EVM પર ક્યા ઉમેદવારનું નામ ક્યા ક્રમાંકે એ કેવી રીતે નક્કી થાય? જાણો તેના નિયમો વિશે
તે બધા વચ્ચે સવાલ એ થાય કે ક્યા ઉમેદવારનું નામ ઈવીએમ પર કઈ જગ્યા એ આવશે તે કેવી રીતે નક્કી થાય છે. તેની પાછળ એક ખાસ નિયમ છે. ચાલો જાણીએ આ નિયમ વિશે.
આઝાદી પછી ભારતમાં મતદાન સમયે બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો પણ જેમ જેમ દેશમાં ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ચૂંટણીઓ પણ આધુનિક બનતી ગઈ. હવે મતદાન સમયે EVM અને VVPATનો ઉપયોગ કરવામાં આવે છે. મતદાન મથક પર જે મશીન પર મતદાતા વોટ આપે છે તે EVMનું ફુલ ફોર્મ છે Electronic Voting Machine. અને મતદાન બાદ જે મશીનમાં મતદાતા પોતાનો વોટ કન્ફોર્મ કરે છે તે VVPATનું ફુલ ફોર્મ છે Voter verifiable paper audit trail. ઈવીએમ પર સમયની સાથે સાથે અનેક પ્રકારના ફેરફાર થયા.
આજના સમયમાં ઈવીએમ પર ઉમેદવારોના નામ, પક્ષના ચિન્હની સાથે સાથે હવે તેમના ફોટો પણ જેવા મળે છે. તે બધા વચ્ચે સવાલ એ થાય કે ક્યા ઉમેદવારનું નામ ઈવીએમ પર કઈ જગ્યા એ આવશે તે કઈ રીતે નક્કી થાય છે. તેની પાછળ એક ખાસ નિયમ છે. ચાલો જાણીએ આ નિયમ વિશે.
ઈવીએમ અથવા બેલેટ પેપર પર ઉમેદવારનું સ્થાન પર એ કેવી રીતે નક્કી થાય?
- અધિનિયમ, 1951ની કલમ 38 અનુસાર ઉમેદવારોના નામ પક્ષના આધાર પરથી નક્કી કરવામાં આવે છે.
- ઈવીએમ અથવા બેલેટ પેપર પર પ્રથમ સ્થાન માન્ય રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોને મળે છે. એટલે કે દરેક લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા જેવી ચૂંટણીના મતદાન સમયે ઈવીએમ અથવા બેલેટ પેપર પર ભાજપ અને કોંગ્રેસ જેવી માન્ય રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોના નામ પહેલા દેખાશે.
- ત્યારબાદ ઈવીએમ અથવા બેલેટ પેપર પર નોંધાયેલા રાજકીય પક્ષોના ઉમેદવારોના નામ જોવા મળશે. આ પક્ષો મોટે ભાગે રાજ્ય સુધી જ સીમિત હોય છે.
- અંતે અપક્ષના ઉમેદવારોના નામ જોવા મળે છે.
- દરેક સ્તર પર ઉમેદવારોના નામના આધારે તેમના ક્રમાંક નક્કી કરવામાં આવે છે. જો ઉમેદવારોના નામ સરખા હોય તો તેમની અટક અને પિતાના નામ પરથી તેમના ક્રમાંક નક્કી કરવામાં આવે છે.
ભારતમાં પહેલીવાર ઈવીએમનો ઉપયોગ વર્ષ 1982ની ચૂંટણીમાં કેરળની 70-પારુર વિધાનસભા ચૂંટણીના મતદાન સમયે થયો હતો. વર્ષ 2004ની ચૂંટણી પછી ભારતમાં લોકસભા અને દરેક વિધાનસભમાં મતદાન માટે ઈવીએમનો ઉપયોગ થવા લાગ્યો હતો. જે દેશમાં એક સમયે માત્ર કાગળો પર મોહર મારીને મતદાન થતુ હતુ, તે દેશમાં હવે એક બટનને આંગળી દબાવીને મતદાન કરવામાં આવે છે. ઈવીએમ 6 વોલ્ટની સાધારણ બેટરીથી ચાલે છે. આ ઈવીએમનું નિર્માણ ‘ઈલેક્ટ્રોનિક્સ કોપોર્રેશન ઓફ ઈન્ડિયા લિમેટેડ, હૈદરાબાદ’ અને ‘ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેંગ્લોર’ દ્વારા કરવામાં આવે છે. વર્તમાનમાં એક ઈવીએમની કિંમત 17 હજાર રુપિયા હોય છે.