ઈઝરાયલની આ એજન્સી ભારતના પત્રકાર અને સોશિયલ એક્ટિવિસ્ટોની કરી રહી છે જાસૂસી!

દુનિયાની સૌથી ઉપયોગી એપ્લિકેશન Whatsapp દ્વારા એક મોટો ખુલાસો કરાયો છે. આ ખુલાસા બાદ WhatsAppના કરોડો યુઝર્સ માટે ચિંતાનો વિષય બની ગયો છે. પોતાના પર્સનલ મેસેજ અને ડેટા લઈ ચિંતા વધી શકે છે. Whatsappએ ઈઝરાયલની એક સાઈબર ઇન્ટેલિજન્સ કંપની NSO ગ્રૂપ પર જાસૂસીનો આક્ષેપ કર્યો છે. માહિતી અનુસાર ભારતના અનેક લોકો પર આ કંપનીના એક […]

ઈઝરાયલની આ એજન્સી ભારતના પત્રકાર અને સોશિયલ એક્ટિવિસ્ટોની કરી રહી છે જાસૂસી!
TV9 Webdesk12

|

Oct 31, 2019 | 10:58 AM

દુનિયાની સૌથી ઉપયોગી એપ્લિકેશન Whatsapp દ્વારા એક મોટો ખુલાસો કરાયો છે. આ ખુલાસા બાદ WhatsAppના કરોડો યુઝર્સ માટે ચિંતાનો વિષય બની ગયો છે. પોતાના પર્સનલ મેસેજ અને ડેટા લઈ ચિંતા વધી શકે છે. Whatsappએ ઈઝરાયલની એક સાઈબર ઇન્ટેલિજન્સ કંપની NSO ગ્રૂપ પર જાસૂસીનો આક્ષેપ કર્યો છે. માહિતી અનુસાર ભારતના અનેક લોકો પર આ કંપનીના એક સોફ્ટવેર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જો કે Whatsappએ આ લોકોના નામ જાહેર કર્યા નથી.

Image result for whatsapp danger

આ પણ વાંચોઃ IRON LADY ઈન્દિરા ગાંધીની 35મી પુણ્યતિથિ, આ 5 નિર્ણયથી બદલાયો ભારતનો ઈતિહાસ

Whatsappના પ્રવક્તાએ આ જાસૂસી અંગે ખુલાસો કર્યો છે. જે લોકો પર Whatsapp દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેમને વ્યક્તિગત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમના પર થતી જાસૂસીની માહિતી અપાઈ રહી છે. આ લોકોમાં ભારતના પત્રકાર અને સામાજીક કાર્યકરો હોવાનું જાણવા મળ્યું છે. તેમના નંબર જાહેર કરી શકાય તેમ નથી. આ વાત Whatsappના આધિકારીક પ્રવક્તા દ્વારા કહેવામાં આવી છે.

Image result for whatsapp danger

એક મિસ્ડ કોલ અને મોબાઈલ હેક

માહિતી અનુસાર ઈઝરાયલની આ કંપનીએ Pegasus નામનો સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે. આ સોફ્ટવેરને કોઈપણ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. જે બાદ કોઈપણ Whatsapp ઉપયોગ કરતા વ્યક્તિને Whatsapp પર મિસ્ડ કોલ આપવાનો હોય છે. એક મિસ્ડકોલ દ્વારા તમે કોઈપણ વ્યક્તિના મોબાઈલને કંટ્રોલમાં લઈ શકો છો. અને તમારા મોબાઈલના તમામ મેસેજ, ફોટો અને માહિતી જાણી શકાય છે.

ભારતમાં 20 જેટલા લોકોની જાસૂસી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. અને આ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. તો એક માહિતી અનુસાર 1400 લોકો પર નજર રાખવામાં આવી છે. Whatsapp દ્વારા જે લોકોને જાણકારી આપવામાં આવી તે મીડિયા સામે આવી શકે છે. આ જ સોફ્ટવેરના આધારે સાઉદી અરબના પત્રકાર જમાલ ખશોગીને ટ્રેક કરાયો હતો. જે બાદ તેની હત્યા કરી દેવાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોના ઈશારે થઈ રહી છે જાસૂસી

Whatsapp દ્વારા ઈઝરાયલની કંપની વિરુદ્ધ સેન ફ્રાન્સિસ્કોની એક ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. પરંતુ હજુ સુધી એ સામે આવ્યું નથી કે, ભારતના પત્રકારો અને એક્ટિવિસ્ટો પર કોના ઈશારે જાસૂસી કરવામાં આવતી હતી. આ સવાલનો જવાબ શોધવાની કોશિશ થઈ રહી છે. વિશ્વભરમાં Whatsappનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા આશરે દોઢ અરબ છે. જેમાંથી 40 કરોડ લોકો ભારતના છે.

રિપોર્ટ અનુસાર ભારતના મે 2019માં 2 અઠવાડિયા સુધી પત્રકારો અને દલિત-સોશિયલ એક્ટિવિસ્ટો પર નજર રાખવામાં આવી છે. અને તમામના ફોન પર સતત નજર રાખવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Whatsapp દ્વારા આરોપ અને કેસ દાખલ કરાયો છે. જેના પર NSO કંપનીએ ખુલાસો કર્યો છે. NSO તરફથી કહેવાયું છે કે, અમારા સોફ્ટવેરને પત્રકારો અને એક્ટિવિસ્ટો પર નજર રાખવાની કોઈ ડિઝાઈન અને લાઈસન્સ અપાયું નથી. NSOએ કહ્યું કે, Pegasus નામનો સોફ્ટવેર માત્ર સરકારી એજન્સીને જ વેચવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

45 દેશના ઓપરેટર્સની જાસૂસી

એક જાણકારી મુજબ પહેલા પણ NSO દ્વારા અનેક દેશના લોકો પર Pegasus નામના સોફ્ટવેરથી નજર રાખવામાં આવી રહી હતી. કેનેડાની એક સાઈબર સિક્યુરિટી કંપની સિટીજન લેબ દ્વારા આ અંગે 2018માં ખુલાસો કરાયો હતો. ભારત સહિત 45 દેશના ખાસ લોકો પર નજર રાખવામાં આવી રહી હતી. ભારતમાં આ સોફ્ટવેર વર્ષ 2017થી 2018 સુધી એક્ટિવ હતો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati