‘નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ’ આવી જ કહેવત હાલમાં સાબિત થઈ છે. બ્રિટનમાં (Britain) એક 42 વર્ષીય મહિલા પાસે પ્રાઈવેટ ડોક્ટર (Doctor) પાસે જવાના પૈસા ના હોવાથી ઘરે જ 11 દાંત કાઢી નાખ્યા હતા.
મહિલાએ તેની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે તેના વિસ્તારમાં કોઈ સરકારી હોસ્પિટલમાં દાંતનો ડોક્ટર ના હતો અને પ્રાઈવેટ ડોક્ટર પાસે જવાના પૈસા ના હતા, તેથી તેને એક-એક કરીને 11 દાંત કાઢી નાખ્યા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર ડેનિયલ વોટ્સે છેલ્લા ત્રણ વર્ષમાં તેના 11 દાંતને કાઢી નાખ્યા છે.
તે કહે છે કે તેને તેની નજીક કોઈ દાંતનો ડોક્ટર મળી શક્યો નથી અને ખાનગી ડોક્ટરની ફી ચૂકવવી તેના માટે શક્ય નથી. આવી સ્થિતિમાં તેણે મજબૂરીમાં તેના ખરાબ દાંત કાઢવા પડયા હતા. હાલ ડેનિયલના મોઢામાં માત્ર થોડા દાંત બાકી છે અને તેણે હસવાનું બંધ કરી દીધું છે.
ડેનિયલે કહ્યું ‘હું હસવાનું ભૂલી ગઈ છું તો મેં મારો આત્મવિશ્વાસ ગુમાવ્યો છે. મારે દરરોજ પેઈનકિલર લેવી પડે છે. મહિલાના ઘર પાસેની NHS સેવા લગભગ છ વર્ષ પહેલા બંધ કરી દેવામાં આવી હતી. ત્યારથી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું મેં દરેક જગ્યાએ શોધ કરી, પરંતુ કોઈએ NHS દર્દીઓની સારવાર કરવાની ના પાડી હતી. તેઓએ ખાનગી ડોક્ટરની ભલામણ કરી હતી.
મહિલાએ જણાવ્યું કે તેને દાંતમાં તકલીફ થઈ રહી છે. કેટલાક દાંત હલતા પણ હતા. તેથી તેણે તેમને જાતે જ કાઢી નાખ્યા હતા. તેણે કહ્યું ‘તે ખૂબ જ પીડાદાયક પ્રક્રિયા હતી. પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો’. લંડનમાં પ્રાઈવેટ ડેન્ટિસ્ટની ફી ઘણી વધારે છે. આર્થિક રીતે નબળા લોકો માટે તેમની પાસેથી સારવાર લેવી શક્ય નથી. તેથી લોકો સરકારી હોસ્પિટલો તરફ વળે છે.
આ પણ વાંચો : દાદરાનગર હવેલી પેટાચૂંટણીમાં ભાજપ સામે પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની ઝંપલાવશે, આ પાર્ટીમાંથી લઇ શકે છે ટિકિટ
આ પણ વાંચો : Haryana: લખીમપુર બાદ હવે અંબાલામાં પણ હંગામો, ભાજપના સાંસદ પર વિરોધ કરી રહેલા ખેડૂતો પર કાર ચલાવવાનો લાગ્યો આરોપ