અમેરિકા અને રશિયાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક, યુક્રેન વિવાદ પર થશે વાતચીત

અમેરિકા અને રશિયાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક, યુક્રેન વિવાદ પર થશે વાતચીત
US, Russia foreign ministers meet over Ukraine dispute

જો રશિયા યુક્રેન પર આક્રમણ કરે છે તો અમેરિકા અને તેના સાથીઓએ રશિયા સામે આર્થિક પ્રતિબંધો સહિત "ગંભીર" પરિણામોની ચેતવણી આપી છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 21, 2022 | 6:06 PM

અમેરિકા (America) અને રશિયાના (Russia) ટોચના રાજદ્વારીઓ યુક્રેનને લઈને મહત્વપૂર્ણ વાતચીત કરી રહ્યા છે. આ વાટાઘાટો એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેનને લઈને કેટલાંક અઠવાડિયાથી ચાલી રહેલ મડાગાંઠ હિંસા સુધી પહોંચવાની શક્યતા છે. એવી આશંકા છે કે યુરોપ ફરી એકવાર યુદ્ધની વાત પર પહોંચી શકે છે. યુક્રેન પર રશિયા દ્વારા સંભવિત હુમલાની શક્યતાને ટાળવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ જીનીવામાં આ મંત્રણા કરી રહ્યા છે.

મોસ્કો યુક્રેન સાથેના તેના સંબંધો અંગે નાટો પાસેથી છૂટ માંગે છે, જે અગાઉ સોવિયત સંઘનો એક ભાગ હતો. બ્લિંકને સૂચવ્યું કે જિનીવામાં વાટાઘાટોમાં તેમને તાત્કાલિક ઉકેલની અપેક્ષા નથી. આ વાટાઘાટો લગભગ બે કલાક ચાલે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે મુશ્કેલ મુદ્દાઓનું નિરાકરણ ઝડપથી થતું નથી. બ્લિંકને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેને શુક્રવારની મંત્રણામાંથી પરિણામોની અપેક્ષા નથી. બ્લિંકન આ અઠવાડિયે કિવમાં યુક્રેનના પ્રમુખ સાથે મળ્યા હતા અને તેમણે બર્લિનમાં આ અઠવાડિયે બ્રિટન, જર્મની અને ફ્રાન્સના ટોચના રાજદ્વારીઓ સાથે બેઠકો પણ કરી હતી.

એન્ટોની બ્લિંકનની લવરોવ સાથેની પ્રથમ વન-ઓન-વન મીટિંગને સમાધાનના છેલ્લા પ્રયાસ તરીકે જોવામાં આવે છે. પરંતુ બંને પક્ષો હજુ પણ પોતપોતાના સ્ટેન્ડ પર અડીખમ છે. નોંધપાત્ર રીતે, જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો યુએસ અને તેના સાથીઓએ રશિયા સામે આર્થિક પ્રતિબંધો સહિત “ગંભીર” પરિણામોની ચેતવણી આપી છે. પરંતુ તેણે જવાબી સૈન્ય કાર્યવાહી વિશે વાત કરી નથી. રશિયાએ યુક્રેનની સરહદ પર લગભગ એક લાખ સૈનિકો તૈનાત કર્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને ફરી એકવાર રશિયાને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો રશિયા યુક્રેન સાથેની સરહદ પાર કરે છે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે, કારણ કે તેને આક્રમણ ગણવામાં આવશે. બાયડેને ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખૂબ જ સ્પષ્ટ છે. “જો કોઈપણ રશિયન યુનિટ યુક્રેનિયન સરહદ પાર કરે છે, તો તે હુમલો છે,” તેમણે કહ્યું. જો આમ થશે તો રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. મેં મારા સાથીદારો સાથે આ અંગે વિગતવાર ચર્ચા કરી છે અને રાષ્ટ્રપતિ પુતિનને આ મુદ્દો ખૂબ જ સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

UAEથી મુંબઈ આવતા તમામ પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઈન ફરજિયાત, વાંચો આ મહત્વપૂર્ણ નિયમો

આ પણ વાંચો –

Syria Rocket Attack: સીરિયન શહેર રોકેટ હુમલા બાદ આવ્યું આગની લપેટમાં છના મોત, 30 ઘાયલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati