T-20: સાહાની ધમાકેદાર બેટીંગને લઇને પ્રશંસકો પણ ખુશ અને પૂર્વ ક્રિકેટરો પણ બોલી ઉઠ્યા, જો હક ના મળે તો બેટથી આમ જ આગ નિકળે

સનરાઇઝર્સ હૈદરાબાદના અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં રિધ્ધીમાન સહાએ એક શાનદાર ઇનીંગ રમી હતી. તેણે આજે સુંદર પ્રદર્શન કરીને લોકોનુ ધ્યાન પણ પોતાની તરફ ખેંચ્યુ હતુ. આ ઇનીંગ જોઇને સૌ કોઇ સોશિયલ મિડીયામાં સહાની તારીફ થઇ રહી છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ ખેલાડી પણ તેના વખાણ કરવામા આગળ આવ્યા છે. ભારતના આ પુર્વ […]

T-20: સાહાની ધમાકેદાર બેટીંગને લઇને પ્રશંસકો પણ ખુશ અને પૂર્વ ક્રિકેટરો પણ બોલી ઉઠ્યા, જો હક ના મળે તો બેટથી આમ જ આગ નિકળે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 28, 2020 | 3:02 PM

સનરાઇઝર્સ હૈદરાબાદના અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં રિધ્ધીમાન સહાએ એક શાનદાર ઇનીંગ રમી હતી. તેણે આજે સુંદર પ્રદર્શન કરીને લોકોનુ ધ્યાન પણ પોતાની તરફ ખેંચ્યુ હતુ. આ ઇનીંગ જોઇને સૌ કોઇ સોશિયલ મિડીયામાં સહાની તારીફ થઇ રહી છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ ખેલાડી પણ તેના વખાણ કરવામા આગળ આવ્યા છે. ભારતના આ પુર્વ ખેલાડી અને ઝડપી બોલર આરપી સિંહે પણ સાહાની રમતના વખાણ કર્યા હતા, આ માટે તેણે ટ્વીટ પણ કર્યુ હતુ.

ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી

સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર અને બેટ્સમેન સિધ્ધીમાન સહાએ દિલ્હી કેપીટલ્સ સામે 45 બોલમાં 87 રનની રમી હતી. ઓપનીંગ બેટ્સમેનના રુપમાં રમતા સહાએ આ શાનદાર ઝડપી અર્ધ શતક લગાવ્યુ હતુ. જેને લઇને આરપી સિંહે પણ ટ્વીટ કરતા કહ્યુ હતુ કે, જયારે તમે ભારતના શ્રેષ્ઠ કીપર પૈકીના બેટ્સમેન છો. વર્ષ 2008 થી ટી-20 લીગ રમી રહ્યા છો, જેમાં તમારી સરેરાશ 25 અને સ્ટ્રાઇક રેટ 132 અને છતાં પણ પ્લેયીંગ ઇલેવનમાં જગ્યા બનાવવામાં નાકામિયાબી રહેતો આજે પ્રકારે આગ બહાર આવે છે. આજ પ્રકારની રમત સહા.

રિઘ્ધીમાન ભારતીય ક્રિકેટ ની ટેસ્ટ ટીમમાં વિકેટકીપરના રુપમાં રમત દાખવતો હતો. પરંતુ ઇજા પહોંચવાને લઇને તે ટીમની બહાર થઇ ગયો હતો. જેની જગ્યા ઋષભ પંતને મળી હતી. હવે જ્યારે તે સ્વસ્થ થઇને ટીમમાં પરત ફરે છે, તો તેને રમાડવામાં આવ્યો નહોતો. ટીમે પણ પણ તેની જગ્યાએ ઋષભ પંતને જ સ્થાન મળતુ રહ્યુ. પંતની ખરાબ ફોર્મ ના સમયે પણ મોકા મળવાની સ્થિતી જો અને તો જ રહેતી હતી. આ વાત પર પણ સહેવાગે પણ બયાન આપ્યુ હતુ કે, ભારતીય ટીમે પંતને નહી પણ સાહાને રમવાનો મોકો આપવો જોઇએ. પંત પોતાની વિકેટનુ મહત્વ સમજતો ના હોય તેવી સ્થિતિ છે. તે વિકેટને ફેંકીને ચાલ્યો જાય છે. તો વળી સાહા નુ વિકેટ પાછળનુ કામ પણ સારુ છે, તેની કીપીંગ એમ કહી શકાય કે પંત ના પ્રમાણમાં ગણી સારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">