ઇમરાન ખાનના નજીકના વ્યક્તિના કૂતરાને વીઆઈપી સુરક્ષા, Video થયો વાયરલ

પાક પપ્રધાનમંત્રી ઇમરાન ખાનના નજીકના સિંધ પ્રાંતના ગવર્નરનો કૂતરો SUV ગાડીમાં લટાર મારવા નીકળ્યો હતો. પાકમાં આ કિસ્સાનો વિડીયો વાયરલ થયો અને કુતરાને અપાયેલી સુખ સુવિધાનો ભારે વિરોધ થવા પામ્યો છે.

ઇમરાન ખાનના નજીકના વ્યક્તિના કૂતરાને વીઆઈપી સુરક્ષા, Video થયો વાયરલ
પાકિસ્તાનમાં પાલતું ડોગને VVIP ટ્રીટમેન્ટ

પાકિસ્તાનમાં ખાવાના ફાંફા પડી રહ્યા છે. લોકોને બે ટંકનું જમવાનું નથી મળતું. અને દેવાના ભાર નીચે દબતું જાય છે પાકિસ્તાન. શાકભાજી અને તેલના ભાવ આસમાને છે ત્યારે પાક પપ્રધાનમંત્રી ઇમરાન ખાનના નજીકી સિંધ ગવર્નરનો કૂતરો SUV ગાડીમાં લટાર મારવા નીકળ્યો છે. જી હા આ વાતની જાણકારી ખુદ સિંધ પ્રાંતના સુચના અનર પ્રસારણ મંત્રીએ આપી છે. તેમણે આ પૂરી ઘટનાનો વિડીયો ઉતાર્યો અને શેર કર્યો. જેમાં કૂતરો સરકારી ગાડીમાં ફરતો જોવા મળે છે.

ખાવા માટે ખોરાક નથી
તેમણે ઈમરાન સરકાર પર હુમલો કરતા કહ્યું કે દેશની પ્રજા પાસે ખાવા માટે પુરતો ખોરાક નથી, અને કૂતરો પોલીસ એસ્કોર્ટ સાથે સરકારી વાહનમાં સવારી માણી રહ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રથાનો વિરોધ કરવાની જરૂર છે કેમ કે આ તો સરકારી ખજાનાનો દુરુપયોગ છે. તાલપુરે આગળ કહ્યું કે પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ કૂતરાઓની માલિકી ધરાવે છે, પરંતુ પોલીસ એસ્કોર્ટ સાથે સવાર પર ક્યારેય ગયા નહીં.

 

https://twitter.com/TaimurTapur/status/1354424083581177856

 

ભૂતપૂર્વ ગવર્નરે કર્યો કટાક્ષ
સિંધના ભૂતપૂર્વ ગવર્નર અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના નેતા પ્રવક્તા, મોહમ્મદ ઝુબૈરે પણ આ વીઆઇપી પ્રોટોકોલની ટીકા કરતો વીડિયો ટ્વીટ કર્યો છે. એક ટ્વીટમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ ઉપર પ્રહાર કરતા લખ્યું છે કે રાજ્યપાલના કૂતરાને પણ સંપૂર્ણ પ્રોટોકોલ આપવામાં આવી રહ્યો છે. આ પાર્ટીએ બધી હદ વટાવી દીધી છે.

મોઘવારીની મારમાં કૂતરાને VVIP ટ્રીટમેન્ટ 

ઇમરાન ખાનની પૂર્વ પત્ની રહેમાન ખાને થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે રાવલપિંડીમાં એક કિલો આદુ 1000 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. કેપ્સિકમનો ભાવ પણ 200 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. લોટને લઈને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ .109.20 અને ડીઝલનો ભાવ 113.19 રૂપિયા પ્રતિ લિટર, કેરોસીનનો ભાવ પ્રતિ લિટર 76.65 રૂપિયા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati