World Athletics Day 2022 : જાણો આજના દિવસનો ઇતિહાસ અને મહત્વ

આજે એટલે કે 7 મેના રોજ શારીરિક અને માનસિક ફિટનેસના મહત્વ અંગે જાગૃતિ લાવવા અને લોકોને રમતગમત અને એથ્લેટિક્સમાં વધુ સામેલ થવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ એથ્લેટિક્સ દિવસ (World Athletics Day) મનાવવામાં આવે છે.

World Athletics Day 2022 : જાણો આજના દિવસનો ઇતિહાસ અને મહત્વ
World Athletics Day 2022 (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 7:41 AM

આ દિવસ સૌપ્રથમવાર 1996માં મનાવવામાં આવ્યો હતો. તે તત્કાલિન ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન (IAAF)ના પ્રમુખ પ્રિમો નેબિઓલો દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. દર વર્ષે, વિશ્વ એથ્લેટિક્સ દિવસ પર, (World Athletics Day) વિશ્વ એથ્લેટિક્સ ફેડરેશન અને IAAFએ ઘણી શાળાઓ અને કોલેજોમાં રમતગમતના કાર્યક્રમોનું (Sports Event) આયોજન કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન (IAAF)ની સ્થાપના 1912માં વિવિધ રમતગમતના કાર્યક્રમો અને એથ્લેટિક્સના આયોજન માટે કરવામાં આવી હતી. 2001માં ફેડરેશનનું નામ બદલીને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન કરવામાં આવ્યું હતું.

વિશ્વ એથ્લેટીક્સ દિવસનો ઉદેશ્ય

વિશ્વ એથ્લેટિક્સ દિવસ બાળકોમાં રમતગમત વિશે જ્ઞાન આપવા માટે મનાવવામાં આવે છે. યુવાનોને ફિટ અને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ એથ્લેટિક્સ દિવસ 2022 પર કેટલાક પ્રેરણાદાયી એથ્લેટિક્સ વિશેના અવતરણો છે….

  1. “જીવનમાં કે એથ્લેટિક્સમાં કંઈ સારું આવતું નથી સિવાય કે સખત મહેનત…. શોર્ટ કટ લેવાથી માત્ર કામચલાઉ સફળતા પ્રાપ્ત થાય છે.” – રોજર સ્ટૉબાચ.
  2. “તમે જે કરી શકતા નથી તેને તમે જે કરી શકો છો તેમાં દાખલ ન થવા દો” – જ્હોન વુડન.
  3. 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
    વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
    ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
    ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
    આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
    દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
  4. “આપણે માણસ છીએ, દિવસના અંતે સફળતા અને નિષ્ફળતા એ આપણા જીવનનો એક ભાગ છે.” – હિમા દાસ.

વિશ્વ એથ્લેટીક્સ દિવસનું મહત્વ 

ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન (IAAF) દ્વારા યુવાઓમાં એથ્લેટિક્સમાં સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ એથ્લેટિક્સ દિવસની રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વ એથ્લેટિક્સ દિવસ એ IAAFના સામાજિક જવાબદારીલક્ષી પ્રોજેક્ટ ‘એથ્લેટિક્સ ફોર અ બેટર વર્લ્ડ’નો એક ભાગ છે. આજની દુનિયામાં, યુવાનોમાં સ્થૂળતાના દરમાં વધારો થતાં, લોકોમાં શારીરિક અને માનસિક ફિટનેસ વિશે જાગૃતિ લાવવી એ એક મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. આમ, વિશ્વ એથ્લેટિક્સ દિવસ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓથી વાકેફ કરવા અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. દર વર્ષે 7મી મેના રોજ વિશ્વ એથ્લેટિક્સ દિવસ મનાવવામાં આવે છે.

વિશ્વ એથ્લેટીક્સ દિવસનો ઇતિહાસ

વિશ્વ એથ્લેટિક્સ દિવસ સૌપ્રથમ 1996માં ઉજવવામાં આવ્યો હતો. આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન (IAAF)ના તત્કાલીન પ્રમુખ પ્રિમો નેબિઓલો દ્વારા રજૂ કરવામાં આવી હતી. વિશ્વ એથ્લેટિક્સ દિવસ IAAF દ્વારા આયોજિત અને પ્રાયોજિત છે. 1996માં, પ્રથમ વિશ્વ એથ્લેટિક્સ દિવસ અમેરિકાના એટલાન્ટા રાજ્યમાં ઓલિમ્પિક રમતોની શતાબ્દી આવૃત્તિની થીમ આધારિત હતો. આ ઇવેન્ટના વિજેતાઓમાંથી, દરેક ખંડીય વિસ્તારો (આફ્રિકા, એશિયા, યુરોપ, ઓસનિયા, દક્ષિણ અમેરિકા, ઉત્તર મધ્ય અમેરિકા અને કેરેબિયન)માંથી 2 છોકરાઓ અને છોકરીઓને પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓને એટલાન્ટા ઓલિમ્પિક્સમાં હાજરી આપવા માટે આંતરરાષ્ટ્રીય ફેડરેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જો કે, વર્તમાન સમયમાં, કોવિડ- 19 મહામારીને કારણે વૈશ્વિક સ્તરે એથ્લેટીક્સની પ્રવૃતિઓ અને આ દિવસની ઉજવણીમાં વિક્ષેપ પડ્યો હતો.

ભારતમાં, આજે આ દિવસ ઓલિમ્પિક્સ 2021 વિનર નીરજ ચોપરા એટલે કે ‘ગોલ્ડન બોય’ના ગોલ્ડ મેડલ જીતવા બદલ તેની જીતનું સન્માન કરવા માટે દેશભરમાં ઉજવવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">