Indian Railways
GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : GK Quiz : ગુજરાતના પ્રખ્યાત ઉત્ત્સવ વિશે તેમજ રાજ્ય કોની સાથે સરહદ ધરાવે છે? જાણો નોલેજ
- સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-44 કેટલા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થાય છે? 12
- ભારતમાં સૌથી મોટી સિંચાઈ નહેર કઈ છે? ઈન્દિરા ગાંધી કેનાલ
- ઝાનોર-ગાંધાર થર્મલ પાવર સ્ટેશન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત
- પખુઇ વન્યજીવ અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? અરુણાચલ પ્રદેશ
- પ્રખ્યાત મરિના બીચ ભારતના કયા મેદાનનો એક ભાગ છે? પૂર્વીય તટીય મેદાન
- ભારતના કયા ટાપુઓમાં સક્રિય જ્વાળામુખી જોવા મળે છે? બંજર દ્વીપ
- ભારત-મ્યાનમાર મૈત્રી રોડ ભારતના નીચેનામાંથી કયા રાજ્યને મ્યાનમાર સાથે જોડે છે? મણિપુર
- ભારતનું એકમાત્ર એવું ક્યું રાજ્ય છે જ્યાં કેસરનું ઉત્પાદન થાય છે? જમ્મુ અને કાશ્મીર
- રેડક્લિફ લાઇન ક્યાં 2 દેશ વચ્ચેની સીમા છે? ભારત અને પાકિસ્તાન
- ભારતીય રેલવે કેટલા ઝોનમાં વહેંચાયેલું છે? 18
ભારતીય રેલવે ઝોનમાં વિભાજિત છે અને આ ઝોનને વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ઝોનમાં વિભાગીય મુખ્યાલય છે. દરેક વિભાગનું નેતૃત્વ ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) દ્વારા કરવામાં આવે છે, જે ઝોનના જનરલ મેનેજર (જીએમ)ને રિપોર્ટ કરે છે. ભારતીય રેલવેમાં કુલ 18 ઝોન અને 73 વિભાગો છે.
નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો