T-20: જન્મ દિવસે વિરાટ કોહલીને સાથી ખેલાડીઓ શુ કર્યુ ? વિરાટે કેવી રીતે ઉજવ્યો જન્મદિવસ ?

5, નવેમ્બર નો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખુબ જ ખાસ છે. આજના દીવસે જ વર્ષ 1988 માં વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીનો જન્મ થયો હતો. 32 વર્ષીય થઇ ચુકેલા વિરાટ કોહલી હાલ યુએઇમાં છે અને પોતાની ટીમ ને ટી-20 લીગમાં ચેમ્પીયન્સ બનાવવા માટે પરસેવો વહાવી રહ્યો છે. વિરાટ કોહલીની ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે અને […]

T-20: જન્મ દિવસે વિરાટ કોહલીને સાથી ખેલાડીઓ શુ કર્યુ ? વિરાટે કેવી રીતે ઉજવ્યો જન્મદિવસ ?
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 10:01 AM

5, નવેમ્બર નો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખુબ જ ખાસ છે. આજના દીવસે જ વર્ષ 1988 માં વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીનો જન્મ થયો હતો. 32 વર્ષીય થઇ ચુકેલા વિરાટ કોહલી હાલ યુએઇમાં છે અને પોતાની ટીમ ને ટી-20 લીગમાં ચેમ્પીયન્સ બનાવવા માટે પરસેવો વહાવી રહ્યો છે. વિરાટ કોહલીની ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે અને હવે તે એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચ રમવા માટેની પુર્વ તૈયારીઓ કરી રહ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 6,નવેમ્બરે એક ખુબજ મહત્વની મેચમાં રમવા માટે ઉતરનારી છે. કેપ્ટન વિરાટ કોહલીના જન્મદિવસના એક દીવસ પછી તુરત જ ટીમ નોકઆઉટ મુકાબલામાં હૈદરાબાદ સામે મેચ રમશે. મેચ થી પહેલા જ કેપ્ટન ની સાથે જન્મદિવસની ઉજવણી ટીમના ખેલાડીઓ એ મનમુકીને કરી હતી. કેપ્ટન કોહલી સાથે આ ઉજવણી ની મસ્તી ભરી તસ્વીરો પણ સોશીયલ મિડીયામાં શેર કરવામાં આવી છે. 

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્રારા ટ્વિટર પેજ પર વિરાટ કોહલીના જન્મદીવસના સેલીબ્રેશનની બે તસ્વીરો પોસ્ટ કરાઇ છે. જેમાં પ્રથમ તસ્વીરમાં તે પોતાના જન્મદીવસ નિમિત્તની કેક પર લગાવેલી મીણબત્તીને ફુંક મારીને બુઝાવતો નજરે પડે છે. બીજી તસ્વીરમાં તેના ચહેરા પર કેક લગાવેલી જોવા મળી રહી છે. બીજી તસ્વીર ને અચાનક કોઇને પણ બતાવવામાં આવે તો તે ભાગ્યે જ ઓળખી શકે કે વિરાટ કોહલી છે.

આ સિઝનમાં કોહલીની ટીમની વાત કરવામાં આવે તો ટીમે ઉતાર ચઢાવ જોયો છે. સિઝનની શરુઆતમાં બેંગ્લોરની ટીમે સારુ પ્રદર્શન કર્યુ હતુ. પરંતુ તેના પછી તો પ્લેઓફના દાવેદાર પણ માનવામાં આવી રહી હતી. પરંતુ અંતિમ મેચોમાં મળતી રહેલી હારને લઇને પ્લેઓફમાં પહોંચવુ પણ મુશ્કેલ લાગી રહ્યુ હતુ. આમ તેણે કરો યા મરોની સ્થિતી વચ્ચે દિલ્હી કેપીટલ્સ સામે મેચ રમતા તેમાં પણ હાર મળી હતી. પરંતુ નેટ રન રેટના આધારે ટીમે પ્લેઓફમાં સ્થાન બનાવ્યુ હતુ. 

https://twitter.com/RCBTweets/status/1324267793777221632?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">