WHOની ચેતવણી, ઓરી વિશ્વ માટે ખતરો છે, 2021માં 40 મિલિયન બાળકોને રસી અપાઈ નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ બુધવારે કહ્યું કે ઓરી વિશ્વ માટે એક મોટો ખતરો છે.

WHOની ચેતવણી, ઓરી વિશ્વ માટે ખતરો છે, 2021માં 40 મિલિયન બાળકોને રસી અપાઈ નથી
ઓરીના કેસોને લઇને આરોગ્ય તંત્ર એક્શનમાંImage Credit source: ફાઇલ તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 9:11 AM

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ બુધવારે કહ્યું કે ઓરી વિશ્વ માટે એક મોટો ખતરો છે. ડબ્લ્યુએચઓ અને સીડીએસએ કહ્યું કે કોરોના રોગચાળા પછી ઓરીના રસીકરણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે ગયા વર્ષે ચાર કરોડ બાળકો ઓરીની રસી લેવાનું ચૂકી ગયા હતા. બંને સંસ્થાઓએ કહ્યું કે તેની સાથે આ રોગનું મોનિટરિંગ પણ ઘટી ગયું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ડબ્લ્યુએચઓ અને સીડીસીએ સંયુક્ત અહેવાલમાં જણાવ્યું હતું કે, “કોરોનાવાયરસને કારણે રસીકરણ કવરેજ અને રોગની દેખરેખમાં સતત ઘટાડો થવાને કારણે ઓરી હવે વિશ્વભરના વિવિધ પ્રદેશોમાં ફેલાવાના જોખમમાં છે.” ઓરી સૌથી ચેપી માનવ વાયરસ પૈકી એક છે. . તેને રસીકરણ દ્વારા લગભગ સંપૂર્ણપણે અટકાવી શકાય છે.

2021માં ચાર કરોડ બાળકોને ઓરીની રસી નથી મળી

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ડબ્લ્યુએચઓએ કહ્યું કે ઓરીના પ્રકોપને રોકવા માટે 95 ટકા રસીના કવરેજની જરૂર છે. WHO અને CDCના સંયુક્ત અહેવાલ મુજબ, કોરોનાને કારણે વર્ષ 2021માં ચાર કરોડ બાળકો ઓરીની રસી લેવાનું ચૂકી ગયા. રિપોર્ટ અનુસાર, લાખો બાળકો વિશ્વના સૌથી ચેપી રોગથી સંક્રમિત થયા હતા. ગયા વર્ષે 90 મિલિયન બાળકોને આ રોગનો ચેપ લાગ્યો હતો. તે જ સમયે, ઓરીના કારણે 1,28,000 મૃત્યુ થયા છે.

ઓરીની રસી મૃત્યુને રોકવામાં 97 ટકા અસરકારક છે

WHO અને CDC જણાવે છે કે 95 ટકાથી વધુ ઓરીથી થતા મૃત્યુ વિકાસશીલ દેશોમાં થાય છે. આફ્રિકા અને એશિયામાં આ રોગથી મૃત્યુઆંક વધુ છે. ઓરી માટે કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ રસીના બે ડોઝ રોગને રોકવા માટે સક્ષમ છે. આ રસી મૃત્યુને રોકવામાં લગભગ 97 ટકા અસરકારક છે.

જુલાઈમાં, યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે 25 મિલિયન બાળકો ડિપ્થેરિયા સામે નિયમિત રસીકરણ કરવાનું ચૂકી ગયા, જેમાં અન્ય ઘણા રોગોનો સમાવેશ થાય છે, કારણ કે કોરોના રોગચાળાએ મોટાભાગે નિયમિત આરોગ્ય સેવાઓને વિક્ષેપિત કરી હતી અથવા રસી વિશે ખોટી માહિતી ફેલાવી હતી.

ભારતમાં પણ ઓરીનો કહેર, મુંબઈમાં અત્યાર સુધીમાં 12 મોત

ઓરીના કારણે મુંબઈમાં હલચલ મચી ગઈ છે. અહીં આ બીમારીના કારણે આઠ મહિનાના બાળકનું મોત થયું હતું. આ સાથે જ આ રોગથી મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. તે જ સમયે, અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈમાં ઓરીના 13 નવા કેસ નોંધાયા છે. આ સાથે આ વર્ષે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 233 થઈ ગઈ છે. આ ઉપરાંત, ઝારખંડ, ગુજરાત અને કેરળના ત્રણ શહેરોમાં અનુક્રમે રાંચી, અમદાવાદ અને મલપ્પુરમમાં બાળકોમાં ઓરીના કેસોમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે તેનું મૂલ્યાંકન અને સંચાલન કરવા માટે ઉચ્ચ સ્તરીય ટીમો તૈનાત કરી છે.

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">