જો તમે કોરોનાકાળમાં ઘરની બહાર નીકળી શકતા નથી, તો આ પદ્ધતિઓ દ્વારા ઘરે બેઠા LIC પ્રીમિયમ સરળતાથી ભરી શકો છો

કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે લોકોને તે જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરે જ રહેવાનું કહેવામાં આવે છે. આ સ્થિતિમાં,કંપનીઓએ ઘણી ઓનલાઇન સેવાઓ પણ ઓફર કરી છે.

  • Ankit Modi
  • Published On - 9:05 AM, 27 Apr 2021
જો તમે કોરોનાકાળમાં ઘરની બહાર નીકળી શકતા નથી, તો આ પદ્ધતિઓ દ્વારા ઘરે બેઠા LIC પ્રીમિયમ સરળતાથી ભરી શકો છો
LIC

કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે લોકોને તે જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરે જ રહેવાનું કહેવામાં આવે છે. આ સ્થિતિમાં,કંપનીઓએ ઘણી ઓનલાઇન સેવાઓ પણ ઓફર કરી છે. ઘણા શહેરોમાં હાલની કોરોનાની સ્થિતિ અને લોકડાઉનને જોતા લોકો ઓનલાઇન મોડને પણ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ પણ ગ્રાહકોને પોલિસીનું પ્રીમિયમ ભરવા માટે ઘણા વિકલ્પો આપ્યા છે જેથી તેઓ ઘરે બેઠાં પ્રીમિયમ ચૂકવી શકે. તમે બેંક, એલઆઈસી એજન્ટ અથવા અન્ય ઓનલાઇન વિકલ્પના ઉપયોગ કરીને તમારા પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો.

નોંધણી વગરના ગ્રાહકો LIC PayDirecમાં લોગીન કર્યા વિના પણ ચુકવણી કરી શકે છે. તમારે તમારી પોલિસી, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો આપી પેમેન્ટ કરવાનું રહેશે. અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે તમે એલઆઈસી પોર્ટલ દ્વારા તમારી એલઆઈસી પ્રીમિયમની ઓનલાઇન ચુકવણી કરી શકો છો.

આ એક ખૂબ જ સરળ રીત છે
સૌ પ્રથમ, તમારે એલઆઈસી વેબસાઇટ www.licindia.in ની મુલાકાત લેવી પડશે. અહીં તમારે હોમ પેજ પર જઈ પે-પ્રીમિયમ વિકલ્પ પર ક્લિક કરવું. આ પછી ઓનલાઇન સર્વિસ પોર્ટલ પર ઉપલબ્ધ થશે. અહીં ગ્રાહક પોર્ટલ દ્વારા પેમેન્ટ કરી શકે છે.

હવે તમે એલઆઈસીના લોગીન પેજ પર આવશો. અહીં તમારે તમારી યુઝર આઈડી, ઇમેઇલ, મોબાઇલ નંબર, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરવી પડશે. આ પછી સાઇન ઇન પર ક્લિક કરો અને તમારી પોલિસીની વિગતો જોવા માટે Self/Policies વિકલ્પ પસંદ કરો.

આ પછી Renew LIC Policy/Due Dateનો વિકલ્પ પસંદ કરો અને પછી પે પ્રીમિયમ પસંદ કરો. હવે ચુકવણી કરવા માટે તમારે ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગનો વિકલ્પ પસંદ કરવો પડશે. જ્યારે તમારી ચુકવણી સફળ થાય છે ત્યારે એક પ્રીમિયમ રસીદ તમારા ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે.

રજીસ્ટ્રેશન વગર પણ પેમેન્ટ કરી શકાય
સૌ પ્રથમ તમારે https://www.licindia.in ની મુલાકાત લેવી પડશે. અહીં તમારે હોમ પેજ પર જઈ પે-પ્રીમિયમ વિકલ્પ પર ક્લિક કરી અને લોગીન કર્યા વિના ચૂકવણી કરવી પડશે. અહીં તમારે Renew LIC Premium/revival ના મેનૂમાં જવું પડશે.

હવે તમારે Customer Validation Form ભરવાનું રહેશે. પછી આ પછી I Agree પર ક્લિક કરીને સબમિટ કરવું પડશે. હવે તમારા માટે ચૂકવણી કરવા માટે એક નવું પેજ ખુલશે. ચુકવણી કરવા માટે તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ પસંદ કરવું પડશે. આ પછી, પોલિસી નંબર, પ્રીમિયમ રકમ સબમિટ કર્યા પછી ચુકવણી માટે સબમિટ કરો. તમારી રસીદ આગલા પેજ પર જોવા મળશે.