જાણો પાંચ વર્ષમાં પૃથ્વીના તાપમાનમાં થશે કેટલા ટકા વધારો, શું મચશે તબાહી

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે  આગામી પાંચ વર્ષમાં પૃથ્વી ના તાપમાન(Temparature) માં 40 ટકાનો વધારો થઈ શકે છે. આ ઉનાળાના પહેલાનાં તમામ રેકોર્ડોને તોડી નાખશે. હાલ પેરિસ પર્યાવરણ સમજૂતીના કામોની કોઇ અસર નહિ જોવા મળે. વિશ્વ હવામાન સંસ્થા (WMO) દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે.

જાણો પાંચ વર્ષમાં પૃથ્વીના તાપમાનમાં થશે કેટલા ટકા વધારો, શું મચશે તબાહી
જાણો પાંચ વર્ષમાં પૃથ્વીના તાપમાનમાં કેટલો થશે કેટલા ટકા વધારો
Follow Us:
| Updated on: May 30, 2021 | 3:01 PM

ભારતના દરિયાકાંઠે હાલમાં જ ટકરાયેલા બે વાવાઝોડા તા-ઉતે અને યાસે જાનમાલનું નુકશાન કર્યું છે. તેમજ એ બાબતને પણ ઉજાગર કરી છે ગ્લોબલ વોર્મિંગના લીધે આ પ્રકારના દરિયાઈ તોફાનો વિશ્વમા  વારંવાર આવતા જ રહેશે. જો કે આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે  આગામી પાંચ વર્ષમાં પૃથ્વી ના તાપમાન(Temparature) માં 40 ટકાનો વધારો થઈ શકે છે.

આ ઉનાળાના પહેલાનાં તમામ રેકોર્ડોને તોડી નાખશે. હાલ પેરિસ પર્યાવરણ સમજૂતીના કામોની કોઇ અસર નહિ જોવા મળે. વિશ્વ હવામાન સંસ્થા (WMO) દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે.

2025 સૌથી ગરમ વર્ષનો રેકોર્ડ તોડશે

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ સંગઠનના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે 2025 સૌથી ગરમ વર્ષનો રેકોર્ડ તોડશે. આ સંસ્થા દાવો 90 ટકા મજબૂત હોવાનું જણાવી રહી છે. આ સિવાય એટલાન્ટિક મહાસાગરમાં ભયાનક વાવાઝોડાનું આગમન થવાની સંભાવના છે.

 ઉત્તરી ગોળાર્ધ પરના દેશોના તાપમાનમાં 0.8 ડિગ્રી સેલ્સિયસનો વધારો

ડબલ્યુએમઓ (WMO)ના આ વર્ષ માટેની આગાહી એ છે કે પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધ પરના દેશોના તાપમાન(Temparature)માં 0.8 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ તાપમાન છેલ્લા કેટલાક દાયકા કરતા વધારે છે. અમેરિકાના દક્ષિણ પશ્ચિમમાં ચાલુ દુષ્કાળની સ્થિતિ હજી પણ આવી જ  રહેશે. એટલે કે પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધના દેશો જેમાં મોટાભાગના ખંડો આવે છે, તેઓ આ વર્ષે સરેરાશ તાપમાન કરતા વધારે સહન કરશે.

ઔદ્યોગિક કાળ કરતા 1.2 ડિગ્રી સેલ્સિયસ ગરમ

ડબલ્યુએમઓ(WMO)એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષ માટે કોઈપણ એક વર્ષનું તાપમાન ઔદ્યોગિક કાળ કરતા 1.5.. ડિગ્રી સેલ્સિયસ વધારે રહેશે. આ કિસ્સામાં, પેરિસ પર્યાવરણીય કરાર હેઠળ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના તમામ પ્રયત્નો નાકામ રહ્યાં છે. આ સમયે વિશ્વ ઔદ્યોગિક કાળ કરતા 1.2 ડિગ્રી સેલ્સિયસ ગરમ છે. ગયા વર્ષે આ સંસ્થાએ પૃથ્વીની સપાટી 40 ટકાને બદલે 20 ટકા વધુ ગરમ થવાની આગાહી કરી હતી.

તાપમાનમાં બમણો વધારો થાય છે

યુનાઇટેડ કિંગડમના હવામાનશાસ્ત્રી લીઓ હર્મોન્સને કહ્યું હતું કે તાપમાનમાં બમણો વધારો થાય છે એટલે કે બદલાતી ટેકનોલોજી, એટલે કે એવી ટેકનોલોજી જેનાથી ગરમી બમણી થઇ રહી છે. અમે ક્યારેય ધ્રુવીય પ્રદેશો પર ધ્યાન આપ્યું નથી. ત્યાંની હાલત દિવસેને દિવસે વણસી રહી છે.ડબલ્યુએમ(WMO)ઓ તરફથી આપવામાં આવેલી ચેતવણીનો સ્પષ્ટ અર્થ એ છે કે તમામ દેશો અને તેમની સરકારોએ પર્યાવરણ અને પૃથ્વીને બચાવવા માટે પગલાં ભરવા પડશે.

સરેરાશ તાપમાન કરતા 1.5 ડિગ્રી વધારે હશે

પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના પર્યાવરણીય વૈજ્ઞાનિક માઇકલે માનએ કહ્યું કે તે સાચું છે કે વિશ્વ પેરિસ સમજૂતીને પૂર્ણ કરી શકશે નહીં. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટેના કરારમાં નિર્ધારિત સમય, તે પહેલાં પૃથ્વી વધુ ગરમ થશે. તે નિશ્ચિત છે કે આવતા પાંચ વર્ષોમાં એક કે બે વર્ષ એવા હશે કે જેમાં સરેરાશ તાપમાન કરતા 1.5 ડિગ્રી વધારે હશે. માઇકલ માનએ કહ્યું કે આ રોકી શકાય છે પરંતુ ઘણા સખત નિર્ણયો તાત્કાલિક લેવાના પડશે.

વધતા તાપમાનને કારણે દરિયાની સપાટી વધી રહી છે

ડબ્લ્યુએમઓ સેક્રેટરી જનરલ પ્રોફેસર પેટ્રી ટાલસે કહ્યું કે આ માત્ર આંકડા નથી. તે તેના કરતા ઘણું વધારે છે. બરફ ઓગળતો જાય છે, સતત વધતા તાપમાનને કારણે દરિયાની સપાટી વધી રહી છે. વધુ હીટવેવ જોવા મળી રહ્યા છે. આને કારણે વિશ્વભરની વસ્તી ખોરાક માટે ફાંફાં મારશે. આરોગ્ય, પર્યાવરણ અને ટકાઉ વિકાસ પર આની મોટી અસર કરશે.

વિશ્વના તમામ દેશોએ એક સાથે આવવું પડશે

એવું માનવામાં આવે છે કે 11 થી 13 જૂન દરમિયાન યુકેમાં યોજાનારી જી -7 નેતાઓ સમિટમાં પર્યાવરણ વિશે ગંભીર ચર્ચા થશે. કારણ કે વિશ્વના કેટલાક મોટા દેશોની આગાહી પણ ડબલ્યુએમઓ સમાન છે. આ દેશો સ્પેન, જર્મની, કેનેડા, ચીન, અમેરિકા, જાપાન,ઓસ્ટ્રેલિયા, સ્વીડન, નોર્વે અને ડેનમાર્ક છે. પરંતુ ફક્ત આ દેશોને એક સાથે કરીને અને કોઈ પગલું લેવાનું કામ કરશે નહીં. આની માટે વિશ્વના તમામ દેશોએ એક સાથે આવવું પડશે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">