનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમારી પાસે આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ દસ્તાવેજ જરૂરી છે જેથી જેની જરૂર હોય તેમને જ તેનો લાભ મળી શકે.
આ પણ વાંચો તમને ફોન કે લેપટોપ પર Google Ads વારંવાર કરે છે પરેશાન? આ સરળ રીતે હંમેશા માટે કરી દો બંધ