PPFમાં રોકાણ કરનારાઓ માટે ચિંતાના સમાચાર, સરકારે ઘટાડયાં વ્યાજ દર, જાણો નવા રેટ

Public Provident Fund: પબ્લિક પ્રોવિડંડ ફંડમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. સરકારે PPF માટેના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

PPFમાં રોકાણ કરનારાઓ માટે ચિંતાના સમાચાર, સરકારે ઘટાડયાં વ્યાજ દર,  જાણો નવા રેટ
File Photo
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 7:58 AM

Public Provident Fund: પબ્લિક પ્રોવિડંડ ફંડમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. સરકારે PPF માટેના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.આજે 1 એપ્રિલ (1 એપ્રિલથી 30 જૂન, 2021) થી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે, વ્યાજ દર 7.1 ટકાથી ઘટાડીને 6.4 ટકા કરવામાં આવ્યો છે. તે આજે 1 એપ્રિલથી 30 જૂન 2021 સુધી અમલમાં રહેશે. વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થશે.

આ ઉપરાંત તમામ બચત યોજનાઓ માટેના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્ર માટેનો વ્યાજ દર 6.9 ટકાથી ઘટાડીને 6.2 ટકા કરાયો હતો. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર માટેનો વ્યાજ દર 6.8 ટકાથી ઘટાડીને 5.9 ટકા કરાયો છે. વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓ માટેનો વ્યાજ દર 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરાયો છે.

ત્રણ સ્તરમાં ટેક્સ છૂટ મળે છે Public Provident Fund (PPF) એ એક ઉત્તમ રોકાણ વિકલ્પ મનાય છે. તેની શરૂઆત 1968 માં થઈ હતી. તે છેલ્લા 53 વર્ષથી રોકાણકારોને આકર્ષિત કરી રહ્યું છે. સૌથી મોટી વિશેષતા એ છે કે તે જ કર બચત યોજના છે અને EEE કેટેગરી હેઠળ આવે છે. આ એક લાંબી અવધિની રોકાણ યોજના છે જેમાં તમે દર વર્ષે રોકાણ કરીને ટેક્સમાં કપાત મેળવી શકો છો. જ્યારે તે મેચ્યોર થાય છે ત્યારે પાકતી રકમ અને વ્યાજની આવક બંને સંપૂર્ણપણે કરમુક્ત હોય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પરનો વ્યાજ દર 7.1 ટકા હતો જે નાણાકીય વર્ષ 2021-22 માટે ઘટાડીને 6.4 ટકા કરી દેવામાં આવ્યો છે. તમે એક વર્ષમાં લઘુત્તમ 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ યોજના 15 વર્ષ જૂની છે. 5-5 વર્ષના બ્લોકમાં તે વધારી શકાય છે.

પીપીએફ ખાતા પર લોન અને આંશિક ઉપાડની સુવિધા પીપીએફ ખાતાધારકોને લોનની સુવિધા પણ મળે છે. આ સુવિધા ત્રીજા અને પાંચમા વર્ષે ઉપલબ્ધ છે. આ બીજા વર્ષમાં જમા કરાયેલ રકમના મહત્તમ 25 ટકા સુધી હોઈ શકે છે. જોકે આ માટેનો લોક-ઇન પિરિયડ 15 વર્ષનો છે પરંતુ 6 વર્ષ પૂરા થયા પછી સાતમા વર્ષથી આંશિક ઉપાડની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ફાળો આપનાર તેના ભંડોળમાં જમા કરેલી રકમના મહત્તમ 50 ટકા સુધી ઉપાડ કરી શકે છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">