Ukraine Crisis: US-UKએ યુક્રેનમાં શસ્ત્રો મોકલ્યા, તણાવ વધતાં રશિયાએ શરૂ કરી લશ્કરી કવાયત

Russia-Ukraine Tensions: યુક્રેનમાં વધતાં તણાવ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન સૈન્ય કવાયતને યોગ્ય ઠેરવી છે

Ukraine Crisis: US-UKએ યુક્રેનમાં શસ્ત્રો મોકલ્યા, તણાવ વધતાં રશિયાએ શરૂ કરી લશ્કરી કવાયત
A convoy of Russian armored vehicles moving along a highway in Crimea (PTI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 10:39 PM

રશિયા(Russia), જેણે યુક્રેન (Ukraine) સરહદ પર હજારો સૈનિકો તૈનાત કર્યા છે, તેણે શીત યુદ્ધ પછી તેની અને પશ્ચિમી શક્તિઓ વચ્ચેના સૌથી ગંભીર સુરક્ષા સંકટ વચ્ચે યુએસ અને તેના સાથી દેશોને આગામી પગલાં અંગે મૂંઝવણમાં મૂક્યા છે. યુક્રેન પર હુમલાની આશંકા વચ્ચે, રશિયાએ આ ક્ષેત્રમાં વધુ રશિયન સૈન્ય કવાયતની(Russian Military Drills) જાહેરાત કરીને પોતાનું વલણ કડક કર્યું છે. આનાથી યુદ્ધનું જોખમ વધી ગયું. તેણે કેરેબિયનમાં સૈન્ય તૈનાત કરવાના પગલાંને પણ નકારી કાઢ્યું છે અને પ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમી સત્તાઓના વિરોધી દેશો સાથે સંપર્ક કરવાનો શરૂ કર્યો છે.

યુક્રેનમાં લશ્કરી દબાણ શીત યુદ્ધના(Cold War) અંત પછી નાટોના દાયકાઓ-લાંબા વિસ્તરણને રોકવાનો પ્રયાસ હોય તેવું દર્શાવી આવે છે. યુએસ સાથેની વાતચીત દરમિયાન, રશિયાએ કાનૂની બાંયધરી માંગી હતી કે નાટો યુક્રેન અથવા સોવિયત સંઘનો ભાગ હોય તેવા અન્ય કોઈ દેશને જોડશે નહીં અને ત્યાં શસ્ત્રો તૈનાત કરશે નહીં. તે એવું પણ ઇચ્છે છે કે નાટો મધ્ય અને પૂર્વ યુરોપના દેશોમાંથી તેની સેના પાછી ખેંચે જે 1990 ના દાયકામાં તેની સાથે જોડાયા હતા. પુતિને યુક્રેન અને અન્ય દેશોમાં નાટોના શસ્ત્રોની જમાવટને રશિયા માટે “એલાર્મ બેલ” ગણાવી હતી અને ચેતવણી આપી હતી કે જો રશિયાની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અનિશ્ચિત “લશ્કરી-તકનીકી પગલાં” નો આદેશ આપશે.

વધતા તણાવ વચ્ચે, યુક્રેનને મદદ કરવા માટે અમેરિકા દ્વારા મોકલવામાં આવેલી પ્રથમ સૈન્ય સહાય ક્યીવ(Kyiv) પહોંચી ગઈ છે. $200 મિલિયનના સુરક્ષા સહાય પેકેજના પ્રથમ તબક્કામાં યુક્રેનના ફ્રન્ટલાઈન ડિફેન્ડર્સ માટે દારૂગોળો સહાયમાં શામેલ છે. આ કન્સાઈનમેન્ટ યુક્રેનને મદદ માટે અમેરિકાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સાથે જ બ્રિટને પણ યુક્રેનને સૈન્ય સહાય મોકલવાનું શરૂ કરી દીધું છે. બ્રિટનના 30 શ્રેષ્ઠ સૈનિકો યુક્રેન પહોંચી ગયા છે, જેઓ યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપશે. આ સિવાય યુક્રેનને 2000 એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચર પણ આપવામાં આવ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બીજી તરફ સૈન્ય કવાયતને યોગ્ય ઠેરવતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, યુક્રેનની સેના સાથે નાટોની સૈન્ય કવાયત, બ્લેક શી માં દુશ્મનના યુદ્ધ જહાજો અને ક્રિમીઆ  નજીક ઉડતા અમેરિકન બોમ્બરોને જોઈને રશિયાને તેની સુરક્ષા વધારવી પડશે. તેમણે કહ્યું કે ભલે યુક્રેન નાટોમાં સામેલ ન થાય, પરંતુ પશ્ચિમી દેશોની સેના અહીં પોતાનો અડ્ડો બનાવી શકે છે. પુતિને કહ્યું કે અમારી પાસે પીછેહઠ કરવાનો કોઈ રસ્તો નથી. પશ્ચિમી દેશોએ અમને એવા મુકામ સુધી પહોંચાડ્યા છે જ્યાં અમારે પાસે આ પગલાં સિવાય બીજો કોઈ રસ્તા નથી.

આ પણ વાંચો:

અમેરિકામાં 5G આવ્યા બાદ ફ્લાઇટ્સ કેમ થઇ રહી છે રદ, શું છે કારણ ?

આ પણ વાંચો:

Oscars 2022 : સૂર્યાની ‘જય ભીમ’ અને મોહનલાલની ‘મરાક્કર’ ઓસ્કર ફિલ્મોની લિસ્ટમાં સામેલ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">