CSK vs RCB: ચૈન્નઈ અને બેંગ્લોર વચ્ચે રસાકસી ભર્યો માહોલ જામશે, ધોની અને વિરાટ વચ્ચે કેપ્ટનશીપની થશે કસૌટી

ટી-20 લીગની 25 મી મેચ શનિવારેની બીજી મેચના સ્વરુપે રમાશે. આ મેચમાં ટીમ ઇન્ડીયાના હાલના અને પુર્વ કેપ્ટન વચ્ચે ની રસાકશી જોવા મળશે. સાંજે સાડા સાત વાગ્યે શરુ થનારી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જંગ જામશે. સતત સારા પ્રદર્શન કરવા થી નાકામીયાબ નિવડેલી ટીમ ધોની એ છ માંથી બે મેચ જ […]

CSK vs RCB: ચૈન્નઈ અને બેંગ્લોર વચ્ચે રસાકસી ભર્યો માહોલ જામશે, ધોની અને વિરાટ વચ્ચે કેપ્ટનશીપની થશે કસૌટી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 10, 2020 | 7:31 AM

ટી-20 લીગની 25 મી મેચ શનિવારેની બીજી મેચના સ્વરુપે રમાશે. આ મેચમાં ટીમ ઇન્ડીયાના હાલના અને પુર્વ કેપ્ટન વચ્ચે ની રસાકશી જોવા મળશે. સાંજે સાડા સાત વાગ્યે શરુ થનારી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જંગ જામશે. સતત સારા પ્રદર્શન કરવા થી નાકામીયાબ નિવડેલી ટીમ ધોની એ છ માંથી બે મેચ જ જીતી શક્યુ છે, તો ચાર મેચ હારી ચુક્યુ છે આમ પોઇન્ટ ટેબલ પર પણ છઠ્ઠા નંબર પર છે. તો બીજી બાજુ કોહલી ની ટીમ આરસીબી પાંચ મેચમાંથી ત્રણ મેચ માં જીત અને બેમાં હાર મેળવી ચુક્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ચેન્નાઇ સુપર કિંગ્સ.

ટીમમાં હરફનમૌલા અને કેદાર જાદવ ના પત્તા કપાઇ શકે છે. જેઓ કલક્તાની સામે જીત અપાવવામાં નિષ્ફળ નિવડ્યા હતા. ચેન્નાઇ ને જીતની નજીક પહોંચાડ્યા પછી પણ દશ રને હાર સહવી પડી હતી. જેમાં જાદવની બેટીંગને લઇને ખુબ જ ચર્ચાઓ થઇ હતી અને આલોચકોએ પણ ખુબ જ નારાજગી દર્શાવી હતી. હવે જોવાનુ એ રહે છે કે, સામાન્ય રીતે ટીમમાં પરીવર્તન કરવા થી અચકાતી રહેતા ચેન્નાઇ જાદવને જ મેદાનમાં ઉતારે છે કે પછી કોઇ અન્યને મોકો આપે છે. શેન વોટ્સનના ફોર્મમાં પરત આવવા અને ફાફ ડુ પ્લેસિસ ના સતત સારા પ્રદર્શન છતાં પણ ટીમને મધ્યમક્રમ સતાવે છે. ટીમ માટે મધ્યમક્રમ એ ચિંતાનો વિષય છે. કેપ્ટન ધોની ખુદ પણ એ ફોર્મમાં નથી કે જેના માટે તે જાણીતો છે. જાદવને બહાર કરવા પર ઋતુરાજ ગાયકવાડ અથવા એન જગદીશન ને મેદાનમાં ઉતારી શકે છે. જેને 2018 થી કોઇ જ મોકો નથી મળી રહ્યો. ચેન્નાઇ ના બોલર્સ એ કલકત્તા સામે પાછળની મેચમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. હરફન મૌલા અને ડ્વેન બ્રાવો એ વિકેટ મેળવી હતી. પીયુષ ચાવલા ની જગ્યા પર આવેલા કર્ણ શર્માએ કીફાયતી બેટીંગ કરવા સાથે વિકેટ પણ ઝડપી હતી. ઝડપી બોલીંગનો ભાર દીપક ચહર, સૈમ કરન અને શાર્દુલ ઠાકુર પર રહેશે.

રોયલ ચેલેંજર્સ બેંગ્લોર.

ટીમના કેપ્ટન વિરાટ કોહલી રાજસ્થાન રોયલ્સ સામે ફોર્મમાં નજર આવ્યો હતો. યુવા દેવદત્ત પડીક્કલે બધાને પ્રભાવિત કર્યા છે, તો આરોન ફીંચ પણ તેની સાથે ટીમને સારી શરુઆત કરાવે છે. અનુભવી ડીવીલીયર્સે પણ અત્યાર સુધી એક સારી રમત અત્યાર સુધી દર્શાવી રહ્યા છે. બોલીંગમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદર ને છોડીને કોઇને પણ પ્રભાવિત નથી કર્યા. ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને નવદિપ સૈની મોંઘા સાબિત થયા છે. શ્રીલંકાના ઇસુરુ ઉડાના ના આવવા થી બોલીંગને બળ મળ્યુ છે. જો આ મેચમાં દક્ષિણ આફ્રિકી ઓલ રાઉન્ડર ક્રિસ મોરીસ ફીટ થઇ ને પ્લેયીંગ ઇલેવનમાં સામેલ થશે તો ટીમનુ સંતુલન વધુ સારુ થશે.

ચેન્નાઇ સુપર કિંગ્સઃ મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુપ્લેસી, શેન વોટસન, કેદાર જાદવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગિડી, દિપક ચહર, પીયુષ ચાવલા, ઇમરાન તાહિર, મેચેલ સૈટનેર, જોશ હેઝલવુડ, સાર્દુલ ઠાકુર, સૈમ કરન, એન જગદીશન, કેએમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, રુતુરાજ ગાયકવાડ અને કર્ણ શર્મા,

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ કેપ્ટન વિરાટ કોહલી, આરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, એબી ડિવીલીયર્સ, ગુરુકીરત માન, શિવન દુબે, ક્રિસ મોરિસ, મૌશિંગ્ચન સુંદર, શાહબાજ અહમદ નવદિપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, ઇસુરુ ઉડાના, મોઇન અલી, જોશ ફીલીપ, પવન નેગી, પવન દેશ પાંડે, મોહમંદ સિરાજ અને ઉમેશ યાદવ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">