ચંદ્ર પર કબ્જો કરવાની રેસ ! ડ્રેગનનો બેઝ સ્ટેશન બનાવવાનો નિર્ણય, નાસાએ આપી આ પ્રતિક્રિયા

ઈન્ટરનેશનલ સ્પેસ રિસર્ચમાં અમેરિકાનું વર્ચસ્વ ઘટાડવાના ઉદ્દેશ્યથી ચીને આ બેઝ સ્ટેશન બનાવવાનો નિર્ણય કર્યો છે. ચીને આ યોજનાને 2028 સુધીમાં પૂર્ણ કરવાનું કહ્યું છે.

ચંદ્ર પર કબ્જો કરવાની રેસ ! ડ્રેગનનો બેઝ સ્ટેશન બનાવવાનો નિર્ણય, નાસાએ આપી આ પ્રતિક્રિયા
Symbolic Image Image Credit source: Pixabay/Pexels
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 4:58 PM

વૈશ્વિક સ્તરે ફરી એકવાર ચંદ્ર પર જવાની રેસ તેજ થઈ ગઈ છે. વિશ્વના તમામ શક્તિશાળી દેશો દ્વારા ચંદ્ર પર કાયમી વસવાટ માટે યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ચીને ચંદ્ર પર એક મોટું બેઝ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે. ઈન્ટરનેશનલ સ્પેસ રિસર્ચમાં અમેરિકાનું વર્ચસ્વ ઘટાડવાના ઉદ્દેશ્યથી ચીને આ બેઝ સ્ટેશન બનાવવાનો નિર્ણય કર્યો છે. ચીને આ યોજનાને 2028 સુધીમાં પૂર્ણ કરવાનું કહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઝ સ્ટેશન ન્યુક્લિયર પાવર પર આધારિત હશે. આનાથી અવકાશયાત્રીઓને ભવિષ્યમાં ચંદ્ર પર શરૂ થનારા મિશનમાં મદદ મળશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

2028 સુધીમાં પૂર્ણ થશે મોટું લક્ષ્ય!

ચીનના મૂન એક્સપ્લોરેશન પ્રોગ્રામના ચીફ વુ વીરાને ચીનની એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, અમે હવે અમારું પોતાનું બેઝ સ્ટેશન સ્થાપવા જઈ રહ્યા છીએ. આ નવી સિસ્ટમ ચંદ્ર પરના સ્ટેશનની ઉચ્ચ ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરશે. અમારા અવકાશયાત્રીઓ 10 વર્ષમાં ચંદ્ર પર પહોંચી જશે. અમે આ સ્ટેશનને ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસમોસ સાથે મળીને વિકસાવી રહ્યા છીએ અને તે વર્ષ 2028 સુધીમાં પૂર્ણ થશે.

એક મેગાવોટ વીજ ઉત્પાદન

ચીની મીડિયાના અહેવાલો અનુસાર, આ બેઝ સ્ટેશન 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે, જે એક વર્ષ માટે સેંકડો ઘરોને વીજળી આપવા માટે પૂરતી છે. પરમાણુ ઉર્જામાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ઓક્સિજન ઉત્પન્ન કરવા, સાધનો ચલાવવા અને પાણી કાઢવા જેવી અન્ય બાબતો માટે કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મેકેક્સિન ગ્લોબલના રિપોર્ટ અનુસાર, ચીન દ્વારા સ્થાપિત કરવામાં આવી રહેલા આ બેઝ સ્ટેશનમાં મુખ્યત્વે લેન્ડર, હોપર, ઓર્બિટર અને રોવર તૈયાર કરવામાં આવશે. આ ચંદ્ર સ્ટેશનને ચલાવવા માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવામાં આવશે. હાઈ પાવર એનર્જીને કારણે તે બેઝ સ્ટેશનને લાંબા સમય સુધી ચલાવવામાં મદદ કરશે.

ઓક્સિજન ઉત્પાદન અને પાણીની શોધ

પરમાણુ ઉર્જા પ્રણાલીઓ તે સંચાર પ્રણાલીઓને ઊર્જા પૂરી પાડવા માટે કામ કરશે, જે પૃથ્વી સાથે સતત સંપર્ક જાળવી રાખવા માટે કામ કરશે. આ ઉપરાંત આ ઉર્જા ચંદ્રની સપાટી પરથી પાણી કાઢવામાં અને ત્યાંના મુસાફરો માટે ઓક્સિજન ઉત્પન્ન કરવામાં મદદ કરશે. સ્ટેશનમાં મોટા રોવર લગાવવામાં આવશે જેનો ઉપયોગ પરિવહન માટે કરવામાં આવશે. આ સાથે, હોપર્સ આગામી પેઢીના વાહનો હશે, જે ક્રોટરમાંથી બહાર આવીને પાણી શોધવાનું કામ કરશે.

ડ્રેગન પર અંકલ સેમની પ્રતિક્રિયા

ચીનની આ જાહેરાત પર અમેરિકન સ્પેસ એજન્સી નાસાની પ્રતિક્રિયા સામે આવી છે. નાસાનું કહેવું છે કે ચીન ચંદ્ર પર કબજો કરવાના ઉદ્દેશ્ય સાથે તેના લશ્કરી અંતરિક્ષ કાર્યક્રમના ભાગરૂપે આને વિચારી રહ્યું છે. જો કે, બેઇજિંગે આ આરોપને સદંતર ફગાવી દીધો છે. આપને જણાવી દઈએ કે 2013માં ચીને ચંદ્ર પર પહેલું માનવરહિત લેન્ડિંગ કર્યું હતું. હવે આ દેશ આ દાયકાના અંત સુધીમાં તેના અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવાની આશા રાખી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">