T-20 લીગઃ કલક્તાએ લડાયક મુડ અપનાવી રોમાંચક મેચ બનાવી છતાં હાર, દિલ્હી કેપીટલ્સનો 18 રને વિજય

ટી-20 લીગની શનિવારે યોજાયેલી બીજી અને સિઝનની 16 મી મેચ શારજાહ ખાતે યોજાઇ હતી. દિલ્હી કેપિટલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ શારજાહ ખાતે યોજાઇ હતી. કલકત્તાએ પહેલા ટોસ જીતીને દિલ્હીને બેટીંગ માટે મેદાનમાં ઉતાર્યુ હતુ. દિલ્હીના બેટ્સમેનોએ ધુંઆધાર બેટીંગ કરી દઇ કલતાના બોલરોને હંફાવી દીધા હતા. કેપ્ટન શ્રેયસની શાનદાર ઝડપી રમતને લઇને ટીમે સિઝનનો […]

T-20 લીગઃ કલક્તાએ લડાયક મુડ અપનાવી રોમાંચક મેચ બનાવી છતાં હાર, દિલ્હી કેપીટલ્સનો 18 રને વિજય
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 03, 2020 | 11:56 PM

ટી-20 લીગની શનિવારે યોજાયેલી બીજી અને સિઝનની 16 મી મેચ શારજાહ ખાતે યોજાઇ હતી. દિલ્હી કેપિટલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ શારજાહ ખાતે યોજાઇ હતી. કલકત્તાએ પહેલા ટોસ જીતીને દિલ્હીને બેટીંગ માટે મેદાનમાં ઉતાર્યુ હતુ. દિલ્હીના બેટ્સમેનોએ ધુંઆધાર બેટીંગ કરી દઇ કલતાના બોલરોને હંફાવી દીધા હતા. કેપ્ટન શ્રેયસની શાનદાર ઝડપી રમતને લઇને ટીમે સિઝનનો સૌથી મોટો સ્કોર ખડકી દીધો હતો. દિલ્હીએ 20 ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવીને 228 રન કર્યા હતા. જેના જવાબમાં કલકત્તાના બેટ્સમેનો 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 210 રન કર્યા હતા. આમ એક તબક્કે રોમાંચક સ્થિતી સર્જયા બાદ 18 રને કલકતાની હાર થઇ હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કલકતાની વળતી લડત.

ઓપનર સુનિલ નરેન માત્ર ત્રણ રન બનાવી આઉટ થયો હતો.  જ્યારે શુભમન ગિલ 22 બોલમાં 28 રન કરી આઉટ થયો હતો.  નિતિશ રાણાએ અર્ધ શતક ફટકાર્યુ હતુ ને ટીમના સ્કોર બોર્ડને વધારવા પ્રયાસ કરતો નજરે પડ્યો હતો. તેણે 35 બોલમાં 58 રન કર્યા હતા. આંદ્રે રસેલ 13 રનની નાની પારી પર જ પરત ફર્યો હતો. જ્યારે કેપ્ટન દિનેશ કાર્તિકે માત્ર છ રન કર્યા હતા. પૈટ કમિન્સે પાંચ રન કર્યા હતા. 122 ના સ્કોર પર છ વિકેટ કલકત્તાએ ગુમાવી હતી. જોકે ઇયાન મોર્ગન અને રાહુલ ત્રિપાઠીએ બોલ અને રન વચ્ચેના અંતરને ઘટાડવા માટેનો પ્રયાસ કરતી રમત દર્શાવી હતી. મુશ્કેલ સ્થિતીને અંતિમ બે ઓવરોમાં 31 રન કરવાની સ્થિતી લાવી દીધી હતી. જોકે 19 મી ઓવરમાં મોર્ગન 18 બોલમાં 44 રન કરીને આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી પણ 16 બોલમાં 36 રન કરી આઉટ થયો હતો. આમ એક તબક્કે રોમાંચક બનેલી મેચમાં દિલ્હીને રાહત થઇ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હીની બોલીંગ.

હર્ષલ પટેલને સિઝનમાં પ્રથમ વાર જ તક સાંપડી હતી અને તેણે આ તકને ઝડપતી ચાર ઓવરમાં 34 રન આપીને બે મહત્વની વિકેટ પણ ઝડપી લીધી હતી. નોર્તઝે એ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી  33 રન આપ્યા હતા. સ્ટોનીસે એક વિકેટ ઝડપી હતી. કાગીસો રબાડા ચાર ઓવરમાં 51 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

દિલ્હીની ધુંઆધાર બેટીંગ.

કેપ્ટન શ્રેયસ અને ઓપનર પૃથ્વી બંને ખેલાડીઓએ ઝડપી અર્ધશતક ફટકારીને ટીમને 200 પાર જ નહી પણ, સિઝનનો સૌથી ઉંચો સ્કોર ખડકી દીધો હતો. દિલ્હીના ઓપનરો દમદાર શરુઆત કરતા 56 રનની ઓપનીંગ પાર્ટનરશીપ કરી હતી. જે સિઝનની સૌથી મોટી પાવરપ્લે પાર્ટનરશીપ હતી. પૃથ્વી શોએ અર્ધશતક ફટકાર્યુ હતુ અને તેનુ આ છઠ્ઠુ અર્ધ શતક હતુ. તેણે શ્રેયસ ઐયર સાથે મળીને બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી ની રમત કરી હતી. શિખર ધવન 26 રન બનાવીને આઉટ થયા હતા. આમ પ્રથમ વિકેટ 56 રનના સ્કોર પર પડી હતી, જ્યારે બીજી વિકેટ 129 રને પૃથ્વીના સ્વરુપે ગુમાવી હતી. ત્રીજી વિકેટ રુષભ પંતની 201 રનના સ્કોર પર આઉટ થઇ હતી. કેપ્ટન શ્રેયસ ઐયરે 38 બોલમાં 88 રનની ઝડપી રમત રમી હતી. શ્રેયસ અંત સુધી ક્રીઝ પર રહીને અણનમ રમત રમ્યો હતો.

કલકત્તાની બોલીંગ.

કલકત્તાની બોલીંગ જાણે કે આજે રીતસર ધોલાઇ થવા લાગી હતી. બોલરો એકપણ વખત દિલ્હીના બેટસમેનોની પર સફળ થઇ શક્યા નહોતા. આન્દ્રે રસાલે બે વિકેટ ઝડપી હતી અને 29 રન આપ્યા હતા.  કમિન્સે ચાર ઓવરમાં 49 રન આપ્યા હતા અને એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. શિવમ માવીએ ત્રણ ઓવરમાં જ 40 રન ગુમાવ્યા હતા. ઉપરાંત વરુણ ચક્રવર્તીએ 49 રન આપ્યા હતા પરુતુ એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">