રસ્તા પર ચાલતા ઘરનો video વાયરલ, તમે પણ જોઇને ચોંકી ઉઠશો

આજકાલ સોશિયલ મીડિયામાં એક video ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક ઘર રસ્તા પર ચાલતું દેખાઇ રહ્યુ છે.

રસ્તા પર ચાલતા ઘરનો video વાયરલ, તમે પણ જોઇને ચોંકી ઉઠશો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 25, 2021 | 3:06 PM

આજકાલ સોશિયલ મીડિયામાં એક video ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક ઘર રસ્તા પર ચાલતું દેખાઇ રહ્યુ છે. આ વીડિયો જોઇને દુનિયાભરના લોકો ચોંકી ઉઠ્યા છે અને આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે

તમે જે ઘરમાં વર્ષો સુધી રહ્યા હોવ તેની સાથે તમારી લાગણીઓ જોડાયેલી હોય છે. અને કોઇ પણ સંજોગોમાં તમને તે ઘર છોડીને જવાનું મન નથી થતું. અમેરિકાના એક વ્યક્તિને જ્યારે પોતાનું ઘર છોડીને જવાની ફરજ પડી તો તેણે પોતાના ઘરને સાથે લઇને જવાનું વિચાર્યુ અને તેણે પોતાનું આખુ ઘર જ પોતાની સાથે શિફ્ટ કરી લીધુ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

સૈન ફ્રેંસિસ્કોના એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘર લગભગ 139 વર્ષ જુનુ છે. આ ઘરને વિક્ટોરિયા હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘરને તે વિસ્તારમાં વિકાસના કાર્યને લઇને તોડવાની ફરજ પડી હતી. ઘરના માલિકે તેને તોડવાની જગ્યાએ શિફ્ટ કરવાનું નક્કી કર્યુ. આ ઘરને તેની જગ્યાએથી 6 બ્લોક આગળ શિફ્ટ કરવામાં આવ્યુ જેના માટે માલિકે વેટરન હાઉસ મૂવર ફિલ જોયની મદદ લીધી. ઘરને શિફેટ કરતી વખતે માલિકને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને 15 કંપનીઓની પરમિશન લેવી પડી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">