Baba Vanga Predictions 2023: બાળકો લેબમાં જન્મશે,એલિયન્સ પૃથ્વી પર કરશે હુમલો ! 2023 માટે બાબા વેંગાની ચેતવણી

વિશ્વ પ્રસિદ્ધ 'બાબા વાંગા'(Baba vanga) એ પણ 2023 વિશે કેટલીક ભવિષ્યવાણીઓ કરી છે જે ખૂબ જ ભયાનક છે. તેણે આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે,તેણે 2023 માટે શું આગાહી કરી હતી અને બાબા વેંગા કોણ હતા? એ જાણવા આ લેખ વાંચો.

Baba Vanga Predictions 2023: બાળકો લેબમાં જન્મશે,એલિયન્સ પૃથ્વી પર કરશે હુમલો ! 2023 માટે બાબા વેંગાની ચેતવણી
Baba Vanga Predictions 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 3:35 PM

વિશ્વમાં પ્રખ્યાત બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. બાબા વેંગા બીજા વિશ્વ યુદ્ધથી 1996 માં તેમના મૃત્યુ સુધી ખૂબ જ પ્રખ્યાત રહ્યા. બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વેંગા હજુ પણ તેમની આગાહીઓ માટે જાણીતા છે. એવું કહેવાય છે કે બાબા વેંગાએ તેમના અનુયાયીઓ માટે 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. તેમના અનુયાયીઓનું માનવું છે કે બાબા વેંગાએ 9/11થી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ બનવા સુધી ભવિષ્યવાણી કરી હતી.

બાબા વેંગાએ 2022 માટે કેટલીક ભવિષ્યવાણીઓ પણ કરી હતી. તે જ સમયે, બાબા વેંગાએ 2023 વિશે કેટલીક આગાહીઓ પણ કરી હતી. હવે તેમાંથી કેટલી આગાહી સાચી પડે છે અને કેટલી ખોટી તે તો આવનારા વર્ષમાં જ ખબર પડશે. બાબા વેંગાએ સત્તાવાર રીતે તેમની આગાહીઓ રેકોર્ડ કરી નથી, તેથી તે હજી પણ ચર્ચામાં છે કે તેણે ખરેખર શું કહ્યું અને શું ન કહ્યું. જોકે કેટલીક ખાસ આગાહીઓ છે જે આવતા વર્ષ સાથે જોડાયેલી છે.

વિનાશક સૌર તોફાન ?

2023 માટે બાબા વેંગાની સૌથી ચિંતાજનક આગાહીઓમાંની એક સૌર તોફાન વિશે હતી જે વિનાશનું કારણ બની શકે છે. સૌર તોફાન એટલે સૂર્યમાંથી નીકળતી ઉર્જાનો વિસ્ફોટ, જેના કારણે અનેક પ્રકારના ખતરનાક રેડિયેશન પૃથ્વી પર પડશે. તેમની અસર અબજો પરમાણુ બોમ્બ જેટલી શક્તિશાળી હોઈ શકે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

એલિયન્સ પૃથ્વી પર આવી શકે છે

આ સિવાય સૌથી ભયાનક આગાહી એ છે કે એલિયન્સ પૃથ્વી પર આવી શકે છે. ભવિષ્યવાણી મુજબ, વિશ્વ અંધકારમાં ઢંકાયેલું હોઈ શકે છે. તેણે દાવો કર્યો હતો કે જો આવનારા વર્ષે એલિયન્સ પૃથ્વી પર આવશે તો લાખો લોકો માર્યા જશે.

લેબોરેટરીમાં બાળકોનો જન્મ થશે

બાબા વેંગાની આગાહી અનુસાર, 2023માં માનવીય બાળકો પ્રયોગશાળાઓમાં તૈયાર કરવામાં આવી શકે છે. વિજ્ઞાનની સતત પ્રગતિને કારણે, લેબમાં બાળકોનો જન્મ થવાનો ખ્યાલ બાબા વેંગાની ભવિષ્યવાણીમાં સામેલ છે.

પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર?

2023 માટે બાબા વેંગાની આગાહીઓમાંની એક એ છે કે સૂર્યની આસપાસ ફરતી પૃથ્વી 2023માં પોતાનો માર્ગ બદલી શકે છે. આપણો ગ્રહ સૂર્યની આસપાસ ફરતી વખતે દર વર્ષે 584 મિલિયન માઇલનું અંતર કાપે છે. આ એક એવી યાત્રા છે જે સંપૂર્ણ ગોળાકારને બદલે અંડાકાર છે. આ કારણે તે અન્ય ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળથી પ્રભાવિત થાય છે. જેનો અર્થ છે કે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થઈ શકે છે. જો કે આવા ફેરફારો હજારો વર્ષોમાં એકવાર થાય છે. જો પૃથ્વીની ભ્રમણકક્ષામાં થોડો પણ ફેરફાર થાય તો તેની અસર ગંભીર બની શકે છે.

બાયોવેપન્સ પરીક્ષણ

બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે 2023માં એક મોટા દેશ દ્વારા મનુષ્યો પર બાયોવેપન ટેસ્ટ કરવામાં આવી શકે છે. જેના કારણે હજારો લોકોના મોત થઈ શકે છે.

વિશ્વ પ્રસિદ્ધ બાબા વેંગા છે

રિપોર્ટ અનુસાર બાબા વેંગા એક ફકીર હતા જે પોતાની આંખોથી જોઈ શકતા ન હતા. તે બલ્ગેરિયાની રહેવાસી હતી અને તેણે આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી સાબિત થઈ હતી. તેમનો જન્મ 1911માં થયો હતો અને 12 વર્ષની ઉંમરે તેમણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. જાણકારી અનુસાર, તેમની 85 ટકા ભવિષ્યવાણીઓ સાચી પડી છે, પરંતુ તેમના ઘણા દાવા ખોટા પણ સાબિત થયા છે.

એવું કહેવાય છે કે તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ ક્યાંય લખવામાં આવી ન હતી, પરંતુ આ આગાહીઓ બાબા વેંગાએ તેમના અનુયાયીઓને કહી હતી. બાબા વેંગાનું મૃત્યુ 1996 માં થયું હતું, પરંતુ તેમના મૃત્યુ પહેલા, તેમણે વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી કારણ કે તેમના અનુસાર વર્ષ 5079 માં વિશ્વનો અંત આવશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">