લગ્નની કંકોત્રીમાં નરેન્દ્ર મોદીને વોટ આપવાની અપીલ બાદ હવે જૂનાગઢમાં કોંગ્રેસને જીતાડવાની અપીલ કરતી કંકોત્રીની થઈ રહી છે ચર્ચા
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ-કોંગ્રેસ તરફથી અવનવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પહેલા જ્યારે લગ્નની કંકોત્રીમાં મોદીને વોટ આપવાની અપીલ કરાઈ હતી ત્યારે હવે ગુજરાતની એક વ્યક્તિએ પોતાના લગ્નની કંકોત્રીમાં કોંગ્રેસને વોટ આપવાની અપીલ છપાવી છે. જૂનાગઢના માળિયાના જલંઘર ગામમાં રહેતા ભાણજીભાઈ ખીમાભાઈ દવેએ પોતાના દીકરા અને દીકરીના લગ્નની કંકોત્રીમાં કોંગ્રેસનો પંજો છપાવ્યો […]
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ-કોંગ્રેસ તરફથી અવનવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પહેલા જ્યારે લગ્નની કંકોત્રીમાં મોદીને વોટ આપવાની અપીલ કરાઈ હતી ત્યારે હવે ગુજરાતની એક વ્યક્તિએ પોતાના લગ્નની કંકોત્રીમાં કોંગ્રેસને વોટ આપવાની અપીલ છપાવી છે.
જૂનાગઢના માળિયાના જલંઘર ગામમાં રહેતા ભાણજીભાઈ ખીમાભાઈ દવેએ પોતાના દીકરા અને દીકરીના લગ્નની કંકોત્રીમાં કોંગ્રેસનો પંજો છપાવ્યો છે અને સાથે જ ‘ખેડૂતોનું હિત, કોંગ્રેસની જીત’ સ્લોગન છપાવ્યું છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની કુલ 9 સીટ્સમાંથી 8 કોંગ્રેસને મળી હતી અને ભાજપને માત્ર એક સીટ મળી હતી. પરંતુ હવે એવામાં આ પ્રકારની કંકોત્રી છપાતા તે હાલ ચર્ચાનો વિષય બની છે.
મહત્ત્વનું છે કે આ વિસ્તારમાં એમએસપી, પાક વીમો, ખેડૂતો પર વધી રહેલા દેવાના કારણે ખેડૂતોમાં ગુસ્સો અને નારાજગી છે. સરકાર પ્રત્યેની નારાજગી હવે કંકોત્રીમાં છપાવી રહ્યાં છે. જેનો સીધો અર્થ એ થાય છે કે આ પંથકમાં તે રાજકીય પાર્ટી સફળતાનો ડંકો વગાડી શકશે જે ખેડૂતોનું હિત સાચવશે.
[yop_poll id=1790]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]