IPL 2020: આજથી શરુ થતા T20ના રોમાંચક મુકાબલાઓને કેવી રીતે નિહાળશો, જાણો પ્રસારણની વિગતો

આજે સાંજે જાણે કે ક્રિકેટ ચાહકોનો ઇંતેઝાર ખતમ થઇ જશે. મનોરંજક અને રોમાંચક મેચો માણવાનો સમય હવે આવુ ચુક્યો છે. આજે સાંજથી શરુ થનારી આઇપીએલની 13મી સિઝન યુએઇમાં શરુ થઇ રહી છે. આઇપીએલ 2020 આ વખતે કોરોના કાળને લઇને યુએઇમાં યોજાનારી છે અને જે માટે, દુબાઇ, શારજાહ અને અબુધાબીના સ્ટેડીયમોમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. […]

IPL 2020: આજથી શરુ થતા T20ના રોમાંચક મુકાબલાઓને કેવી રીતે નિહાળશો, જાણો પ્રસારણની વિગતો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 10:21 AM

આજે સાંજે જાણે કે ક્રિકેટ ચાહકોનો ઇંતેઝાર ખતમ થઇ જશે. મનોરંજક અને રોમાંચક મેચો માણવાનો સમય હવે આવુ ચુક્યો છે. આજે સાંજથી શરુ થનારી આઇપીએલની 13મી સિઝન યુએઇમાં શરુ થઇ રહી છે. આઇપીએલ 2020 આ વખતે કોરોના કાળને લઇને યુએઇમાં યોજાનારી છે અને જે માટે, દુબાઇ, શારજાહ અને અબુધાબીના સ્ટેડીયમોમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. યુએઅઇમાં  બે દમદાર ટીમો વચ્ચે રમાનારી પ્રથમ 20-20 મેચમાં મુંબઇ ઇન્ડીન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને સામને ટકરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ડીફેન્ડીગ મુંબઇ ઇન્ડીયન્સ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે, તે ચાર વખત આઇપીએલ ખિતાબને જીતી ચુકેલી ટીમ છે. વર્ષ 2013, 2015, 2017 અને 2019 માં આઇપીએલ ટાઇટલ જીત્યુ હતુ. ભારતીય ટીમના હમણાં જ નિવૃત્ત થયેલા કેપ્ટન, વિકેટકિપર અને બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સને ત્રણ વખત ટાઇટલ વિજેતા બનાવ્યુ છે. ટીમે 2010, 211 અને 2018 માં વિજયી બન્યુ હતુ. જોકે હવે આજથી શરુ થતા રોમાંકચ સફરને કેવી રીતે લાઇવ સ્ટ્રીમીંગ અને લાઇવ ટેલીકાસ્ટ જોઇ શકશો એ વાત જણાવીએ.

Online streaming: How technology and human senses need better harmony

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રથમ મેચઃ  શેખ ઝાયદ સ્ટેડીયમ, અબુધાબી ખાતે આઇપીએલ 2020 ની પ્રથમ મેચ રમવામાં આવશે. પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડીન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર જામશે.

મેચ નો સમયઃ ભારતીય સમય મુજબ સાંજે 07.00 વાગ્યે મેચ રમવાના ત્રીસ મીનીટ પહેલા જ ટોસ ઉછાળવામાં આવશે. ટોસ ઉછાળ્યા બાદ સાંજે 07.30 કલાકે મેચ શરુ થશે.

મેચ અહી નિહાળોઃ રોમાંચક મુકાબલો પ્રથમ મેચ સાથે જ દર્શકોને જોવા મળી શકે છે. આ માટે ઉત્સાહિત દર્શકો મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ની ટક્કર ને લાઇવ નિહાળી શકશે. લાઇવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોઇ શકાશે.

લાઇવ ટ્રીમીંગઃ આ મેચને આપ ટીવી પ્રસારણ સિવાય પણ આપના મોબાઇલ અને ટેબલેટ પર પણ જોઇ શકો એ પ્રકારની વ્યવસ્થા પણ આઇપીએલના આયોજકોએ કરી છે. રોમાંચક મેચનુ લાઇવ સ્ટ્રીમીંગ ડિઝની+હોટસ્ટાર એપ પર જોઇ શકાય છે. આ ઉપરાતં રિલાયન્સ જીઓ પણ લાઇવ ટ્રીમીંગ પ્રદર્શિત કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">