WHOએ નકશામાં જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ બતાવ્યાં, ભારતે ઉઠાવ્યો વાંધો

આ ભૂલ ભરેલો નકશો WHOના વેબપોર્ટલ પર છે. ભારતે વિશ્વ આરોગ્ય સંગઠન- WHOના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસને કહ્યું કે આ નકશાને હટાવી તાજેતરનો નકશો મૂકવામાં આવે.

WHOએ નકશામાં જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ બતાવ્યાં, ભારતે ઉઠાવ્યો વાંધો
ફોટો : www.who.int
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 14, 2021 | 3:06 PM

વિશ્વ આરોગ્ય સંગઠન (World Health Organisation) એ પોતાના વેબપોર્ટલ www.who.int પર મૂકેલા ભારતના નકશા પર ભારતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. આ નકશામાં ભારતની સીમાઓને ખોટી દર્શાવવવામાં આવી છે. WHOના વેબપોર્ટલ પર મૂકવામાં આવેલા આ નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવામાં આવ્યાં છે. ભારતના આ નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ગ્રે રંગમાં બતાવ્યા છે, જ્યારે એના સિવાયના ભારતના પૂરા ભાગને બ્લ્યુ રંગમાં દર્શાવવામાં આવ્યો છે. ભારતે આ ભૂલ ભરેલા નકશા અંગે વિશ્વ આરોગ્ય સંગઠન – WHO અને તેના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસ(Tedros Adhanom Ghebreyesus) સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

ભારતે ત્રીજી વાર નારાજગી વ્યક્ત કરી WHOના વેબપોર્ટલ પર મૂકવામાં આવેલા આ ભૂલ ભરેલા નકશા અંગે ભારતે આ ત્રીજી વાર નારાજગી વ્યક્ત કરી છે. આ પહેલા 3જી અને 30મી ડિસેમ્બરે આ મુદ્દે WHOના ડાયરેક્ટર જનરલ સાથે વાત કરી હતી. આ વાતચીતમાં WHOના ઘણા વિડીયો અને ફોટો પર પણ ભારતે નારાજગી વ્યક્ત કાંતિ હતી જેમાં ભારતનો આ ભૂલ ભરેલો નકશો બતાવવામાં આવ્યો હતો. WHOના કોરોના ડેશબોર્ડ પર પણ આ જ ભૂલ ભરેલો નકશો મૂકવામાં આવ્યો છે. ગત અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર (united nations)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ ઇન્દિરા મણી પાંડેએ આ મુદ્દે WHOના પ્રમુખ ટેડ્રોસને આવેદન આપ્યું હતું.

શું કહ્યું હતું ભારતના સ્થાયી પ્રતિનિધિએ ? સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ઇન્દિરા મણી પાંડેએ WHOના પ્રમુખ ટેડ્રોસને 8 જાન્યુઆરીએ આ અંગે પત્ર લખ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે WHOના વિભિન્ન વેબ પોર્ટલ પર મૂકવામાં આવેલા ભારતના નકશામાં ભારતની સીમાઓને ખોટી રીતે દર્શવવામાં આવી રહી છે. જેના પ્રત્યે અમે નારાજગી વ્યકત કરીએ છીએ. આ મામલે અમે તમારું ધ્યાન અમારા દ્વારા મોકલવામાં આવેલા જૂના સંદેશાઓ તરફ દોરવા માંગીએ છીએ જેમાં આ ભૂલોને દર્શાવવામાં આવી હતી. અમે ફરી એક વાર WHOના વિભિન્ન પ્લેટફોર્મ મૂકવામાં આવેલા ભારતના નકશાને હટાવવા અને સાચો નકશો મૂકવા આપને હસ્તક્ષેપ કરવાની માંગ કરી રહ્યાં છીએ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શાખ્સગામ ઘાટીને ચીનનો ભાગ દર્શાવ્યો WHOના વેબપોર્ટલ પર મૂકવામાં આવેલા આ ભૂલ ભરેલા નકશામાં જમ્મુ-કશમીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવવાની સાથે જ આ નકશામાં 5168 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી શાખ્સગામ ઘાટીને ચીનનો ભાગ દર્શાવવામાં આવ્યો છે, જેને 1963માં પાકિસ્તાને ગેરકાયદેસર રીતે ચીનને સોંપી દીધો હતો. આ સાથે ક અકસાઈ ચીનનો વિસ્તાર, જેના પર ચીને 1954 માં કબજો કરી લીધો હતો. આ નકશાને આછા ભૂરા રંગમાં દર્શાવવામાં આવ્યો છે. આ આછો ભૂરો રંગ ચીનને દેખાડવામાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">