#ThisIsNotConsent: સોશિયલ મીડિયા પર કેમ મહિલાઓ મૂકી રહી છે પોતાની Pantyની તસવીરો?

થોડા સમય પહેલા સામે આવેલા બળાત્કારના એક આરોપીને મુક્ત કરી દેવાના વિરોધમાં સોશિયલ મીડિયા પર જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર કેસમાં બચાવ પક્ષના વકીલે અદાલતમાં પીડિતાના આંતરવસ્ત્રને સાબિતી તરીકે રજૂ કર્યું. સાથે દલીલ કરી કે જે પણ કંઈ થયું છે તે પીડિતાની સહમતિથી થયું છે. આ કેસના આરોપીને સજામાંથી મુક્ત કર્યાં બાદ […]

#ThisIsNotConsent: સોશિયલ મીડિયા પર કેમ મહિલાઓ મૂકી રહી છે પોતાની Pantyની તસવીરો?
Women are sharing pictures of their underwear on social media
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Nov 28, 2018 | 7:05 AM

થોડા સમય પહેલા સામે આવેલા બળાત્કારના એક આરોપીને મુક્ત કરી દેવાના વિરોધમાં સોશિયલ મીડિયા પર જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર કેસમાં બચાવ પક્ષના વકીલે અદાલતમાં પીડિતાના આંતરવસ્ત્રને સાબિતી તરીકે રજૂ કર્યું. સાથે દલીલ કરી કે જે પણ કંઈ થયું છે તે પીડિતાની સહમતિથી થયું છે. આ કેસના આરોપીને સજામાંથી મુક્ત કર્યાં બાદ આયરલેન્ડની મહિલાઓ આંતરવસ્ત્રોની તસવીરો #ThisIsNotConsent (આ સંમતિ નથી) હેશટેગ સાથે ટ્વીટ કરી રહી છે.

Ireland: People protesting on the streets #ThisIsNotConsent

Ireland: People protesting on streets #ThisIsNotConsent

હવે આ હેશટેગ સોશિયલ મીડિયા વેબસાઈટ્સ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. સાથે જ ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ આ અભિયાનમાં ભાગ લઈ રહી છે. માત્ર આટલું જ નહીં, પરંતુ ઘણી જગ્યાઓએ લોકો રસ્તા પર ઉતરીને પણ વિરોધ નોંધાવી રહ્યાં છે.

મહિલા સાંસદે પણ સંસદમાં લહેરાવ્યું આંતરવસ્ત્ર?

બળાત્કારના એક આરોપીને મુક્ત કરવાના વિરોધ એક મહિલા સાંસદે આયરલેન્ડની સંસદમાં અંતર્વસ્ત્ર લહેરાવીને વિરોધ દર્શાવ્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
Ruth Coppinger, a TD (MP) in the Irish parliament, showed a lacy thong

Ruth Coppinger, a TD (MP) in the Irish parliament, showed a lacy thong

સાંસદ રૂથ કૉપિંગરે પણ આ અભિયાનને પોતાનું સમર્થન આપ્યું છે. તેઓ સંસદમાં આંતરવસ્ત્ર લઈને ગયા અને કહ્યું, “સદનમાં આંતરવસ્ત્ર લહેરાવવું શરમજનક લાગી શકે છે. પરંતુ આપણે વિચારવું પડશે કે જ્યારે એક મહિલાનની પેન્ટી અદાલતમાં બતાવવામાં આવી ત્યારે તેને કેવું લાગ્યું હશે?”

Women sharing pics of Panty on Social Media

Woman sharing pics of Panty on Social Media

શું છે સમગ્ર મામલો?

આ મામલો 17 વર્ષની એક છોકરી સાથે થયેલા બળાત્કારનો છે જેમાં 27 વર્ષીય એક વ્યક્તિ આરોપી હતો. આ કેસમાં 6 નવેમ્બરે કોર્કની અદાલતે આરોપીના વકીલની આ દલીલ માની લીધી કે છોકરીની સહમતિથી યૌનસંબંધ બાંધવામાં આવ્યો હતો. વકીલે તે યુવતીનું આંતરવસ્ત્ર અદાલત સામે રાખીને કહ્યું કે આ પુરાવો છે કે તે યુવતી આરોપી પ્રત્યે આકર્ષિત હતી અને તેની સહમતિથી આ સંબંધ બાંધવામાં આવ્યો હતો. અને આ દલીલ પર કોર્ટે આરોપીને મુક્ત કરી દીધો.

#ThisIsNotConsent

#ThisIsNotConsent

ત્યારબાદ તરત જ સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને લોકોએ નારાજગીની સાથે સાથે વિરોધ પ્રદર્શિત કરવાની પણ શરૂઆત કરી દીધી. ખાસ કરીને મહિલાઓએ પોતાના આંતરવસ્ત્રો (Panty)ની તસવીરો #ThisIsNotConsent હેશટેગ સાથે ટ્વીટ કરવાની શરૂ કરી દીધી. આ વિરોધ આજે પણ યથાવત્ છે. કેટલીય જગ્યાઓએ લોકોએ રસ્તા પર ઉતરીને પણ વિરોધ દર્શાવ્યો.

People protesting and supporting #ThisIsNotConsent

People protesting and supporting #ThisIsNotConsent

માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ પુરૂષો પણ આંતરવસ્ત્રોની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી આ મામલે વિરોધ દર્શાવી રહ્યાં છે. આયરલેન્ડની રાજધાની ડબલિનમાં મહિલા પ્રદર્શનકારીઓએ સિટી સેન્ટર પર મહિલાઓની Panty લટકાવીને પ્રદર્શન કર્યું. કોર્કમાં એક પ્રદર્શનકારી તો કોર્ટમાં જ Panty લઈને જતી રહી.

[yop_poll id=51]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ whatsapp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">