વેનેઝુએલામાં સેનાએ રાષ્ટ્રપતિ નિકોલ્સ મેડુરો વિરૂધ્ધ કર્યો બળવો

વેનેઝુએલામાં સેનાએ રાષ્ટ્રપતિ નિકોલ્સ મેડુરો વિરૂધ્ધ કર્યો બળવો

વેનેઝુએલામાં સેનાએ રાષ્ટ્રપતિ નિકોલસ મેડુરોની વિરૂધ્ધ બળવો કર્યો છે. સેનાના ડોકટર કર્નલ રૂબેન પાજ જીમેનેજે મેડુરો પર આરોપ લગાવ્યો છે કે સતામાં રહેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા સેનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેથી તે તેમનું સમર્થન પાછુ લઈ રહ્યાં છે.

તેમને વિપક્ષના નેતા જૂઆન ગુએદોનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે. એક અઠવાડીયા પહેલા જ એરફોર્સ સેનાપતિ જનરલ ફ્રાન્કોઇસ યેનીઝે પણ નિકોલસ મેડુરોથી સંબંધ કાપી નાખ્યો હતો. કર્નલે શનિવારે જાહેર કરેલ એક વીડિયોમાં કહ્યું કે સશસ્ત્ર દળોમાં અમારામાંથી 90% લોકો ખુશ નથી. અમારો ખાલી રાજનીતિક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમના સાથી સૈનિકોને વેનેઝુએલાને માનવીય રીતે મદદ કરવાની વિનંતી કરી. આર્થિક-સામાજીક મુશ્કેલીઓમાંથી પસાર થતાં દેશ માટે અમેરીકા પાસેથી મદદ કરવા માટે આવતું જહાજ અત્યારે સરહદ પર કોલંબિયાના કુકુટા સુધી પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ નિકોલસ મેડુરોએ કહ્યું કે તે આ જહાજને દેશમાં નહિં આવવા દે.

વેનેઝુએલામાં સતામાં રહેવા માટે સેનાનું સમર્થન જરૂરી હોય છે. થોડા સમય પહેલા વિપક્ષના નેતા જુઆન ગુએદોએ જાતે જ રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા હતા. અમેરીકા અને ઘણાં અન્ય દેશોએ ગુએદોને સમર્થન કર્યું. તેના પહેલા ગયા વર્ષે નિકોલસ મેડુરો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા પણ વિરોધ પક્ષોએ આ ચૂંટણીમાં છેતરપિંડીના આરોપો લગાવ્યા હતા.

 

વેનેઝુએલામાં આ રાજનિતીક સંકટનું કારણ ત્યાંની મોંઘવારી છે તે કારણે લોકોને ખાવાના ફાંફા પડી ગયા છે. એક કિલો ટામેટા 50 લાખ બોલિવરમાં મળી રહ્યાં છે અને એક કપ કોફીની કિંમત 25 લાખ બોલિવર છે. જ્યારે 2.5 કિલો ચિકન માટે 1.5 કરોડ બોલિવર ચૂકવવા પડી રહ્યાં છે.

IMFના અનુસાર ત્યાં મોંઘવારીનો દર 10 લાખ % ઉંચો જઈ શકે છે. દેશને કંગાળ થતો બચાવવા માટે સરકારે નવા ચલણની જાહેરાત કરી છે.

[yop_poll id=1325]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati