T-20: KKRના કોચ મૈકુલમને ટીમ પર છે ભરોસો, જીતી શકે આ વખતનુ ટાઇટલ

ટી-20 લીગમાં વર્ષ 2008 નો એક મુકાબલો ક્રિકેટના ચાહકો ક્યારેય ભુલી શકશે નહીં. કારણ કે બ્રેડન મૈકુલમની એ દરમ્યાન રમાયેલી પારીમાં દર્શકોને ટી-20 ક્રીકેટ લીગને લઇને જબરદસ્ત રોમાંચ પૈદા કર્યો હતો. 2008ની પહેલી જ સીઝનના પહેલા જ મુકાબલામાં શાહરુખ ખાનની કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાહુલ દ્રવિડની કેપ્ટનસી ધરાવતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે યોજાયો હતો. આ […]

T-20: KKRના કોચ મૈકુલમને ટીમ પર છે ભરોસો, જીતી શકે આ વખતનુ ટાઇટલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 23, 2020 | 7:46 AM

ટી-20 લીગમાં વર્ષ 2008 નો એક મુકાબલો ક્રિકેટના ચાહકો ક્યારેય ભુલી શકશે નહીં. કારણ કે બ્રેડન મૈકુલમની એ દરમ્યાન રમાયેલી પારીમાં દર્શકોને ટી-20 ક્રીકેટ લીગને લઇને જબરદસ્ત રોમાંચ પૈદા કર્યો હતો. 2008ની પહેલી જ સીઝનના પહેલા જ મુકાબલામાં શાહરુખ ખાનની કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાહુલ દ્રવિડની કેપ્ટનસી ધરાવતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે યોજાયો હતો. આ મેચમાં મૈકુલમે 158 રનની તોફાની રમત દાખવી હતી. આ ટી-20 મેચમાં તેણે માત્ર 73 બોલમાં જ આવડો મોટો વ્યકિતગત સ્કોર ખડકી દીધો હતો. જેમાં 13 છગ્ગા પણ સામેલ હતા. જોકે હાલ મૈકુલમ ને વર્ષ 2020 ની સિઝનમાં ટીમના હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 મૈકુલમના હાથમાં આ વખતે સંપુર્ણ નાઇટ રાઇડર્સની કમાન છે, જેના કેપ્ટન દિનેશ કાર્તિક છે. આવામાં બ્રેડન ને પુરેપુરો ભરોસો છે કે 23 મી સપ્ટેમ્બરે મુંબઇ ઇન્ડીયન્સ સામે રમાનારી પોતાની પહેલી મેચમાં જ કોલકતા સારુ પ્રદર્શન કરશે, ટુર્નામેન્ટમાં પોતાની શરુઆત પણ જીત સાથે કરશે. ટીમમાં પૈંટ કમિંસ, ઓયન  મોર્ગન  અને ટોમ બૈટન પણ સામેલ થયા છે.

ટીમના કોચ બ્રેડન મૈકુલમે કહ્યુ કે, તેમને તેમની ટીમ પર પુરો ભરો છે કે આ વખતે ટીમ ટી-20 નું ટાઇટલ જરુર મેળવશે. તેમને એક ઇન્ટરવ્યુ દરમ્યાન એમ પણ કહ્યું કે, હાલમાં તેમની ટીમ એક એક મેચને ટાર્ગેટ કરીને ચાલી રહી છે. બાદમાં એક પછી એક મેચને જીતીને પ્લેઓફમાં પહોંચવા પ્રયાસ કરશે. તેમને એવુ પુછવામાં આવ્યુ કે ટીમના કોચીંગ સ્ટાફનો ભાગ બનીને  તેમને કેવુ લાગે છે, તો જવાબમાં કહ્યુ કે આ એક નવો અને શાનદાર અનુભવ છે. હું કોચીંગ સ્ટાફ, કપ્તાન અને ખેલાડીઓ સાથે કામ કરવા માટે પુરી રીતે તૈયાર છુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પહેલા ટી-20 લીગમા 158 રનના તેના પ્રદર્શન ને લઇને પણ તેમણે કહ્યુ હતુ કે, આ સિઝનમાં હું કોઇ પણ ખેલાડીને તે પ્રકારે રમત રમવા માટે પ્રેરિત નહી કરુ. કારણ કે તેમ રમવાનો મારો અંદાજ હતો. યુવાનોને લઇને તેમનુ માનવુ છે કે, આ ટીમ યુવાનો અને અનુભવી ખેલાડીઓનુ સમતુલન છે. આવામાં જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ યુવા ખેલાડીઓ પણ પોતાની સાથે અનુભવને જોડતા જશે. 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">