T-20: પંજાબ તેની બોલીંગને આક્રમક બનાવશે કે હૈદરાબાદ મધ્યમક્રમને લયમાં લાવશે ? જાણો આજે કોનો છે કેટલો દમ

બોલરોની નિષ્ફળતાઓને કારણે જ અત્યાર સુધી નવબળુ પ્રદર્શન કરવા વાળી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ  અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ગુરુવારે મેચ રમાશે. બંને જયારે આમને સામને આવશે ત્યારે તમામ દારોમદાર ટીમના બેટ્સમેન પર રહેશે. કિંગ્સ ઇલેવન પંજાબે અત્યાર સુધીમાં પાંચમાંથી ચાર મેચોમાં હાર મેળવી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચમાંથી બે મેચમાં જીત મેળવી છે, ત્રણમાં હાર […]

T-20: પંજાબ તેની બોલીંગને આક્રમક બનાવશે કે હૈદરાબાદ મધ્યમક્રમને લયમાં લાવશે ? જાણો આજે કોનો છે કેટલો દમ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 08, 2020 | 8:48 AM

બોલરોની નિષ્ફળતાઓને કારણે જ અત્યાર સુધી નવબળુ પ્રદર્શન કરવા વાળી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ  અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ગુરુવારે મેચ રમાશે. બંને જયારે આમને સામને આવશે ત્યારે તમામ દારોમદાર ટીમના બેટ્સમેન પર રહેશે. કિંગ્સ ઇલેવન પંજાબે અત્યાર સુધીમાં પાંચમાંથી ચાર મેચોમાં હાર મેળવી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચમાંથી બે મેચમાં જીત મેળવી છે, ત્રણમાં હાર મળી છે.

કિંગ્સ ઇલેવન પંજાબ,નો મજબુત પક્ષ તેની ઓપનીંગ જોડી છે. કેપ્ટન કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે, તેણે એક શતક અને એક અર્ધ શતક પણ લગાવ્યુ છે. જ્યારે મયંક અગ્રવાલ પણ એક શતક ને એક અર્ધ શતક લગાવી ચુક્યો છે. આ બંને એ બેટીંગ લાઇન માટેની મુખ્ય જવાબદારી નિભાવી છે. નિકોલસ પુરન પણ એક સારી ભુમીકા નિભાવી રહ્યો છે, જોકે ગ્લેન મેક્સવેલ હજુ સુધી ચાલી નથી રહ્યો તે પણ એક સમસ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સારી બેટીંગ પછી પણ કિંગ્સ ઇલેવન ને તેની નિરાશાજનક બોલીંગને લઇને હાર મળી છે. મોહમંદ શામી ને છોડીને તેમનો એક પણ બોલર ચાલી રહ્યો નથી.તેમનો એક પણ બોલર સારુ પ્રદર્શન કરી રહ્યો નથી. રાજસ્થાન રોયલ્સ સામે તેમના બોલર 223 રનનો સ્કોર હોવા છતાં પણ મેચ ને બચાવી શક્યા નહોતા. ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પણ ગઇ મેચમાં 178 રનનો સ્કોર ખડકવા છતાં પણ 10 વિકેટ થી હાર સહન કરવી પડી હતી. આવામાં હવે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદથી સામનો કરવાનો છે. જેના ટોચ ક્રમમાં જૌની બેઅરીસ્ટો, ડેવીડ વોર્નર, મનિષ પાંડે અને કેન વિલિયમસન જેવા બેટ્સમેન છે. આ બધા જ ખેલાડીઓ પંજાબના બોલરોની નબળાઇઓનો ભરપુર ફાયદો ઉઠાવી શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ, ને ગત રવિવારે મુંબઇ ઇન્ડિયન્સ સામે 34 રન થી હારનો સામનો કરવો પડ્યો હતો. મધ્યમક્રમની નિષ્ફળતાને લઇને સનરાઇઝર્સ હાદરાબાદે પ્રથમ બે મેચ ગુમાવી હતી. એવામાં ઓલરાઉન્ડર ની જગ્યામાં વિલિયમસન ને સ્થાન અપાયુ હતુ, જેનાથી તેમનો મધ્યમક્રમ મજબુત થય હતો. કેપ્ટન વોર્નરે હવે પાંચમાં બોલર તરીકે યુવા અભિષેક શર્મા અને અબ્દુલ સમદ પર ભરોસો મુકવો પડી રહ્યો છે. તેના થી જોકે તેમને ફાયદો પણ મળી રહ્યો છે. સતત બે મેચ પણ જીતી શકાઇ છે.

જોકે મુખ્ય ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ની ઇજા થવાને લઇને ટુર્નામેન્ટ થી બહાર થવુ પડ્યુ છે. ભુવનેશ્વરની ગેરહાજરીમાં હૈદરાબાદના બોલીંગ આક્રમણની તાકાતમાં ઘટાડો થયો છે. ટી નટરાજન ને છોડીને સંદીપ શર્મા અને સિધ્ધાર્થ કૌલે રન લુટાવ્યા છે. સમદ પણ ખર્ચાળ બની રહ્યો છે. આવામાં વોર્નરને મુંબઇ સામે વિલિયમસન થી બોલીંગ કરાવવી પડી હતી. આવી સ્થિતીમાં પંજાબ સામે મેચમાં નટરાજન અને સ્પિનર રાશિદખાન પર ખુબ જ ભાર રહેશે. હૈદરાબાદ પાસે અફઘાનીસ્તાન ના અનુભવી ઓલરાઉન્ડર મહમંદ નબી અને વેસ્ટઇન્ડીઝ ના કૈબિયાન એલન ને અંતિમ ઇલેવનમાં સ્થાન આપવાનો વિકલ્પ છે. જોકે તેમના સમાવવા થી વિલિયમસન ને બહાર જવુ પડી શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવીડ વોર્નર કેપ્ટન, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, પ્રિયમ ગર્ગ, રિધિમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમદ નબી, રાશિદ ખાન, અભિષેક શર્મા, ખલીલ અહમદ, સંદિપ શર્મા, સિધ્ધાર્થ કૌલ, ટી નટરાજન

કિંગ્સ ઇલેવન પંજાબઃ લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, શેલ્ડન કોટરેલ અને રવિ બિશ્નોઇ.

આ પણ વાંચોઃબ્રાયન લારાએ ધોનીની જગ્યા લેવા માટે કે એલ રાહુલ કે ઋષભ પંતમાંથી કોને ગણાવ્યા યોગ્ય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">