YEAR ENDER 2022 : જાણો વિશ્વમાં બનેલી રાજકીય હલચલ સહિતની મહત્વની મોટી ઘટનાઓ

YEAR ENDER 2022 : વર્ષ 2022ની વિદાયનો સમય આવી ગયો છે. અને, નવા વર્ષના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વર્ષ 2022માં વૈશ્વિક રાજકારણમાં અનેક હલચલો થઇ હતી. જેના પર આ અહેવાલમાં નજર કરીએ...

YEAR ENDER 2022 : જાણો વિશ્વમાં બનેલી રાજકીય હલચલ સહિતની મહત્વની મોટી ઘટનાઓ
YEAR ENDER 2022 (GFX)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2022 | 9:04 AM

1) રશિયા-યુક્રેન યુદ્ધનો અંત કયારે ?

ફેબ્રુઆરી મહિનામાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને લશ્કરી આક્રમણનો આદેશ આપ્યા બાદ રશિયન સેના યુક્રેનમાં ઘૂસી હતી.જોકે રશિયા અને યુક્રેન વચ્ચે તનાવ નવી વાત નથી.1991માં સોવિયેત રશિયાથી છુટા પડીને સ્વતંત્ર થવાની યુક્રેને જાહેરાત કરી હતી.એ પછી યુક્રેનની યુરોપીયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી ન હોતી. અને, રશિયાએ યુક્રેનના એક બાદ એક અનેક વિસ્તારો પર કબ્જો જમાવ્યો હતો. અને, બંને દેશો તરફથી ભારે જાનહાની થઇ છે. હજુપણ આ યુદ્ધ સતત 10 મહિનાથી ચાલું જ છે. જેનો કયારે અંત આવશે તે કહેવું મુશ્કેલ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

2) શ્રીલંકા આર્થિક-રાજકીય કટોકટી સર્જાઇ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પ્રક્રિયા ઝડપી બનવાની સાથે રાજકીય કટોકટીનો અંત આવ્યો હતા, પરંતુ આર્થિક કટોકટીને પગલે દેશમાં ભૂખમરાની સ્થિતિ બદતર બની હતી. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના જણાવ્યા મુજબ ભયાનક આર્થિક કટોકટીને લઇને શ્રીલંકામાં 60 લાખથી વધુ લોકો ભૂખમરામાં સપડાયા હતા. અને, દેશમાં પેટ્રોલ સહિત જીવનજરૂરી વસ્તુઓના ભાવ આકાશને આંબી ગયા હતા. જેને કારણે સામાન્ય લોકોમાં વિરોધ વકર્યો હતો. અને, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને પદભ્રષ્ટ કરવા કરોડોની સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું હતું. અને, રાષ્ટ્રપતિને દેશમાંથી નાસી જવાની ફરજ પડી હતી. બાદમાં વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે દેશના કાર્યભાર સંભાળ્યો હતો.

3) ઋષિ સુનક યુકેના વડાપ્રધાન બન્યા

ઓકટોબર મહિનામાં ભારતીય મૂળના ઋષિ સુનક યુકેના નવા વડાપ્રધાન બન્યા હતા. સુનકને સૌથી વધુ સાંસદોનું સમર્થન મળ્યું હતું, અહીં નોંધનીય છે કે 45 દિવસ સુધી બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસના રાજીનામા બાદ ફરી એકવાર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઋષિ સુનકને શરૂઆતથી જ પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા હતા.

4) બ્રિટનને મળ્યા નવા રાજા

મહારાણી એલિઝાબેથના નિધન બાદ બ્રિટનને પોતાના નવા સમ્રાટ મળી ગયા છે. સપ્ટેમ્બર મહિનામાં સેંટ જેમ્સ પેલેસમાં પરિગ્રહણ પરિષદની બેઠકમાં પ્રિવી કાઉંસિલે કિંગ ચાર્લ્સ ત્રીજાને બ્રિટનના નવા સમ્રાટ જાહેર કર્યા હતા. આ તકે એક ઐતિહાસિક સમારંભ આયોજીત કરીને કિંગ ચાર્લ્સ ત્રીજાની તાજપોશી કરવામાં આવી હતી.

