T-20: વિરાટ કોહલીના ખરાબ સમયને લઇને બોલ્યા નાનપણના કોચ રાજકુમાર, કોહલી મનુષ્ય છે, મશીન નહી

વિરાટ કોહલીએ ટી-20 લીગની આ સીઝન દરમ્યાન અત્યાર સુધી કાંઇ જ ખાસ કર્યુ નથી. મેચ દરમ્યાન વિરાટ કોહલીએ કેચ પણ છોડ્યા હતા અને તેને લઇને સોશીયલ મિડીયામાં પણ ટ્રોલ થઇ ચુક્યો હતો. હવે આવા સમય દરમ્યાન તેના બાળપણ સમયના કોચ રાજકુમાર શર્માએ કહ્યુ છે કે, આ બધુ જ રમતનો એક હિસ્સો છે. લોકો કોઇ એક […]

T-20: વિરાટ કોહલીના ખરાબ સમયને લઇને બોલ્યા નાનપણના કોચ રાજકુમાર, કોહલી મનુષ્ય છે, મશીન નહી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 27, 2020 | 6:36 PM

વિરાટ કોહલીએ ટી-20 લીગની આ સીઝન દરમ્યાન અત્યાર સુધી કાંઇ જ ખાસ કર્યુ નથી. મેચ દરમ્યાન વિરાટ કોહલીએ કેચ પણ છોડ્યા હતા અને તેને લઇને સોશીયલ મિડીયામાં પણ ટ્રોલ થઇ ચુક્યો હતો. હવે આવા સમય દરમ્યાન તેના બાળપણ સમયના કોચ રાજકુમાર શર્માએ કહ્યુ છે કે, આ બધુ જ રમતનો એક હિસ્સો છે. લોકો કોઇ એક ખેલાડીને એટલો બધી ઉંચાઇ પર પહોંચાડી દેતા હોય છે, પરંતુ બાદમાં તે લોકો એ જ ભુલી જાય છે કે ખેલાડી પણ એક મનુષ્ય છે. નહી કે કોઇ મશીન.

રાજકુમારે કહ્યુ હતુ કે, એક ખેલાડી જ્યારે પિચ પર જાય છે, ત્યારે આપ એ ના કહી શકો કે  હંમેશા રન બનાવશે. આખરે તે પણ ઇન્સાન છે. તેમણે આગળ એ પણ કહ્યુ કે, સ્પોર્ટમેનના જીવનમાં આ બધુ થતુ રહે છે. આપનો કોઇ સારો દીવસ પણ હોય છે, તો કોઇ ખરાબ દીવસ પણ. લોકોએ એ સમજવુ પડશે કે ખેલાડીઓ માટે પણ કોઇક ખરાબ દીવસો હોય છે જે લગાતાર ચાલતા હોય છે. આવા સમયે લોકો અનેક પ્રકારના નિષ્કર્ષ કાઢતા હોય છે, પરંતુ આ બધુ જ એક ખેલનો હિસ્સો હોય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી લગાતાર રન બનાવતા રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આવામાં વર્ષ 2020 માં ફોર્બ્સ ની ટોપ 100 યાદીમાં સૌથી વધુ કમાનારા ખેલાડીઓમાં પણ તેમનુ નામ સામેલ થયુ હતુ. ટી-20 લીગના વિરાટના પ્રદર્શન ની વાત કરવામાં આવે તો આજે પણ સૌથી વધુ રન બનાવનાર નો રેકોર્ડ વિરાટ ના નામે છે.

વિરાટે અત્યાર સુધીમાં 5427 રન બનાવ્યા છે. તેણે 179 મેચમાં આ રન નોંધાવ્યા છે. આ દરમ્યાન તેના નામે 05 શતક અને 36 અર્ધ શતક પણ છે. જોકે તેમની ટીમ આજ સુધી ક્યારેય લીગ ની ફાઇનલ પોતાને નામે કરી શકી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">