T-20: કલકત્તા સામે બેંગ્લોરનો વિજય, આઠ વિકેટે બેંગ્લોરે વિજય મેળવ્યો

T-20: કલકત્તા સામે બેંગ્લોરનો વિજય, આઠ વિકેટે બેંગ્લોરે વિજય મેળવ્યો

ટી-20 ની 13 મી સિઝનની 39 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ.કલકતાના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય કર્યો. કલકત્તાએ બેંગ્લોરના બોલરો સામે ઘુંટણ ટેકવી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 84 રન કર્યા. બેંગ્લોરે 13.3 ઓવરમાં જ 85 રન કરી લઇને 8 વિકેટે આસાન વિજય મેળવ્યો.

રોયલ ચેલેનજર્સની બેટીંગ.

એક આસાન સ્કોરને પહોચી વળવા માટે બેંગ્લોરે પણ આસાન રમતની શરુઆત કરી. બેંગ્લોરે જોકે 46 રનના સ્કોર પર બંને ઓપનરની વિકેટ ગુમાવી. પ્રથમ વિકેટ ઓપનર આરોન ફીંચની ગુમાવી. તેણે 21 બોલમાં 16 રન કર્યા. જ્યારે તુરતજ દેવદત્ત પડીકલના સ્વરુપમાં બીજી વિકેટ ગુમાવી. જેણે 17 બોલમાં 25 રન જોડ્યા હતા. ગુરુપ્રિત માન અને વિરાટ કોહલી બંને નોટ આઉટ રહ્યા. માને 21 રન અને કોહલીએ 18 રન જોડી ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી.

READ  અમદાવાદની શ્રેય હોસ્પિટલનાં મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયેલા કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત,કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ, કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો

કલકત્તાની બોલીંગ

લોકી ફર્ગ્યુશને પ્રથમ વિકેટ મેળવવામાં સફળ થયો હતો. અગાઉની મેચની માફક જ લોકી આજે પણ સારુ પ્રદર્શન કર્યુ. કલકત્તાના બોલરે પણ બેંગ્લોરની રન રેટને ધીમી રાખવા પ્રયાસ કર્યો. લોકીએ ચાર ઓવરમાં 17 રન આપીને એક વિકેટ ઝડપી. જ્યારે વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 28 રન આપ્યા. પૈટ કમિન્સે ત્રણ ઓવરમાં 18 રન આપ્યા હતા. અને પ્રસિદ્ધ કૃષ્ણાંએ 2.3 ઓવરમાં 20 રન આપ્યા.

READ  તમને ખબર હોય કે ના હોય પણ દૂનિયામાં સૌથી સસ્તું ઈન્ટરનેટ ભારતમાં મળે છે, ઝિમ્બાબ્વેમાં 1GB ડેટા માટે ચૂકવવા પડે છે 5 હજાર રુપિયા !

કલકત્તા ની બેટીંગ

કલકત્તાના બેટ્સમેનો જાણે કે એકદમ જ ફસડાઈ ગઈ હતી. મહંમદ સિરાજે કલકત્તાની શરુઆતી વિકેટો ઝડપી પાયો જ જાણે ધ્વસ્ત કરી દીધી. બીજી ઓવરમાં 3 રનના સ્કોર પર જ સળંગ 2 વિકેટ ગુમાવી. ત્રીજી વિકેટ પણ 3 રનના સ્કોર પર ગુમાવી. બંને ઓપનર શુભમન ગીલ અને રાહુલ ત્રીપાઠી 1-1 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા. નિતીશ રાણા શૂન્ય રન પર વિકેટ ગુમાવી . દિનેશ કાર્તિક 4 રન કરી આઉટ થયા. પેટ કમિન્સે 17 બોલમા 4 રન કર્યા હતા. ઈયોન મોર્ગને 30 રન કર્યા હતા.

બેંગ્લોરની બોલીંગ.

મહંમદ સિરાજ ત્રણ વિકેટ ઝડપી કલકત્તાની કમર તોડ નાંખી. તેણે 4 ઓવર દરમ્યાન શરુઆતની 2 મેઈડન ઓવર નાંખી. જે ટી-20 લીગમાં એક યુનિક રેકોર્ડ રુપે નોંધાયો. તેની 4 ઓવરમાં માત્ર 8 રન આપી 3  વિકેટ ઝડપી. યુઝવેન્દ્ર ચહલે પણ 4 ઓવરમા 15 રન આપીને 2 વિકેટ ઝડપી.

READ  #MeToo મુવમેન્ટ પર પ્રીતિ ઝીન્ટાની પ્રતિક્રિયાથી હોબાળો, આપી સફાઈ

વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમા 1 મેઈડન ઓવર સાથે 14 રન આપી 1 વિકેટ ઝડપી હતી. નવદિપ સૈનીએ પણ 1 વિકેટ ઝડપી હતી. બેંગ્લોરના બોલરોએ 4 ઓવર મેઈડન કરી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments