Corona Vaccination: આ દેશમાં શરૂ થયું બાળકોનું વેક્સિનેશન, 12થી 15 વર્ષના સ્કૂલે જનાર વિદ્યાર્થીઓને મળી રહી છે વેક્સિન

નેશનલ હેલ્થ સર્વિસ (NHS)એ કહ્યું કે આ અઠવાડિયે 50 વર્ષથી વધુ ઉંમરના લાયક લોકોને પણ કોવિડ બૂસ્ટર માટે બોલાવવામાં આવશે. જેથી તેમને ત્રીજો ડોઝ આપી શકાય.

Corona Vaccination: આ દેશમાં શરૂ થયું બાળકોનું વેક્સિનેશન, 12થી 15 વર્ષના સ્કૂલે જનાર વિદ્યાર્થીઓને મળી રહી છે વેક્સિન
File photo

કોરોનાની (Corona) સંભવિત ત્રીજી લહેરને લઈને વિશ્વમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સંભવિત ત્રીજી લહેરને લઈને બાળકોને વધુ અસર થશે.બ્રિટનમાં (Britain) હવે સ્કૂલે જતા 12થી 15 વર્ષના બાળકોને વેક્સીન (Vaccine) લગાવવામાં આવી રહી છે. દેશની સ્વાસ્થ્ય સેવાએ વેક્સીનેશન પ્રોગ્રામ (Vaccination in Britain)ના નવા વિસ્તારના રૂપમાં સોમવારે 12-15 ઉંમર વર્ગના શાળાના બાળકોને કોવિડ વેક્સીન (Covid Vaccine) લગાવવાનું શરૂ કરી દીધું છે.

 

ગત સપ્તાહે બ્રિટનના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા બાળકોના વેક્સિનેશન માટે ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઉંમર વર્ગના લગભગ 30 લાખ બાળકોને ફાઈઝર-બાયોએનટેક વેક્સીનનો (Pfizer/BioNTech vaccine) એક ડોઝ લગાવવાની તૈયારી કરવામાં આવી છે.

 

ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડે આ સપ્તાહે પોતાને ત્યાં સ્કૂલમાં વેક્સિનેશનની શરૂઆત કરી, જ્યારે વેલ્સ (Wales) અને ઉત્તરી આયર્લેન્ડ (Northern Ireland)માં આગામી સપ્તાહે આ ઉંમર વર્ગના બાળકોનું વેક્સીનેશન શરૂ કરવામાં આવશે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યું આજથી 12-15 વર્ષના બાળકોનું વેક્સીનેશન શરૂ થતું જોવું ઉત્સાહજનક છે.

 

આ અમારી યુવાઓને કોવિડથી બચાવવા અને તેના શિક્ષણમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ઓછી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું કે વેક્સીને લોકોનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને સંક્રમણ દરમાં ઘટાડો કર્યો છે.

 

કોવિડ બૂસ્ટર ડોઝ પણ લોકોને લાગશે

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (NHS)એ કહ્યું કે આ સપ્તાહે દેશભરમાં હજારો શાળાઓમાં વેક્સીનેશનની શરૂઆત થશે. સાથે આ સપ્તાહે 50થી વધુ ઉંમર વર્ગના યોગ્ય લોકોને કોવિડ બૂસ્ટર (Covid Booster) માટે પણ બોલાવવામાં આવશે, જેથી તેને ત્રીજો ડોઝ આપી શકાય.

 

NHS કોવિડ-19 વેક્સીનેશન પ્રોગ્રામ માટે GP અને ડેપ્યુટી લીડ નિક્કી કનાનીએ કહ્યું- સરકારના નિર્ણય બાદ અને NHS કોવિડ-19 વેક્સીનેશન પ્રોગ્રામની સફળતાને જોતા હવે અમે આગામી દિવસોમાં અનેક શાળાઓમાં વેક્સીનેશન કરવાનો નિર્ણય કર્યો છે. NHSએ અત્યાર સુધી 7.7 કરોડથી વધુ ડોઝ લગાવ્યા છે.

 

સ્કૂલ એજ ઈમ્યૂનાઈઝેશન સર્વિસ હેઠળ થશે વેક્સીનેશન

નિક્કી કાનાણીએ કહ્યું રસી સલામત અને અસરકારક છે અને હું પરિવારોને તેમની શાળા આધારિત રસીકરણ ટીમ સાથે નજીકથી કામ કરવા વિનંતી કરીશ. જેથી તેઓ તેમના પરિવારજનોને રસી આપી શકે. એનએચએસએ જણાવ્યું હતું કે ફલૂ અને એચપીવી રસીની જેમ કોવિડ -19 રસીનું વિતરણ સ્થાનિક ‘સ્કૂલ એજ ઇમ્યુનાઈઝેશન સર્વિસીસ’ (એસએઆઇએસ) દ્વારા કરવામાં આવશે.

 

જે તમામ પાત્ર બાળકોને ઓળખવા માટે શાળાઓ સાથે કામ કરશે. ઈંગ્લેન્ડની શાળાઓમાં રસીકરણને ધ્યાનમાં રાખીને માતાપિતા અને વાલીઓને કોવિડ -19 રસીકરણ વિશે માહિતી સાથે સંમતિ ફોર્મ મોકલવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો : KKR VS RCB Live Score, IPL 2021 : ગિલ અને વેંકટેશની શાનદાર બેટિંગ, KKR એ RCBને 9 વિકેટે હરાવ્યું

 

આ પણ વાંચો :પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati