Investment : આ સરકારી યોજનામાં સલામત રોકાણ સાથે મળશે આકર્ષક વ્યાજ, વાંચો સંપૂર્ણ માહિતી અહેવાલમાં

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પણ સામેલ છે.

Investment : આ સરકારી યોજનામાં સલામત રોકાણ સાથે મળશે આકર્ષક વ્યાજ, વાંચો સંપૂર્ણ માહિતી અહેવાલમાં
National Savings Certificate
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 7:37 AM

જો તમે તમારા પરસેવાની કમાણીનું રોકાણ(Investment) અને સારું રિટર્ન મેળવવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ(Post Office Saving Schemes)માં રોકાણ કરી શકો છો. આ યોજનાઓમાં તમને ચોક્કસપણે સારું વળતર મળે છે. સાથે જ તેમાં રોકાણ કરાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક ડિફોલ્ટ થાય છે તો તમને માત્ર પાંચ લાખ રૂપિયાની રકમ જ પાછી મળે છે પરંતુ પોસ્ટ ઓફિસમાં આવો ડર નથી. આ સિવાય પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પણ સામેલ છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

કેટલું વ્યાજ દર મળશે?

હાલમાં પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં 6.8 ટકાનો વ્યાજ દર છે. આ વ્યાજ દર 1લી એપ્રિલ 2020થી લાગુ થશે. આ યોજનામાં વ્યાજ વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે. જો કે, પેમેન્ટ મેચ્યોરિટી પર જ કરવામાં આવે છે. આમાં 1000 રૂપિયાનું રોકાણ કર્યા પછી પાંચ વર્ષના સમયગાળા પછી તે રકમ વધીને 1389.49 રૂપિયા થઈ જશે.

ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડશે?

આ બચત યોજનામાં વ્યક્તિએ ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં 100 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરવું પડશે. કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ખાતું ખોલવા અંગે નિયમ શું છે?

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ હેઠળ એક પુખ્ત અથવા ત્રણ પુખ્ત વ્યક્તિ સંયુક્ત રીતે સંયુક્ત ખાતું ખોલી શકે છે. આ ઉપરાંત વાલી સગીર અથવા નબળી માનસિક સ્થિતિ ધરાવતી વ્યક્તિ વતી પણ ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરનો સગીર પણ પોતાના નામે ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ ગમે તેટલા ખાતા ખોલાવી શકાય છે.

શું કર મુક્તિનો લાભ મળશે?

આ નાની બચત યોજનામાં જમા થયેલી રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કપાત માટે દાવો કરી શકાય છે.

મેચ્યોરિટી

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં જમા કરવામાં આવેલી રકમ ડિપોઝિટની તારીખથી પાંચ વર્ષ પૂર્ણ થવા પર મેચ્યોર થાય છે.

પાકતી મુદત પહેલા ખાતું બંધ કરી શકાય?

આ યોજના હેઠળ અમુક પરિસ્થિતિઓમાં પાંચ વર્ષ પૂરા થયા પહેલા ખાતું બંધ કરી શકાય છે. એક ખાતાધારકના મૃત્યુ પર અથવા સંયુક્ત ખાતાના તમામ ખાતાધારકોના મૃત્યુ પર ખાતું બંધ કરી શકાય છે. આ સિવાય કોર્ટના આદેશ પર પણ એકાઉન્ટ બંધ કરી શકાય છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">