રશિયાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની અને દિકરી સહિત 25 અમેરિકી નાગરિકો પર લગાવ્યો પ્રતિબંધ

આ યાદીમાં ઘણા અમેરિકી સેનેટરોના નામ પણ સામેલ છે. તેમાં મેનના સુસાન કોલિન્સ, આયોવાના ચાર્લ્સ ગ્રાસલી, કેન્ટુકીના મિચ મેકકોનેલ, ન્યૂયોર્કના કર્સ્ટન ગિલીબ્રાન્ડ વગેરેનો સમાવેશ થાય છે.

રશિયાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની અને દિકરી સહિત 25 અમેરિકી નાગરિકો પર લગાવ્યો પ્રતિબંધ
USA President JoeBiden's wife and daughter have been banned from RussiaImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 5:29 PM

યુક્રેન પર રશિયાના હુમલાથી નારાજ અમેરિકાએ (America) મોસ્કો પર અનેક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. અન્ય દેશોને પણ આવું કરવાની અપીલ કરી છે, જેથી રશિયા (Russia)દ્વારા યુક્રેન પર કરવામાં આવી રહેલી આક્રમક કાર્યવાહીને તાત્કાલિક રોકી શકાય. બાઈડેન સરકારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) પુત્રીઓ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં તેમના ઘણા નજીકના લોકો પણ સામેલ હતા, જેના પછી આ બંને મોટા દેશો આમને-સામને આવ્યા હતા. જો કે હવે રશિયાએ પણ અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની (Joe Biden) પત્ની અને તેમની પુત્રી પર રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાઈડેનની પત્ની અને પુત્રી સાથે 23 અન્ય અમેરિકનો પર પણ રશિયા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લિસ્ટ જાહેર કરતી વખતે મંત્રાલયે એક નોટમાં કહ્યું કે અમેરિકા રશિયા અને તેની મોટી હસ્તીઓ પર સતત પ્રતિબંધો લાદી રહ્યું છે. તેને જોતા અમેરિકા પર પણ પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ઘણા અમેરિકી સેનેટરોના નામ પણ સામેલ છે. તેમાં મેનના સુસાન કોલિન્સ, આયોવાના ચાર્લ્સ ગ્રાસલી, કેન્ટુકીના મિચ મેકકોનેલ, ન્યૂયોર્કના કર્સ્ટન ગિલીબ્રાન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર આ યાદીમાં ઘણી યુનિવર્સિટીઓના પ્રોફેસરો અને સંશોધકો અને યુએસ સરકારના ભૂતપૂર્વ અધિકારીઓના નામ પણ સામેલ છે.

અમેરિકાએ ઘણી રશિયન સેલિબ્રિટીઓ પર પ્રતિબંધો લગાવ્યા

નોંધનીય છે કે યુક્રેનના આક્રમણથી નારાજ અમેરિકાએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી હતી. અમેરિકાએ ઘણા જાણીતા રશિયન વ્યક્તિઓ જેમ કે ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. રશિયન પ્રમુખ પુતિનની પુત્રીઓ (મારિયા પુતિન અને કેટરિના તિખોનોવા) સામે સમાન પગલા લેવામાં આવ્યા હતા. બાઈડેન વહીવટીતંત્રે રશિયન પીએમ મિખાઈલ મિશુસ્ટિન, ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવની પત્ની અને બાળકો અને વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ પર પ્રતિબંધની પણ જાહેરાત કરી હતી. બાઈડેને પુતિનના ઘણા નજીકના મિત્રો પર આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">