Viral Video: કોલેજમાં છોકરીનું પ્રપોઝ અને વિડીયો થયો વાયરલ, સજા રૂપે કોલેજમાંથી બંનેની હકાલપટ્ટી

સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાયરલ થયો હતો. આ બાદ આ વિડીયોમાં દેખાતા યુવક અને યુવતીને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યા. કેમ કે તેઓએ કોલેજ કેમ્પસમાં પ્રપોઝ કર્યું.

Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 15, 2021 | 4:38 PM

સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક છોકરી કેમ્પસમાં એક છોકરાને પ્રપોઝ કરી રહી છે. આ ક્ષણને ત્યાં હાજર વિદ્યાર્થીઓએ કેમેરામાં કેદ કરી લીધી હતી. ત્યાર બાદ વિડીયો એટલો વાયરલ થયો કે કોલેજે આ પ્રેમી જોડીને કોલેજમાંથી કાઢવાનો નિર્ણય લીધો.

જે કોલેજે આવો અર્થ વગરનો નિર્ણય લીધો છે એ છે પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટી (Lahore University ). જી હા પાકિસ્તાનમાં કટ્ટરતાનો એક નવો નમુનો સામે આવ્યો છે. જે પાકિસ્તાનથી અવાર નવાર નાની ઉંમરની છોકરી સાથે વૃદ્ધના વિવાહના સમાચાર આવતા રહે છે. જે પાકિસ્તાનમાં જબરદસ્તીથી યુવતીના વિવાહ આજે પણ કોઈની સાથે કરી દેવામાં આવે છે. જે પાકિસ્તાનમાં યુવતીઓની સ્વતંત્રતાના નામે માત્ર બુરખાનું જીવન છે. જે પાકનો નિયાજી દાવા કરે છે કે અમારા દેશમાં મહિલાઓનું સમ્માન થાય છે. એ પાકિસ્તાનમાં એક યુવતી અને યુવાનને માત્ર પ્રપોઝ કરવા જેવી નજીવી બાબતે બહુ મોટી સજા મળી છે. બંનેને કોલેજમાંથી નીકાળી દેવામાં આવ્યા. જોવા જોઈએ તો પાકિસ્તાનના ઇમરાન ઉર્ફ નિયાજીના સ્વતંત્રતા અને મહિલાઓના સમ્માનના દાવા પોકળ પુરવાર થાય છે.

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે છોકરી પ્રપોઝ કરે છે બાદમાં છોકરો હા પાડે છે. અને અન્ય વિદ્યાર્થીઓ સપોર્ટ કરી રહ્યા છે. આ આખો સીન કોઈ બોલિવૂડ ફિલ્મના સીન જેવો લાગે છે. પરંતુ આ વિડીયો બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો અને યુનિવર્સિટી વહીવટી તંત્રએ બંને વિદ્યાર્થીઓ પર લાલ આંખ કરી. યુનિવર્સિટી દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ

લાહોર યુનિવર્સિટીની વિશેષ શિસ્ત સમિતિએ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંનેને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢી અને કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે શિસ્ત સમિતિની બેઠકમાં આ વિદ્યાર્થીઓએ નિયમો તોડ્યા હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટીનું કહેવું છે કે બંને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા ન હતા. ત્યારબાદ તેમને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાહોર યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર બંને વિદ્યાર્થીઓએ ગેરવર્તન અને યુનિવર્સિટીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ

આ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક લોકો કહે છે કે આ એક યોગ્ય પગલું છે, જ્યારે કેટલાક લોકો તેને ખોટું કહી રહ્યા છે. એક યુઝરે ફિલ્મ ‘મોહબ્બતે’ માંથી અમિતાભ બચ્ચનની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે ‘લાહોર યુનિવર્સિટીના આચાર્ય’.

જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય બેનઝીર ભુટ્ટોની પુત્રી બખ્તાવર ભુટ્ટો યુવાનોના સમર્થનમાં આવી છે. અને યુનિવર્સિટીની કાર્યવાહીને ‘કચરો’ ગણાવી.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">