YOGA : નેપાળના પીએમ ઓલીનો વિવાદીત દાવો, યોગની ઉત્પતિ ભારતમાં નહીં નેપાળમાં થઇ

YOGA : નેપાળના પીએમ ઓલી કંઇકને કંઇક વિવાદીત નિવેદનો કરતા રહે છે. આ પહેલા ઓલીએ ભગવાન શ્રી રામનો જન્મ નેપાળમાં થયો હોવાનો દાવો કર્યો હતો. અને, હવે નેપાળના પીએમ ઓલીએ યોગને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે.

YOGA : નેપાળના પીએમ ઓલીનો વિવાદીત દાવો, યોગની ઉત્પતિ ભારતમાં નહીં નેપાળમાં થઇ
ઓલીનું વિવાદીત નિવેદન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 6:45 PM

YOGA : નેપાળના પીએમ ઓલી કંઇકને કંઇક વિવાદીત નિવેદનો કરતા રહે છે. આ પહેલા ઓલીએ ભગવાન શ્રી રામનો જન્મ નેપાળમાં થયો હોવાનો દાવો કર્યો હતો. અને, હવે નેપાળના પીએમ ઓલીએ યોગને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે.

વિશ્વ યોગ દિવસે નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યોગની ઉત્પતિ થઇ ત્યારે ભારત દેશનું અસતિત્વ ન હતું. અને, યોગની ઉત્પતિ નેપાળ દેશમાં થઇ છે. આ પહેલા ઓલી ભગવાન શ્રી રામના જન્મસ્થળને લઇને પણ વિવાદીત નિવેદન આપી ચુકયા છે. તેમણે ભગવાન શ્રી રામનો જન્મ નેપાળમાં થયો હોવાનો દાવો કર્યો હતો.

વિશ્વ યોગ દિવસ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતાં ઓલીએ આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે નેપાળમાં યોગ ત્યારથી પ્રસરેલો છે જ્યારે ભારત દેશનું કોઈ અસ્તિત્વ જ ન હતું. ઓલીએ કહ્યું હતું કે ‘એક રાષ્ટ્ર તરીકે ભારત સ્થાપિત થયું એનાં ઘણાં વર્ષો પહેલાંથી યોગ નેપાળમાં પ્રસિદ્ધ હતો. જ્યારે યોગનો સમગ્ર વિશ્વમાં પ્રસાર થયો ત્યારે ભારત જેવો કોઈ દેશ જ ન હતો.’

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

તેમણે કહ્યું ભારતના અલગ-અલગ રાજ્યો જ હતાં, તે સમયે અખંડ ભારતનું અસતિત્વ હતું નહીં. તેથી યોગ નેપાળ કે ઉત્તરાખંડ રાજયની આસપાસ શરૂ થયો હોવાનો ઓલીએ દાવો કર્યો છે. ઓલીએ વધુમાં કહ્યું કે યોગની શોધ કરનારા સંતોને તેની ક્રેડિટ આપવામાં આવી નથી. નેપાળ દેશ યોગને સમગ્ર વિશ્વમાં ફેલાવો કરી શક્યું ન હતું, પરંતુ ભારતે યોગને વૈશ્વિક સ્તરે નામના અપાવી છે.

ઓલીએ કહ્યું હતું નેપાળમાં દેવી સીતાનું નિધન થયું હતું નેપાળના PM ઓલીએ કહ્યું હતું કે રામનો જન્મ નેપાળના ચિતવન જિલ્લાના અયોધ્યાપુરી વિસ્તારમાં થયો હતો. અયોધ્યાપુરી નેપાળમાં હતું. વાલ્મીકિ આશ્રમ પણ નેપાળમાં જ અયોધ્યાપુરીની નજીક હતો. આ ઉપરાંત નેપાળના જ દેવઘાટ વિસ્તારમાં દેવી સીતાનું નિધન થયું હતું. આ સ્થાન પણ અયોધ્યાપુરી અને વાલ્મીકિ આશ્રમની નજીક જ હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">