કોરોનાનું સુરક્ષા કવચ લઈને પેદા થશે બાળક! વેક્સિન લગાડી ચુકેલી ગર્ભવતી મહિલાના નવજાત બાળકને પણ મળે છે એન્ટિબોડી?

અમેરિકા (America) એનવાયયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિનની આગેવાની હેઠળની ટીમે શોધી કાઢ્યુ કે 100 ટકા બાળકો જન્મ સમયે રક્ષણાત્મક એન્ટિબોડીઝ (Antibodies in Babies) ધરાવે છે.

કોરોનાનું સુરક્ષા કવચ લઈને પેદા થશે બાળક! વેક્સિન લગાડી ચુકેલી ગર્ભવતી મહિલાના નવજાત બાળકને પણ મળે છે એન્ટિબોડી?
File photo

કોરોના રસીને લઈને ઘણા લોકોના મનમાં સવાલ હતા કે ગર્ભવતી મહિલા રસી લે છે તો કેટલું સુરક્ષિત છે. હાલમાં જ તેને લઈને એક સંશોધન સામે આવ્યું છે. જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ -19 રોધી મેસેન્જર રિબોન્યુક્લીક એસિડ (mRNA) રસી (mRNA COVID-19 રસી)નો ડોઝ લે છે.

 

તેઓ તેમના બાળકોને ઉચ્ચ સ્તરની એન્ટિબોડીઝ આપે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. સંશોધકો કહે છે કે કોવિડ -19 રસીની ક્ષમતા યોગ્ય એન્ટિબોડીઝ અને રક્ત પ્રોટીન ઉત્પન્ન કરવાની તેમની ક્ષમતા પર આધાર રાખે છે, જે લોકોને સંક્ર્મણથી બચાવવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું કે શું માતાઓ આ રક્ષણ જન્મ પહેલા તેમના બાળકોને આપી શકે છે, તે હજુ પણ એક પ્રશ્ન છે.

 

‘અમેરિકન જર્નલ ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી મેટરનલ-ફેટલ મેડિસિન’માં બુધવારે પ્રકાશિત થયેલા આ અભ્યાસ 36 નવજાત શિશુઓ પર હાથ ધરવામાં આવ્યો હતો. જેમની માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન ફાઈઝર વેક્સિન (Pfizer Vaccine) અથવા મોર્ડનાની કોવિડ -19 રસી (Moderna Covid-19 vaccine) ડોઝ લીધો હતો. અમેરિકામાં એનવાયયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિનની આગેવાની હેઠળની ટીમે શોધી કાઢ્યું કે 100 ટકા બાળકો જન્મ સમયે રક્ષણાત્મક એન્ટિબોડીઝ ધરાવે છે.

 

જ્યારે મહિલાઓને રસી આપવામાં આવે છે, ત્યારે બાળકોમાં એન્ટિબોડીનું લેવલ વધારે હોય છે

વરિષ્ઠ લેખક જેનિફર એલ લાઈટર અને એનવાયયુ લેંગોન ખાતે હસેનફેલ્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના સહાયક પ્રોફેસરે જણાવ્યું હતું કે હાલ તો આ આંકડો નાનો છે. પરંતુ તે પ્રોત્સાહક છે કે જો મહિલાઓને રસી આપવામાં આવે છે તો નવજાતમાં એન્ટિબોડીઝનું લેવલ વધારે છે. સંશોધકોએ કહ્યું કે આ પરિણામ સુસંગત છે કારણ કે SARS-CoV2 વાયરસ સામે ઉત્પન્ન થતી કુદરતી એન્ટિબોડીઝ ઘણા લોકો માટે પૂરતા પ્રમાણમાં રક્ષણાત્મક નથી.

 

વેક્સિન એક સાથે બે જીવ બચાવે છે

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના તાજેતરના ડેટા દર્શાવે છે કે પ્રસુતિ પૂર્વે રસીઓની સલામતીના વધતા પુરાવા હોવા છતાં માત્ર 23 ટકા સગર્ભા સ્ત્રીઓએ રસી લીધી છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે સ્ત્રીઓએ તેમની ગર્ભાવસ્થાના સમય દરમિયાન રસીના બંને ડોઝ લીધા હતા, તેમના ગર્ભનાળમાં એન્ટિબોડીઝનું ઉચ્ચતમ સ્તર હતું. તેમણે કહ્યું કે આ પુરાવા પૂરા પાડે છે કે નવજાત શિશુને જન્મ પહેલા માતા પાસેથી રોગપ્રતિરોધક ક્ષમતા મળે છે.

 

એનવાયયુ લેંગોન હેલ્થના પ્રોફેસર એશ્લે એસ રોમને જણાવ્યું હતું કે અભ્યાસ ગર્ભાવસ્થા દરમિયાન રસીના મહત્વ પર ભાર મૂકે છે અને માતા અને બાળકો બંનેમાં ગંભીર બિમારીને અટકાવીને એક સાથે બે જીવ બચાવે છે. જો બાળકો એન્ટિબોડીઝ સાથે જન્મે છે. તો તે તેમના જીવનના પ્રથમ કેટલાક મહિનાઓ માટે તેમનું રક્ષણ કરી શકે છે અને આ તે સમય છે, જ્યારે તેઓ બિમારી માટે સૌથી સંવેદનશીલ હોય છે. અભ્યાસમાં સગર્ભાવસ્થા દરમિયાન કોઈ જોખમ, જન્મ સમયે જટિલતાઓ અથવા રસી લેનાર માતાઓના ગર્ભને કોઈ નુકસાન થયું નથી.

 

આ પણ વાંચો : MI Vs KKR Live Score, IPL 2021 : મુંબઈ અને કલકતા વચ્ચે અબુધાબીના સ્ટેડિયમમાં થશે ટક્કર

 

આ પણ વાંચો :પ્રકૃતિની સંભાળ રાખીને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયાસો કરવા જોઇએ : કેન્દ્રીય કૃષિ મંત્રી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati