PMSBY : સરકાર માત્ર 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર આપશે બે લાખનું વીમા કવચ, જાણો યોજના વિશે વિગતવાર

વડા પ્રધાન સુરક્ષા બિમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana) એ એક એવી યોજના છે જે આકસ્મિક મૃત્યુ અને અપંગ થનારને વીમાનું કવચ પ્રદાન કરે છે.

PMSBY : સરકાર માત્ર 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર આપશે બે લાખનું વીમા કવચ, જાણો યોજના વિશે વિગતવાર
Pradhan Mantri Suraksha Bima Yojana
Follow Us:
| Updated on: May 24, 2021 | 6:32 PM

વડા પ્રધાન સુરક્ષા બિમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana) એ એક એવી યોજના છે જે આકસ્મિક મૃત્યુ અને અપંગ થનારને વીમાનું કવચ પ્રદાન કરે છે. આ યોજના એક વર્ષનું કવરેજ આપે છે અને દરવર્ષે સબસ્ક્રાઇબરે રીન્યૂલ કરવાની જરૂર પડે છે. PMSBY ના પ્રીમિયમની કપાત અંગે હવે લોકોને બેંકના SMS મળવાની શરૂઆત થ ગઈ છે. સંચારના અન્ય માધ્યમો દ્વારા પણ બચત ખાતા ધારકોને માહિતગાર કરાઈ રહ્યા છે.

જે લોકોએ પહેલેથી જ PMSBY યોજના માટે નામ નોંધાવ્યું છે તેમના ખાતામાંથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા 12 રૂપિયા નું પ્રીમિયમ કાપવામાં આવે છે. બેંક એકાઉન્ટમાંથી સામાન્ય રીતે દર વર્ષે 25 મેથી 31 મે દરમિયાન પ્રીમિયમની રકમ ડેબિટ થાય છે. યોજના હેઠળ વ્યક્તિને આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ અપંગતા માટે 2 લાખ અને આંશિક અપંગતા માટે 1 લાખનું વીમા કવચ મળશે.

PMSBY માટે ઓનલાઇન અરજી કરી શકાય છે જે લોકોએ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના માટે નોંધણી કરાવી હતી તેમના માટે જ બેંક ખાતામાંથી પ્રીમિયમની રકમ ડેબિટ આવશે. હવે યોજનાનો લાભ લેવા કોઈ પણ બેંકમાં અરજી ફોર્મ ભરીને અથવા બેંકની નેટબેંકિંગ સુવિધાની મદદથી PMSBY યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

પ્રધાન સુરક્ષા બીમા યોજના અંતર્ગત ખાતું ખોલવા માટે ક્યા દસ્તાવેજોની જરૂર પડશે ? >>અરજદારનું આધાર કાર્ડ >>ઓળખપત્ર >>બેંક ખાતાની પાસબુક >>ઉંમર પ્રમાણપત્ર >>આવકનું પ્રમાણપત્ર >>મોબાઇલ નંબર >>પાસપોર્ટ સાઇઝ ફોટો

PMSBY નું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા યોજનાની કવરેજ અવધિ દર વર્ષે 1 જૂનથી 31 મે સુધીની છે. બીજા વર્ષે પણ કોઈ આ યોજના ચાલુ રાખવા માંગે છે, તો રીન્યુઅલ પ્રીમિયમ મે મહિનામાં ચૂકવવામાં આવે છે. PMSBYનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત ૧૨ રૂપિયા છે. તમારે આ મહિનાના અંતમાં આ પ્રીમિયમ ચૂકવવું પડશે. આ રકમ 31 મેના રોજ તમારા બેંક ખાતામાંથી ઓટો ડેબિટ કરવામાં આવે છે. જો તમે PMSBY લીધેલ હોય તો તમારે બેંક ખાતામાં પ્રીમિયમની રકમ રાખવી પડશે.

ક્લેઇમ પ્રક્રિયા શું રહે છે? વીમા રકમનો દાવો કરવા માટે નોમિની અથવા સંબંધિત વ્યક્તિએ પહેલા એ બેંક અથવા વીમા કંપની જ્યાંથી પોલિસી ખરીદી હતી ત્યાં જવું આવશ્યક છે. ક્લેઇમ માટે ફોર્મ મળશે જે ભરી નોમિનીએ સબમિટ કરવાનું રહેશે. આ ફોર્મમાં નામ, સરનામું અને ફોન નંબર જેવી માહિતી આપવાની હોય છે. મૃત્યુ પ્રમાણપત્ર અથવા અપંગતા પ્રમાણપત્ર પણ આવશ્યક છે. ચકાસણી પછી ક્લેઇમની રકમ લાભકર્તાના ખાતામાં જમા થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">