RR vs KKR: બટલર, સ્મિથ અને સૈમસનને જાળમાં ફસાવવા કોલકત્તાનો પ્લાન, ઇયાન મોર્ગને રાજસ્થાન સામે બનાવ્યો ગેમ પ્લાન

RR vs KKR: ટી-20 લીગમાં પ્રથમ વાર રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ એક બીજાની સામે ટકરાવા જઇ રહી છે. બંને વચ્ચેનો આ મુકાબલો દુબઇ ના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે થવા જઇ રહ્યો છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બંને ટીમોની સફરને જોઇએ તો રાજસ્થાનનુ પલડુ ભારે લાગી રહ્યુ છે.   Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' […]

RR vs KKR: બટલર, સ્મિથ અને સૈમસનને જાળમાં ફસાવવા કોલકત્તાનો પ્લાન, ઇયાન મોર્ગને રાજસ્થાન સામે બનાવ્યો ગેમ પ્લાન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 30, 2020 | 8:49 AM

RR vs KKR: ટી-20 લીગમાં પ્રથમ વાર રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ એક બીજાની સામે ટકરાવા જઇ રહી છે. બંને વચ્ચેનો આ મુકાબલો દુબઇ ના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે થવા જઇ રહ્યો છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બંને ટીમોની સફરને જોઇએ તો રાજસ્થાનનુ પલડુ ભારે લાગી રહ્યુ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આવુ પણ એટલા માટે જ કે રાજસ્થાને અત્યાર સુધીમાં બે મેચ રમી છે, તે બંને મેચમાં 200 પ્લસ સ્કોર કર્યો હતો. વાત આટલી જ પુરતી નથી બંને મેચ પણ જીતી દર્શાવી છે. પ્રથમ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 216 રનના સ્કોર અને બીજી મેચમાં પંજાબે આપેલા 223 ના લક્ષ્યને ભેદી દર્શાવ્યુ હતુ. ટી-20 લીગમાં સૌથી મોટા સ્કોરને ચેઝ કરવાના મામલામાં તેણે રેકોર્ડ બનાવ્યો છે. તો વળી કલકત્તા નાઇટ રાઇડર્સ દ્રારા અત્યાર સુધીમાં બે મેચ રમવામાં આવી છે, જેમાં એક મેચમાં હાર અને એક મેચમં જીત મળી છે.

બટલર, સ્મિથ અને સૈમસનનો ખતરો.

રાજસ્થાન રોયલ્સ ની મેચ દરમ્યાન કલકત્તાને એક જોરદાર સમસ્યા આ ત્રણ ખેલાડીયો થી છે. રાજસ્થાન માં આ ખતરો છે ટીમના ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેનો થી. આ ત્રણ ખેલાડીઓમાં સમાવેશ છે, બટલર, સ્મિથ અને સૈમસન.  કલકત્તાના બેટ્સમેન ઇયાન મોર્ગન ના મુજબ આ ત્રણેય બેટ્સમેન જો પુરી 20 ઓવરને રમી લેવામાં સફળ બને છે તો દુબઇના ગ્રાઉન્ડ પર તેમની ટીમે પ્રથમ જીત મેળવવા થી હાથ ધોઇ લેવા પડે. એટલે કે પહેલી જીત મેળવવાની આશા પર જ પાણી ફરી વળી શકે છે.

મુશ્કેલી નિપટાવવા ખાસ પ્લાન.

ઇયાન મોર્ગને કહ્યુ હતુ કે રાજસ્થાન રોયલ્સના આ ત્રણ બેટ્સમેનોને નિપટવા માટે કલકત્તાની ટીમે એક ખાસ પ્લાન બનાવ્યો છે. ખાસ પ્લાન સાથે કલકત્તા મેદાનમાં ઉતરશે. તેમણે એમ પણ કહ્યુ કે અમારે પણ સારુ રમવુ પડશે અને ગેમ પ્લાનને આ ત્રણેય સામે સારી રીતે અમલમાં પણ લાવવો પડશે. જો અમે એમ કરવામાં સફળ થઇ શકીશુ તો, અમને પુરી આશા છે કે અમને સફળતા મળી શકે છે અને દુબાઇમાં અમે અમારી જીત હાંસલ કરી શકીશુ.

બતાવી દઇએ ટોપ ઓર્ડરમં સ્મિથ અને સૈમસન રાજસ્થાનની સૌથી મોટી તાકાત તરીકે ઉભરી છે. જેઓને પાછળની બંને મેચમાં બટલરનો પણ સારો સાથ મળ્યો છે. રાજસ્થાનની પાછળની બંને જીત માં સ્મિથ અને સૈમસનની મહત્વની ભુમીકા રહી હતી. જે રીતે બંને ફોર્મમાં છે તે જોતા કલકતા નાઇટ રાઇડર્સે તેમની સામે ખાસ રણનીતી સાથે જ મેદાનમાં ઉતરવુ પડશે તો જ શાનદાર જીત મેળવી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">