5) બ્રિટનની મહારાણી એલિઝાબેથનું નિધન, લીઝ ટ્રસ વડાપ્રધાન બન્યા

બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ દ્વિતીયનું 9-સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે અવસાન થયું હતું. મહારાણીએ બાલમોરલ કેસલમાં અંતિમ શ્વાસ લીધા. વિશ્વના નેતાઓએ બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. નિધનના માત્ર બે દિવસ પહેલાં રાણીએ ફોટોગ્રાફ્સમાં હસતાં હસતાં લિઝ ટ્રસને 15મા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. લિઝ ટ્સે બ્રિટનના વડાપ્રધાન તરીકે માત્ર 45 દિવસ શાસન ભોગવ્યું હતું. અને, લિઝ ટ્રસની સરકાર પડી ભાંગી હતી.

6) પાકિસ્તાનમાં કેપ્ટન “ઇમરાન” સરકાર તૂટી ગઇ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર જબરદસ્ત રાજકીય સંકટમાં ઘેરાયું હતું. રાજકીય રીતે ઘેરાયેલા ‘કેપ્ટન’ વડાપ્રધાન તરીકેની 5 વર્ષની ઈનિંગ પૂરી કરતા પહેલા ‘આઉટ’ થઈ ગયા હતા. ઇમરાન ખાનને મુસીબતમાં મૂકવામાં ઘણા મોટા વિપક્ષી નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ, તેમની પુત્રી મરિયમ નવાઝ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી અને જમિયત ઉલેમા એ ઈસ્લામના પ્રમુખ મૌલાના ફઝલુર સામેલ હતા. હાલ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ બન્યા છે.

7) ઇટાલીમાં પ્રથમ વખત એક મહિલા વડાપ્રધાન બન્યા

સપ્ટેમ્બર મહિનામાં ઈટાલીની રાષ્ટ્રીય ચૂંટણીમાં પાર્ટી ‘બ્રધર્સ ઓફ ઈટાલી’ને સૌથી વધુ વોટ મળ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી દેશની પ્રથમ અત્યંત જમણેરીની આગેવાની હેઠળની સરકારની રચના અને પાર્ટીના નેતા જ્યોર્જિયા મેલોની દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન (PM) બનવાનો માર્ગ મોકળો બન્યા હતો. જ્યોર્જિયા મેલોનીની પાર્ટીએ 114 બેઠકો જીતી હતી. જ્યારે બહુમતનો આંકડો 104 છે. ઓક્ટોબરમાં મેલોનીની સરકારની રચના થઇ હતી.

8) પાકિસ્તાનના રાજકારણમાં આર્મી ચીફની ભૂમિકા

પાકિસ્તાનના રાજકારણમાં હંમેશા આર્મી ચીફની મહત્વની ભૂમિકા રહેલી છે. ઇતિહાસ સાક્ષી છેકે પાકિસ્તાનમાં લોકશાહી હોવા છતાં દેશના રાજકારણની કમાન આર્મી ચીફના હાથમાં રહેલી છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર ભાંગી પડયા બાદ પાકિસ્તાનના નવા આર્મી ચીફ માટે લાંબા સમયથી ચાલેલી શોધ આખરે પૂરી થઇ હતી. પાકિસ્તાનમાં નવા આર્મી ચીફના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને પાકિસ્તાનના નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા. અસીમ મુનીર જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લીધું હતું.

9) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની વસમી વિદાય

જુલાઇ મહિનામાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા થઇ હતી. સવારે નારા નગરમાં આબે પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જાપાની સમય અનુસાર 11.30 વાગ્યે આબે ભાષણ દરમિયાન સભામાં હાજર હતા. હુમલાખોરો પૈકી એકે પાછળથી ગોળીબાર કર્યો હતો. તેમને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 6 કલાક પછી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ હત્યા પાછળ રાજકીય દોરી સંચાર હોવાની પણ આશંકા તે સમયે પ્રબળ બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિંઝો આબેના માનમાં 9 જુલાઇએ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી.

10) ન્યુયોર્કમાં સલમાન રશ્દી પર હુમલો

અમેરિકાના ન્યૂયોર્કમાં ઓગસ્ટ મહિનામાં એક કાર્યક્રમ દરમિયાન મૂળ ભારતીય અને પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર એક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ લેખકને ગળા અને પેટમાં છરી મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. અને, તેઓને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">